AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Terrace Garden : ઘરની સુંદરતા વધારવા અપનાવો ટેરેસ ગાર્ડનનો કોન્સેપ્ટ

ટેરેસ ગાર્ડન ( Terrace Garden ) માત્ર ધાબા પર જ નહીં પણ નાની બાલ્કની કે કોઈ પણ ખુલ્લી જગ્યાએ બનાવી શકાય છે. ગાર્ડનિંગ માટે અલગ-અલગ આઈડિયા પણ અમલમાં મુકવામાં આવી રહ્યો છે

Terrace Garden : ઘરની સુંદરતા વધારવા અપનાવો ટેરેસ ગાર્ડનનો કોન્સેપ્ટ
ઘરની સુંદરતા વધારવા અપનાવો ટેરેસ ગાર્ડનનો કોન્સેપ્ટ
Parul Mahadik
| Edited By: | Updated on: May 21, 2021 | 5:58 PM
Share

Terrace Garden: ઘરની સુંદરતા વધારવા માટે આજકાલ લોકો ટેરેસ ગાર્ડનને (Terrace Garden) મહત્વ આપવા લાગ્યા છે. આ ટેરેસ ગાર્ડન માત્ર ધાબા પર જ નહીં પણ નાની બાલ્કની કે કોઈ પણ ખુલ્લી જગ્યાએ બનાવી શકાય છે. ગાર્ડનિંગ ( Gardening ) માટે અલગ-અલગ આઈડિયા પણ અમલમાં મુકવામાં આવી રહ્યો છે. છેલ્લા થોડા સમયથી જોવા મળ્યું છે કે લોકો મકાન ખરીદતા સમયે ત્યાં ટેરેસ ગાર્ડન ( Garden ) માટે જગ્યા છે કે નહીં તે ખાસ જોવે છે.

 ઘરની સુંદરતામાં કરે વધારો : બંગલો એપાર્ટમેન્ટ માટે ટેરેસ ગાર્ડન એક સુંદર કોન્સેપ્ટ છે. કારણ કે તે વધુ જગ્યા રોકતો નથી અને કોઈ પણ નાની જગ્યામાં બાલ્કનીમાં કે કોઈ મોટી ગેલેરીમાં બગીચો બનાવી શકાય છે. નિષ્ણાતોના મત પ્રમાણે ત્યારે ગાર્ડન બનાવતા પહેલા સ્ટ્રકચરલ એન્જિનિયરની ( Structural Engineer )  સલાહ લેવી જોઈએ.

છત કે બાલ્કની હકીકતમાં ટેરેસ ગાર્ડનનું કેટલું વજન લેવા સક્ષમ છે. તેની માહિતીને સાથે ભેજની સમસ્યા રોકવામાં પણ મદદ કરે છે. યોગ્ય જગ્યાની પસંદગી કરવી જરૂરી છે. ટેરેસ ગાર્ડનને અનેક રીતે સજાવીને ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી શકાય છે. પણ શાકભાજી કે ફૂલ ઉગાડવાનો તમારો શોખ પણ પૂરો થઈ જશે. તમે ઘરની થીમને પણ ટેરેસ ગાર્ડન સાથે જોડી શકો છો. અને ઈચ્છો તો ઇન્ટિરિયરને ટેરેસ ગાર્ડન તરફ ફોક્સ કરી દો.

જગ્યાની પસંદગી મહત્વની ટેરેસ ગાર્ડનને કોઈપણ પ્રકારના બિલ્ડીંગ એપાર્ટમેન્ટ કોમર્શિયલ બિલ્ડીંગ કે પાર્કમાં બનાવી શકાય છે.આ માટે યોગ્ય પસંદગી કરવી જરૂરી છે.સૌથી પહેલાં ધ્યાન રાખવું કે જગ્યા ઢોળાવવાળી હોય જેથી પાણી બહાર નીકળી શકે. અહીં સૂર્યપ્રકાશ આવે એ જરૂરી છે. જેથી ફુલ નો વિકાસ થઈ શકે. આ જગ્યા છોડ અને માટી નું વજન ઊંચકી શકે તેવી સક્ષમ અને મજબુત પણ હોવી જોઈએ.

ટેરેસ ગાર્ડનમાં છોડની સાચવણી અને માટીને ભીની રાખવા માટે એ જગ્યાનું સારી રીતે વોટર પ્રૂફિંગ કરાવવું જરૂરી છે. આથી તેના માટે યોગ્ય મટીરીયલ જ પસંદ કરવું જોઇએ. ટેરેસ ગાર્ડન બનાવ્યા બાદ તેની જાળવણી પણ એટલી જ જરૂરી છે. છોડને દરરોજ પાણી નાખો ઓછું વજન ધરાવતા છોડ ટેરેસ ગાર્ડન માટે શ્રેષ્ઠ છે. કારણ કે તેમના મૂળિયા જમીનમાં ક્ષાર પેદા થવા દેતા નથી.

ફૂલોથી વધારી શકાય છે શોભા આજકાલ મોટા મોટા શહેરોમાં બહુમાળી બિલ્ડીંગ જોવા મળે છે ફ્લેટમાં રહેતા હોવા છતાં પોતાના ઘરઆંગણે હરિયાળી કોને ન ગમે. જોકે બહુમાળી બિલ્ડિંગો પર ઓછી જગ્યામાં સુંદર ફૂલો ઉગાડી શકાય છે. ગુલાબ અને રાતરાણી જેવા ફૂલના છોડ તમે ટેરેસ પર ઉગાડી શકો છો.પરંતુ તેને માટે જરૂર હોય છે થોડું પ્લાનિંગ. કોઈ છોડ પીળા પડવા લાગ્યા અથવા તો અગાસી માં ભેજ લાગવા માંડે ત્યારે તે વ્યવસ્થિત રીતે મેઈન્ટેઈન કરવું જોઈએ. જો યોગ્ય રીતે જાળવણી કરવામાં આવે તો જ એની સુંદરતા જળવાઇ રહે છે.

25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
અરવલ્લીની પર્વતમાળા અને તેના જંગલ વિસ્તારોમાં ખનનની મંજૂરી ક્યારેય નહી
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
ગુજરાત હાઇકોર્ટનો અંબાજી મંદિરને લઈને મહત્વનો હુકમ - જુઓ Video
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
જયરાજસિંહ જાડેજા-રાજુ સોલંકી વચ્ચે સમાધાન !
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
રાજકોટવાસીઓ નકલી ઘી,પનીર ખાતા પહેલા ચેતી જજો
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
સુભાષબ્રિજ સંપૂર્ણ તોડી પાડવા કન્સલ્ટન્ટ એજન્સીઓએ કરી ભલામણ
g clip-path="url(#clip0_868_265)">