ખુશખબર : દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો

દિવાળી પહેલા સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવા માટે કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

ખુશખબર : દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો
Central cabinet approves 3 per cent hike in DA
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 5:29 PM

સરકારે કેન્દ્રીય કર્મચારીઓને સારા સમાચાર આપ્યા છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ (Central Government Employee) અને પેન્શનરોના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવા માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. સૂત્રો મુજબ કેન્દ્રીય કેબિનેટ દ્વારા કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને આપવામાં આવતા મોંઘવારી ભથ્થામાં 3%ના વધારા અંગે ગુરૂવારે ચર્ચા થઈ હતી, ત્યારબાદ મોંઘવારી ભથ્થુ વધારવાની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

દિવાળી પહેલા મોંઘવારી ભથ્થામાં વધારો

મોંઘવારી ભથ્થામાં કરવામાં આવેલા વધારા બાદ હવે કર્મચારીઓને મળતુ ડીએ 31 ટકા થશે. આ વર્ષે જુલાઈમાં કેન્દ્રીય કેબિનેટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત (DR) દરમાં 1 જુલાઈથી 11 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. આ સાથે DAનો નવો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો હતો. ત્યારે હવે DAમાં ત્રણ ટકાનો વધારો થતાં નવો દર 31 ટકા થયો છે.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

મને ક્યારે લાભ મળશે?

આ નવા દરો 1 જુલાઈ, 2021થી લાગુ થશે. તેમજ અગાઉની બાકી રકમ પણ કર્મચારીઓને આપવામાં આવશે. આ મૂળભૂત પગાર(Basic Salary)  અને પેન્શનના હાલના 28% પર વધારાના 3% ચૂકવવાપાત્ર હશે. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને લાભ થશે. આ સાથે કેન્દ્ર સરકારની તિજોરી પર દર વર્ષે 9,488.70 કરોડનો બોજ આવશે.

કેન્દ્રીય કર્મચારીઓને મોદી સરકારની મોટી ભેટ

તમને જણાવી દઈએ કે કર્મચારી યુનિયન (Employee Union) દ્વારા મોંઘવારી ભથ્થામાં વધારા અંગે માંગ કરવામાં આવી હતી. જેને કારણે મોદી સરકાર દ્વારા મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં થયેલ 3 ટકાના વધારાને કારણે હવે કર્મચારીઓને 31 ટકા મોંઘવારી ભથ્થુ મળવાપાત્ર છે.

આ પણ વાંચો: LIC ના પોલિસી ધારકો માટે અગત્યના સમાચાર, તાત્કાલિક પતાવી લો આ કામ, નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

આ પણ વાંચો: Stock Update : શેરબજારના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? જાણો અહેવાલ દ્વારા

g clip-path="url(#clip0_868_265)">