Most Expensive Salt: વિશ્વનું સૌથી મોંઘું મીઠું, 1 કિ.ગ્રા. મીઠાની કિંમત 8.30 લાખ રૂપિયા, તેને ખરીદવા લેવી પડશે લોન!

દુનિયાના દરેક દેશમાં ભોજન બનાવવા માટે મીઠાનો (Salt) ઉપયોગ કરવામાં આવે છે. ખોરાકના સ્વાદ માટે મીઠું જરૂરી છે અને મીઠા વગર ભોજન અધૂરું છે.

Most Expensive Salt: વિશ્વનું સૌથી મોંઘું મીઠું, 1 કિ.ગ્રા. મીઠાની કિંમત 8.30 લાખ રૂપિયા, તેને ખરીદવા લેવી પડશે લોન!
Icelandic Salt
Follow Us:
| Updated on: Jun 01, 2021 | 12:35 PM

દુનિયાના દરેક દેશમાં ભોજન બનાવવા માટે મીઠાનો (Salt) ઉપયોગ કરવામાં આવે છે. ખોરાકના સ્વાદ માટે મીઠું જરૂરી છે અને મીઠા વગર ભોજન અધૂરું છે. દુનિયાભરમાં અનેક પ્રકારના મીઠાનો ઉપયોગ સ્વાદ માટે કરવામાં આવે છે. તેમાનો એક પ્રકાર એવો છે કે જેને ખરીદવા માટે તમારે લોન પણ લેવી પડી શકે છે અને તે દુનિયાનું સૌથી મોંઘું મીઠું છે.

1 કિ.ગ્રા.ની કિંમત 8.30 લાખ રૂપિયા

આ મીઠાનું નામ આઈસલેન્ડિક મીઠું (Icelandic Salt) છે. આઈસલેન્ડિક મીઠાની કિંમત (Price) એટલી છે કે તેને વ્યક્તિના વિચારને બદલી નાખ્યો કે, જે એમ વિચારે છે કે મીઠું તો સસ્તું મળે છે. આઈસલેન્ડિક મીઠાને ખરીદવા માટે મોટી કિંમત ચુકવવી પડે છે. જો તમારે એક કિલો મીઠું ખરીદવું હોય તો લગભગ 8 લાખ ત્રીસ હજાર રૂપિયા ચૂકવવા પડશે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

લક્ઝરી આઈટમ છે આ મીઠુ

આઈસલેન્ડિક મીઠાને આઈસલેન્ડના ઉત્તરી-પશ્વિમી ભાગમાં હાથથી તૈયાર કરવામાં આવે છે. આ મીઠું આઈસલેન્ડના વેસ્ટફ્યોર્ડસમાં આવેલ સોલ્ટવર્કની ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવે છે. તે સ્થાન સંપૂર્ણ રીતે પહાડી છે અને વર્ષમાં અનેક દિવસો ત્યાં ભારે બરફ પડે છે. અહી દર વર્ષે 10 મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે. અનેક દિવસોની મહેનત બાદ આ મીઠું તૈયાર થાય છે.

શા માટે મીઠું મોંઘું છે

મીઠું બનાવવાની પ્રોસેસિંગ તેને વધારે ખાસ અને રોચક બનાવે છે. આ મીઠાને જિયોથર્મલ એનર્જીથી મળેલા પાવરથી તૈયાર કરવામાં આવે છે. જિયોથર્મલ પાવર એટલે ભૂસ્તર ઉર્જા અને તે ગ્રીક મેટલ જિયોથી આવે છે. રેકિન દ્વીપકલ્પ પર હાજર જિયોથર્મલ એનર્જીનો ઉપયોગ કરીને આ મીઠાને તૈયાર કરવામાં આવે છે. વિશ્વનું સૌથી શુદ્ઘ સમુદ્રનું પાણી રેકિન દ્વીપકલ્પ પર અસ્તિત્વ ધરાવે છે.

આ રીતે મીઠું તૈયાર થાય છે

સમુદ્રના પાણીને ફેક્ટરીમાં લાવવામાં આવે છે. ત્યારબાદ પાણીને મોટી બિલ્ડિંગ્સમાં પાઈપ દ્વારા મોકલવામાં આવે છે, તે જગ્યા પર અનેક પુલ બનેલા હોય છે અને દરેક પુલમાં રેડિયેટર્સ હોય છે. આ રેડિયેટર્સની મદદથી પાણી વહે છે અને સમુદ્રના પાણીને ગરમ કરે છે. ટેન્કથી લઈને પેન અને ડ્રાઈંગ રૂમ બધુ ગરમ પાણીથી સજ્જ હોય છે. મીઠું બનીને તૈયાર થાય છે તો કે હળવા લીલા રંગનું હોય છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">