ફેક વેબસાઈટ કરી શકે છે તમને ઠનઠન ગોપાલ, બચવા માટે કરી શકો છો આ ટિપ્સને ફોલો

ફેક વેબસાઈટ કરી શકે છે તમને ઠનઠન ગોપાલ, બચવા માટે કરી શકો છો આ ટિપ્સને ફોલો
File photo

સાયબર ક્રાઈમના કેસો (Cyber crime case) ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચાલો જાણીએ કે સ્પૂફિંગ (spoofing) શું છે અને તેનાથી બચવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

TV9 GUJARATI

| Edited By: Charmi Katira

Oct 22, 2021 | 7:46 AM

આજના યુગમાં મોટાભાગના લોકો બેંકને લગતા કામ માટે ઇન્ટરનેટ અને સ્માર્ટફોનની મદદ લે છે. આ સ્થિતિમાં સાયબર ગુનેગારો પણ આનો લાભ લઈ રહ્યા છે. અને સાયબર ક્રાઈમના કેસો (Cyber crime case) ઝડપથી વધી રહ્યા છે. આ સ્થિતિમાં સાવચેત રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આમાંની એક પદ્ધતિ સ્પુફિંગ છે. ચાલો જાણીએ કે સ્પૂફિંગ (spoofing) શું છે અને તેનાથી બચવા માટે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.

સ્પૂફિંગ શું છે? વેબસાઈટ સ્પૂફિંગમાં વેબસાઈટ બનાવવામાં આવે છે. જે નકલી છે. તેનો હેતુ વ્યક્તિ સાથે છેતરપિંડી કરવાનો છે. સાયબર ગુનેગારો સાચી વેબસાઈટનું નામ, લોગો, ગ્રાફિક્સ અને કોડનો પણ ઉપયોગ કરે છે જેથી નકલી વેબસાઈટ અસલ જેવી દેખાય. તેઓ તમારી બ્રાઉઝર વિન્ડોની ટોચ પર એડ્રેસ ફીલ્ડમાં દેખાતા URL ની પણ નકલ કરી શકે છે. આ સાથે તેઓ જમણી બાજુએ આપેલ પેડલોક આયકનની નકલ પણ કરે છે.

સાયબર ગુનેગારો કેવી રીતે કામ કરે છે? અપરાધીઓ ફેક વેબસાઇટ પર ઇમેઇલ મોકલે છે, જે તમને તમારા એકાઉન્ટ સંબંધિત માહિતીને અપડેટ અથવા કન્ફર્મ કરવાનું કહે છે. આ એકાઉન્ટને લગતી સંવેદનશીલ માહિતી મેળવવાના હેતુથી કરવામાં આવે છે. આ વિગતોમાં તમારું ઈન્ટરનેટ બેંકિંગ યુઝર આઈડી, પાસવર્ડ, પિન, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેંક એકાઉન્ટ નંબર, કાર્ડ વેરિફિકેશન વેલ્યુ (સીવીવી) નંબરનો સમાવેશ થાય છે.

છેતરપિંડી ટાળવા માટેની સલામતી ટીપ્સ ધ્યાનમાં રાખો કે બેંક ક્યારેય કોઈ ગોપનીય માહિતી માંગતા ઇમેઇલ મોકલતી નથી. જો તમને તમારી ઈન્ટરનેટ બેંકિંગ સુરક્ષા વિગતો જેમ કે PIN, પાસવર્ડ અથવા એકાઉન્ટ નંબર માટે પૂછતા ઈમેઈલ મળે તો તો તમારે તેનો જવાબ ન આપવો જોઈએ.

પેડલોક આઇકન ચેક કરો. તેઓ બ્રાઉઝર વિન્ડોમાં ગમે ત્યાં પેડલોક આયકન દર્શાવે છે. ઉદાહરણ તરીકે, માઈક્રોસોફ્ટ ઈન્ટરનેટ એક્સપ્લોરરમાં, બ્રાઉઝર વિન્ડોની નીચે જમણી બાજુએ લોક આયકન દેખાય છે. સુરક્ષા સંબંધિત વિગતો તપાસવા માટે સાઇટ પર બે વાર ક્લિક કરો.

વેબપેજનું URL ચેક કરો. વેબ બ્રાઉઝ કરતી વખતે, URL “http” થી શરૂ થાય છે. જો કે, સિક્યોર કનેક્શનમાં એડ્રેસ https થી શરૂ થાય છે. https એટલે કે પેજ સુરક્ષિત છે. અહીં યુઝર્સનું નામ અને પાસવર્ડ સર્વર પર મોકલતા પહેલા તેને એન્ક્રિપ્ટ કરવામાં આવશે.

આ પણ વાંચો : Corona Updates: રશિયામાં કોરોનાથી હાહાકાર, 24 કલાકમાં 1024 લોકોનાં મોત અને 34 હજાર કરતા વધારે નોંધાયા નવા કેસ

આ પણ વાંચો :ખુશખબર : દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati