જે ‘મહાશયજી’ ક્યારેક તાંગો ચલાવતા હતા, આજે તેઓ બની ચુક્યા છે દેશના અનેક ક્રિકેટરો કરતા પણ વધુ અમીર, દેશની દરેક ગૃહિણીની જીભે હોય છે આમની PRODUCTનું નામ !
95 વર્ષીય ધરમ પાલ ગુલાટી કદાચ દુનિયાના સૌથી વૃદ્ધ એડ સ્ટાર છે અને આ જ તેમની પ્રસિદ્ધિનું એકમાત્ર કારણ નથી. ધરમ પાલ ગુલાટી 2 હજાર કરોડ રૂપિયાના બજાર કિંમતના મહાશિયન દી હટ્ટી (MDH) ગ્રુપના માલિક છે. તેમને વેપાર-વેપાર ઉદ્યોગ જગતમાં શ્રેષ્ઠ યોગદાન માટે તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસે કેન્દ્ર સરકારે પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજ્યા છે. ભારત […]

95 વર્ષીય ધરમ પાલ ગુલાટી કદાચ દુનિયાના સૌથી વૃદ્ધ એડ સ્ટાર છે અને આ જ તેમની પ્રસિદ્ધિનું એકમાત્ર કારણ નથી.

ધરમ પાલ ગુલાટી
ધરમ પાલ ગુલાટી 2 હજાર કરોડ રૂપિયાના બજાર કિંમતના મહાશિયન દી હટ્ટી (MDH) ગ્રુપના માલિક છે. તેમને વેપાર-વેપાર ઉદ્યોગ જગતમાં શ્રેષ્ઠ યોગદાન માટે તાજેતરમાં જ પ્રજાસત્તાક દિવસે કેન્દ્ર સરકારે પદ્મ ભૂષણ પુરસ્કારથી નવાજ્યા છે. ભારત સરકારની નવી આયુષ્માન યોજનાનું બજેટ 2 હજાર કરોડ રૂપિયા છે, તેટલી મોટી એમડીએચ કંપની છે.

ધરમ પાલ ગુલાટી
જેવી જ આ જાહેરાત થઈ કે ગુલાટીને પદ્મ ભૂષણ સન્માન મળવાનું છે, તેમના ઘરે ફોનની ઘંટડીઓ રણકવા લાગી અને શુભેચ્છાઓનો વરસાદ શરુ થઈ ગયો.
‘મહાશયજી’ના નામે વિખ્યાત ધરમ પાલ ગુલાટી પદ્મ ભૂષણ મળતા બહુ જ ખુશ છે. મહાશયજી કહે છે, ‘હું બીજો કોઈ નશો નથી કરતો. મને પ્રેમનો નશો છે. બાળકો અને મોટેરાઓ જ્યારે મને મળવા આવે છે અને મારી સાથે સેલ્ફી તથા તસવીરો ખેંચાવડાવે છે, તો મને બહુ ગમે છે.’
આપને જાણીને આશ્ચર્ય થશે કે 2 હજાર કરોડની કંપની એમડીએચના આ યંગ સીઈઓ એટલે ધરમ પાલ ગુલાટી માત્ર પાંચમુ ધોરણ સુધી ભણ્યા છે. આગળના અભ્યાસ માટે સ્કૂલે ન ગયા, પણ યૂરોમૉનિટર નામની સંસ્થાના જણાવ્યા મુજબ ગુલાટી FMCG (ફાસ્ટ મૂવિંગ કંઝ્યુમર ગુડ્સ) સેક્ટરના સૌથી વધુ કમાણી કરનાર CEO છે.

ધરમ પાલ ગુલાટી
સૂત્રોએ જણાવ્યું કે વર્અષ 2018માં મહાશયજીને 25 કરોડ રૂપિયા ઇન-હૅંડ સૅલેરી મળી. 27 માર્ચ, 1923ના રોજ અવિભાજિત ભારતના સિયાલકોટ (હાલમાં પાકિસ્તાન)માં જન્મેલા ધરમ પાલ ગુલાટીની ફર્શથી અર્શ સુધી પહોંચવાની કહાણી બહુ જ રસપ્રદ છે.
આ પણ વાંચો : શુક્રનો થઈ રહ્યો છે ધનમાં પ્રવેશ : જો તમારી આ રાશિ છે, તો તમારા જીવનમાં ખુશીઓ, આનંદ અને ઉલ્લાસ ભરી દેશે શુક્ર !

