
પ્રેમ દરવાજા - કહેવાય છે અંગ્રેજોએ રેલવે આવ્યા પછી રેલવે માટે આ પ્રેમ દરવાજાનું નિર્માણ ઈ. સન. 1864મા રૂ. 9140ના ખર્ચે કરાયુ હોવાનુ મનાય છે..

કાલુપુર દરવાજા - આ કાલુપુર દરવાજાનો ઈતિહાસ રસપ્રદ છે. ખાધાખોરાકી આ દરવાજાથી શહેરમાં આવતી હતી. જેના કારણે કાલુપુર દરવાજાની આસપાસ જીવન જરૂરી બધી જ વસ્તુઓના બજાર આવેલા છે. જેવા કે અનાજ, શાકભાજી, ફ્રુટ, તેલ બજાર, કાપડ માર્કેટ, મીઠાઈ માવાનું માર્કેટ, અને તમામ સીઝનલ માર્કેટ આવેલા છે.

પાંચકૂવા દરવાજા - પાંચકૂવા દરવાજા કાલુપુર રેલવે સ્ટેશનની થોડેક અંતરે આવેલો છે. ઈ. સન. 1871 મા તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. લોકવાયકા મુજબ એ સમયે દરવાજાની આજુબાજુમાં પાંચ કુવા આવેલા હતા. તેથી આ દરવાજાને પાંચકુવા દરવાજા તરીકે ઓળખવામાં આવે છે. આ દરવાજાના નિર્માણ પાછળ રૂ. 11450 નો ખર્ચ તે સમયે થયો હતો.

સારંગપુર દરવાજા - આ છે સારંગપુર દરવાજા જે દરવાજો તમે જોઈ શકો છો તેની આસપાસ ફૂલોની દુકાનો આવેલી છે.

રાયપુર દરવાજા - ભવ્ય દેખાતો આ રાયપુર દરવાજા ખૂબ લોકપ્રિય દરવાજામાનો એક છે. આ દરવાજો આવે એ પહેલાં આંખ કરતા નાકને પહેલાં ખબર પડી જાય છે. અહીયાથી આવતા જતા, ભજીયાની સુગંધ આવી જાય એટલે સમજી જવાનુ કે આ રાયપુર દરવાજા છે. દરવાજાના નામ પરથી અમદાવાદના ફેમસ ભજીયા પણ મળે છે.

આસ્ટોડિયો દરવાજા - રોડની મધ્યમા આવેલો આ આસ્ટોડિયો દરવાજા ખૂબ વિશાળ અને કારીગરીનો અદ્ભુત નજારો કહી શકાય તેની ફરતે પથ્થરની બોર્ડર કરી તેની જાળવણી કરવામાં આવી છે.

જમાલપુર દરવાજા - જમાલપુર દરવાજા એ ઐતિહાસીક જગન્નાથ મંદિરના નજીક આવેલો છે. આ દરવાજાનો ઉપયોગ વાહનની અવરજવર માટે થાય છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથના રથ આ દરવાજાની અંદરથી પસાર થાય છે.

ખાન એ જહા દરવાજા - આ દરવાજાનું નામ ખાન જહાન દરવાજો છે. દરવાજાની પાસે તેમની કબર આવેલી છે માટે આ દરવાજો તેમના નામે ઓળખાય છે. એનો એક ભાગ સાબરમતી નદીના કિનારે પડે છે.

રાયખડ દરવાજા- તસ્વીરમા દેખાતો આ દરવાજો આખરી દરવાજો છે શાહપુર દરવાજાથી આ દરવાજા નું અંતર અંદાજે 8 કિલોમીટર ની ત્રિજ્યા હોવાનું મનાય છે.