એક વ્યક્તિ દિવસમાં કેટલી વખત શ્વાસ લે છે ? તમારા શરીરમાંથી દરરોજ કેટલો પરસેવો નીકળે છે ? જાણો

દિવસ દરમિયાન એવી ઘણી ક્રિયાઓ છે, જે આપણે સતત કરીએ છીએ, પરંતુ તેના પર વધારે ધ્યાન આપતા નથી. શું તમે જાણો છો કે 24 કલાકમાં વ્યક્તિ કેટલી વખત શ્વાસ લે છે ?

એક વ્યક્તિ દિવસમાં કેટલી વખત શ્વાસ લે છે ? તમારા શરીરમાંથી દરરોજ કેટલો પરસેવો નીકળે છે ? જાણો
વ્યક્તિ દિવસમાં કેટલી વાર શ્વાસ લે છે ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 12:28 PM

માનવ શરીર રહસ્યથી ભરેલું છે. લાખો કોષો, કેટલા બધા લિટર લોહી, અનેક હાડકાં અને બીજી ઘણી વસ્તુઓ આપણા શરીરને સારી રીતે કાર્ય કરવામાં મદદ કરે છે. એવી ઘણી ક્રિયાઓ છે, જે દિવસ દરમિયાન આપણે સતત કરીએ છીએ, પરંતુ તેના પર વધારે ધ્યાન આપતા નથી. આવી જ એક ક્રિયા શ્વાસ લેવાની છે. તેના વિના આપણે આપણા જીવનની કલ્પના પણ કરી શકતા નથી. પરંતુ શું તમે જાણો છો કે 24 કલાકમાં વ્યક્તિ કેટલી વાર શ્વાસ લે છે ? આવો જાણીએ આવી કેટલીક હકીકતો.

શ્વાસ એક એવી ક્રિયા છે જે આપણે 24 કલાક કરીએ છીએ. તંદુરસ્ત વ્યક્તિ પ્રતિ મિનિટ આશરે 16 વખત શ્વાસ લે છે. તેનો અર્થ એ છે કે આપણે એક કલાકમાં લગભગ 960 વખત અને દિવસમાં 23,040 વખત શ્વાસ લઈએ છીએ. જો આ વર્ષમાં ગણવામાં આવે તો તે 8,409,600 થઈ જશે. તેનો અર્થ એ છે કે એક વર્ષમાં આપણે ઘણા શ્વાસ લેવાની કસરત કરીએ છીએ.

દરરોજ એક માણસ 2000 ગેલનથી વધુ હવા શ્વાસમાં લે છે. તમે જે શ્વાસ લો છો તે તમારા ફેફસામાં અને ત્યાંથી તમારા લોહીમાં જાય છે. તે પછી તમારા લોહીના પ્રવાહ દ્વારા તમારા શરીરના તમામ કોષો સુધી પહોંચાડવામાં આવે છે.

Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?
નવસારીમાં ઇજાગ્રસ્ત શિયાળનું કરાયું રેસ્ક્યૂ, હાલત હતી ગંભીર, જુઓ Video
IPL Auction : ઋષભ પંત પર 27 કરોડ રૂપિયા ખર્ચનાર સંજીવ ગોયંકા કેટલા અમીર છે?
Beauty with Brain : IPL ઓક્શનમાં કરોડો ખર્ચનાર કાવ્યા મારને 24 કલાકમાં કરી 971 કરોડની કમાણી
વિશ્વના સૌથી ચમત્કારિક મંત્ર વિશે જાણી ચોંકી જશો, દેવરહા બાબાએ જણાવ્યો, જુઓ Video
IPL ઓક્શનમાં બિઝનેસ વુમન નીતા અંબાણીએ ખેંચ્યું લોકોનું ધ્યાન, જુઓ Video

સામાન્ય રીતે કેટલીક શારીરિક પ્રવૃત્તિ દરમિયાન સરેરાશ વ્યક્તિ 0.5-2 લિટર પ્રતિ કલાક પરસેવો વહાવે છે. પરંતુ કેટલાક અભ્યાસો અનુસાર, લોકોને દિવસમાં ઓછામાં ઓછા 3 લિટર જેટલો પરસેવો નિકળે છે. પરસેવો એ શરીરમાંથી બહાર આવતા પાણીના ટીપાં છે. તેમાં એમોનિયા, યુરિયા, મીઠું અને ખાંડ વગેરે હોય છે. જ્યારે પણ આપણા શરીરનું તાપમાન સામાન્ય કરતા વધારે થાય છે. શરીરના તાપમાનને નિયંત્રિત કરવા માટે તે ગ્રંથીઓ સક્રિય થાય છે.

પરસેવો આપણા શરીરમાંથી ઝેરી તત્વોને પણ દૂર કરે છે. ઘણા સંશોધનો અનુસાર, મીઠું, ખાંડ સિવાય કોલેસ્ટ્રોલ અને આલ્કોહોલ જેવા પદાર્થો પણ માનવ પરસેવામાં જોવા મળે છે. આ સ્થિતિમાં શરીર સારી રીતે સાફ થાય છે અને તમામ અંગો વધુ સારી રીતે કામ કરે છે.

આ પણ વાંચો : કેળના ઝાડના કચરાને વેસ્ટ ન સમજો, તેમાંથી મળતા ફાઈબર દ્વારા ખેડૂતો કરી શકે છે કમાણી

આ પણ વાંચો : Good News: હવે હાંફયો કોરોના, 183 દિવસમાં જોવા મળ્યા સૌથી ઓછા એક્ટિવ કેસ, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા નવા કેસ આવ્યા

g clip-path="url(#clip0_868_265)">