Gujarati News Photo gallery Ahmedabad news Various circles have been created in Ahmedabad city which not only gives roads beauty but also a social message
Ahmedabad news : ‘કર્ણાવતી’ શહેરમાં બન્યા ‘અવનવા સર્કલો’, જે રસ્તાની સુંદરતા જ નહીં પણ સામાજીક મેસેજ પણ આપે છે-જુઓ Photos
અમદાવાદ શહેરની રસ્તાઓ ઘણા સર્કલો આવેલા છે, જે ટ્રાફિક સમસ્યાના નિવારણનું કામ પણ કરે છે. સાથે-સાથે શહેરની સુંદરતામાં પણ વધારો કરે છે. ઘણા સર્કલો નાના હોય છે તો ઘણા સર્કલ ખૂબ જ મોટા હોય છે આ સર્કલો કોર્પોરેશન દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા તો કોર્પોરેટ કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા હોય છે અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે.
1 / 9
અમદાવાદ શહેરનો વિકાસ અને વિસ્તાર ચારે દિશામાં થયો છે. શહેરમાં વિસ્તારની સાથે રસ્તાઓના નેટવર્કનું પણ વિસ્તરણ થયું છે. આ રસ્તાઓને જોડતા અનેક નાના મોટા જંકશનનો પણ બન્યા છે.
2 / 9
જેમકે દર્પણ છ રસ્તા, નેહરુ નગર પાંચ રસ્તા સર્કલ, લો ગાર્ડન ચાર રસ્તા, સુભાષ બ્રિજ સર્કલ. આ જંકશનનો ઉપર અલગ-અલગ સંદેશો આપતા વિવિધ સાઇઝના સર્કલો બનાવવામાં આવ્યા છે.
3 / 9
આ સર્કલ શહેરની સુંદરતામાં વધારો તો કરે જ છે સાથે-સાથે જ્યાં પાંચ કે છ રસ્તા ઉપર ભેગા થતા હોય તેવી જગ્યાએ ટ્રાફિક સમસ્યાના નિવારણનું કામ પણ કરે છે. ઘણા સર્કલો નાના હોય છે તો ઘણા સર્કલ ખૂબ જ મોટા હોય છે આ સર્કલો કોર્પોરેશન દ્વારા અથવા કોઈ સંસ્થા અથવા તો કોર્પોરેટ કંપનીઓ દ્વારા બનાવવામાં આવ્યા હોય છે અને તેનું મેન્ટેનન્સ કરવામાં આવે છે.
4 / 9
લો ગાર્ડન ચાર રસ્તા પાસે આવેલા સુંદર સર્કલ બનાવવામાં આવેલું છે. આ સર્કલ ચકલી સર્કલના નામે પણ ઓળખાય છે. આ સર્કલમાં નળમાંથી પાણી નીકળતું તો દેખાય છે પરંતુ નળ હવામાં હોય તેવી સુંદર કરામત કરવામાં આવી છે.
5 / 9
લખુડી છ રસ્તા તરીકે ઓળખાતા આ જંકશન ઉપર ક્લીન ઈન્ડિયાનો મેસેજ આપતું સર્કલ બનાવવામાં આવ્યું છે. આ સર્કલ બહુ મોટું નથી. પરંતુ તેમાં જે સંદેશો આપવામાં આવ્યો છે તે ઘણો જ સૂચક છે.
6 / 9
આ વિશાળ સર્કલ નવરંગ સ્કૂલ પાંચ રસ્તા તરીકે ઓળખાય છે. આ સર્કલની અંદર લોખંડનું બનેલું એક ગોળાકાર સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવ્યું છે. આ સર્કલની બીજી વિશેષતા એ છે કે આ સર્કલની અંદર આશરે 10 જાતના અલગ-અલગ વૃક્ષો અને છોડ વાવવામાં આવ્યા છે.
7 / 9
એનસીસી પરેડ ગ્રાઉન્ડ પાસે આ સર્કલમાં જુની બે આર્ટલરીને સામસામે ગોઠવીને ઊભું કરવામાં આવ્યું છે. ભારતીય લશ્કરમાંથી નિવૃત કરવામાં આવેલી આ તોપને આર્ટિલરી ગન તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય અમદાવાદમાં એરપોર્ટ રોડ ઉપર અને એરપોર્ટ સર્કલ ઉપર પણ જૂની તોપો ગોઠવીને સ્ટ્રક્ચર ઊભા કરવામાં આવ્યા છે. જે તત્કાલીન સમયની ભારતીય લશ્કરી શસ્ત્રો અને યુદ્ધની યાદ અપાવે છે.
8 / 9
કર્ણાવતી ક્લબથી એસ.પી. રીંગ રોડ તરફ જતા ચાર રસ્તા ઉપર આ સર્કલ બનાવવામાં આવ્યું છે. આ સર્કલમાં નેચરલ એનર્જીના ઉપયોગનો મેસેજ આપવામાં આવ્યો છે. પેટ્રોલિયમ પદાર્થો જેવા કે પેટ્રોલ ડીઝલ કોલસો વગેરેમાંથી વીજળી મેળવવાની જગ્યાએ પવનચક્કી દ્વારા કુદરતી રીતે વીજળી ઉત્પન્ન કરી શકાય છે.
9 / 9
આ સર્કલ ગાંધી આશ્રમ રાણીપ સુભાષ બ્રિજને જોડતા ચાર રસ્તા ઉપર આવેલું છે. આ સર્કલમાં વચ્ચે સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપવામા આવેલી છે. જેની આજુબાજુ સુંદર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. મહત્વની વાત એ છે કે આ સર્કલની થીમ ગીર જંગલ અને એસિયેટીક સિંહ ઉપર બનાવવામાં આવેલી છે. આ સર્કલમાં સિંહની સાથે અજગર વાંદરા વગેરેના સ્ટેચ્યુઓ પણ મૂકવામાં આવેલા છે.