તાંગો ચલાવતા ધરમ પાલ ગુલાટી
1947માં જ્યારે ભારતના ભાગલા થયાં, ત્યારે ધરમ પાલ ગુલાટી ભારત આવી વસ્યા. તે સમયે તેમની પાસે 1,500 રૂપિયા હતાં. ભારત આવીને તેમણે પરિવારના ભરણ-પોષણ માટે તાંગો ચલાવવાનું શરુ કર્યું.

દિલ્હીમાં શરુ કરેલી દુકાન મહાશિયન દી હટ્ટી
બહુ જ ટૂંકા ગાળામાં તેમના પરિવાર પાસે એટલી મિલકત જમા થઈ ગઈ કે તેમણે દિલ્હીના કરોલબાગ ખાતે આવેલા અજમલ ખાં રોડ પર મસાલાની એક દુકાન ખોલી.
આ દુકાનથી મસાલાનો કારોબાર ધીમે-ધીમે એટલો ફેલાઈ ગયો કે આજે એમડીએચ ગ્રુપની ભારત તથા દુબઈમાં 18 ફૅક્ટરીઓ છે. આ ફૅક્ટરીઓમાં તયાર થતા એમડીએચ મસાલા આખી દુનિયામાં પહોંચે છે. એમડીએચની 62 પ્રોડક્ટ્સ છે. કંપનીનો દાવો છે કે ઉત્તર ભારતના 80 ટકા બજાર પર તેનો કબજો છે.

પોતાના માતા-પિતા સાથે ધરમ પાલ ગુલાટી
ધરમ પાલ ગુલાટી 27 માર્ચ, 2019ના રોજ 96 વર્ષના થઈ જવાના છે. આમ છતાં તેઓ દરરોજ દિલ્હી, ફરીદાબાદ કે ગુરુગ્રામન કોઈને કોઈ ફૅક્ટ્રીની મુલાકાત લેતા રહે છે. તેમની છ દીકરીઓ અને એક પુત્ર તેમના મસાલા સામ્રાજ્યના સંચાલનમાં મદદ કરે છે.

પરિવાર સાથે ધરમ પાલ ગુલાટી
મહાશયજી કહે છે, ‘મારા લાંબા આયુષ્યનું રહસ્ય ઓછું જમવા અને નિયમિત વ્યાયામમાં છુપાયેલું છે.’ તેઓ પોતાની બાજુઓ ફફડાવતા અને સફેદ બતાવતા કહે છે, ‘હું ડોસો નથી, યુવાન છું.’ તેઓ સવારે 4 વાગ્યે પથારી છોડી દે છે. પછી થોડીક કસરત અને હળવો નાસ્તો કર્યા બાદ ટહેલવા માટે નહેરૂ પાર્ક જતા રહે છે. સાંજે અને પછી રાત્રે ભોજન બાદ પણ ટહેલે છે. તેઓ મોબાઇલ ફોન પર દેશ-દુનિયાના સમાચારો લેતા રહે છે અને વૉટ્સએપ યૂઝર પણ છે.
આ પણ વાંચો : કૉંગ્રેસ મુખ્યાલયમાં કયો છે એ LUCKY ROOM કે જેને પામવા માટે નેતાઓમાં લાગી છે હોડ ? કોને ફાળે આવશે આ LUCKY ROOM ?

પરિવાર સાથે ધરમ પાલ ગુલાટી
મહાશયજીને લાઇમલાઇટમાં રહેવું ગમે છે. ટીવી એડમાં તેમણે અચાનક ડેબ્યુ નહોતુ કર્યું. હકીકતમાં, જ્યારે એક વખત એક જાહેરખબરમાં દુલ્હનના પિતાની ભૂમિકા ભજવનાર એક્ટર શૂટિંગ પર નહોતો પહોંચી શક્યો. ગુલાટી યાદ યાદ કરે છે, ‘જ્યારે ડાયરેક્ટરે મને કહ્યું કે હું જ પિતાની ભૂમિકા ભજવી નાખુ, તો મને લાગ્યું કે આનાથી થોડાક પૈસા પણ બચી જશે, એટલે મેં હા કહી દીધી. ત્યાર બાદ મેં પાછું વળીને ન જોયું.’ બસ ત્યારથી જ મહાશયજી એટલે ધરમ પાલ ગુલાટી એમડીએચની ટીવી એડમાં જોવા મળે છે.
[yop_poll id=881]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]