અમુક વર્ષ સુધી ભાડે રહ્યા બાદ ભાડુઆત મિલકતનો માલિક બની શકે ? જાણો શું છે નિયમ ?

કાયદો પણ અમુક સંજોગોમાં ભાડુઆતને લાંબા સમય સુધી ભાડે રહ્યા બાદ મિલકતનો કબજો લેવાની સત્તા આપે છે. આ સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કાયદો શું કહે છે.

અમુક વર્ષ સુધી ભાડે રહ્યા બાદ ભાડુઆત મિલકતનો માલિક બની શકે ? જાણો શું છે નિયમ ?
Tenancy Law

ઘણી વાર સાંભળવા મળે છે કે ભાડુઆતે લાંબા સમય સુધી ભાડુ ચૂકવ્યા બાદ મકાન માલિકને મકાન ખાલી કરવાનો ઇનકાર કર્યો છે. તેનાથી મકાન માલિકોને ડર લાગે છે કે, કોઈ પણ ભાડુઆત લાંબા સમય સુધી ભાડે રહ્યા પછી તેમની મિલકતનો કબજો લઈ શકે છે. તેને લગતા અનેક પ્રકારના સમાચારો પણ બહાર આવતા રહે છે, જેમાં ભાડુઆત ઘર ખાલી ન કરવાની વાત સામે આવે છે.

કાયદો પણ અમુક સંજોગોમાં ભાડુઆતને લાંબા સમય સુધી ભાડે રહ્યા બાદ મિલકતનો કબજો લેવાની સત્તા આપે છે. આ સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કાયદો શું કહે છે. શું કોઈ ભાડુઆત ખરેખર અમુક સમય બાદ મિલકત પર માલિકી સાબિત કરી શકે છે. આ ઉપરાંત મકાન માલિકોને પણ અધિકાર છે કે તેઓ જ્યારે પણ ઇચ્છે ત્યારે ભાડુઆતને ઘર ખાલી કરાવી શકે છે.

કાયદો શું કહે છે ?

એડવોકેટ ચેતન પારીકના મતે, ક્યારેય ભાડુઆતનો મકાન માલિકની મિલકત પર કોઈ અધિકાર હોતો નથી. પરંતુ કેટલાક સંજોગોમાં, ભાડે રહેનાર વ્યક્તિ તે મિલકત પર પોતાનો હક વ્યક્ત કરી શકે છે. પરંતુ, ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટ મુજબ, એડવર્સ પઝેશનમાં આમ થતું નથી અને તેમાં મિલકતનો કબજો ધરાવનાર વ્યક્તિ તેને વેચવાનો પણ હકદાર છે. એટલે કે, જો કોઈ વ્યક્તિ 12 વર્ષ સુધી મિલકત પર એડવર્સ પઝેશન ધરાવે છે, તો તે મિલકત પર અધિકાર મેળવી શકે છે.

ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિએ તેની જાણકાર વ્યક્તિને રહેવા માટે તેની મિલકત આપી હોય અને તે 11 વર્ષથી વધુ સમયથી ત્યાં રહેતો હોય, તો તે વ્યક્તિ જે તે મિલકત પર અધિકાર જતાવી શકે છે. તેનાથી વિપરીત, જો કોઈ ભાડૂત અને મકાન માલિક સમય સમય પર ભાડા કરાર કરતા હોય, તો તેમને કોઈ સમસ્યા થશે નહીં. આ સ્થિતિમાં કોઈ તેમની સંપત્તિનો કબજો લઈ શકે નહીં.

શું છે સુપ્રીમ કોર્ટનો નિર્ણય ?

તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક નિર્ણય આપ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે મર્યાદા અધિનિયમ 1963 હેઠળ, ખાનગી સ્થાવર મિલકત પર મર્યાદાની વૈધાનિક અવધિ 12 વર્ષ છે, જ્યારે સરકારી સ્થાવર મિલકતના કિસ્સામાં તે 30 વર્ષ છે. આ સમયગાળો કબજાના દિવસથી શરૂ થાય છે. કાયદો તે વ્યક્તિ સાથે છે જેનો 12 વર્ષથી વધુ સમયથી સ્થાવર મિલકત પર કબજો છે. જો તેને 12 વર્ષ પછી તેને ત્યાંથી કાઢી નાખવામાં આવે છે, તો તેને ફરીથી મિલકત મેળવવા માટે મકાન માલિક પર કાયદાકીય કાર્યવાહી કરવાનો અધિકાર છે.

આ પણ વાંચો : શું ડેન્ગ્યુની સારવારમાં બકરીનું દૂધ ‘દવા’ તરીકે કામ કરે છે ? જાણો નિષ્ણાંતો શું કહે છે !

આ પણ વાંચો : લો બોલો, કર્મચારીએ સેલેરી માંગી તો બોસે કંઈક આ રીતે આપ્યુ વળતર ! જોઈને તમે પણ દંગ રહી જશો

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati