Black Pepper Tea : કાળા મરીની ચા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના અન્ય પણ ઘણા છે સ્વાસ્થ્ય લાભો

કાળા મરીની ચા શરીરના મેટાબોલિક રેટને વધારે છે. તેથી તે વજન ઘટાડવામાં મદદ કરે છે. આવો જાણીએ તેના અન્ય ઘણા સ્વાસ્થ્ય લાભો વિશે

Black Pepper Tea : કાળા મરીની ચા વજન ઘટાડવા માટે ખૂબ જ ફાયદાકારક છે, તેના અન્ય પણ ઘણા છે સ્વાસ્થ્ય લાભો
health benefits of black pepper tea
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 23, 2022 | 2:26 PM

કાળા મરી એ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતા મસાલાઓમાનું એક છે.  તે ભોજનનો સ્વાદ અને સુગંધ બંનેમાં વધારો કરે છે. કાળા મરીનો ઉપયોગ અનેક પ્રકારની વાનગીઓમાં થાય છે. શાકભાજી, કરી અને ઉકાળો વગેરે બનાવવામાં પણ તે ઉપયોગમાં લેવાય છે. કાળા મરીમાં ભરપૂર માત્રામાં મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તે આપણા સ્વાસ્થ્ય(Health) માટે ખૂબ જ ફાયદાકારક છે (Benefits of Black Pepper).

તમે સ્વાસ્થ્યના ફાયદા મેળવવા માટે કાળા મરીની ચાનું પણ સેવન કરી શકો છો. તમે સરળતાથી આ ચા ઘરે બનાવી શકો છો અને તેના સ્વાસ્થ્ય લાભો મેળવી શકો છો. આવો જાણીએ કે તમે તેને કેવી રીતે ઘરે બનાવી શકો છો અને તેના શું ફાયદા છે.

કાળા મરીની ચા કેવી રીતે બનાવવી

આ ચા બનાવવા માટે, તમારે 2 કપ પાણી, 1 ચમચી કાળા મરી પાવડર, 1 ચમચી મધ, 1 ચમચી લીંબુનો રસ અને 1 ચમચી સમારેલા આદુની જરૂર પડશે. આ માટે સૌપ્રથમ એક તપેલીમાં પાણી લો અને તેને ઉકળવા દો. તપેલીમાં બધી સામગ્રી નાખો અને ધીમા તાપ પર કુક થવા દો. તેને 3 થી 5 મિનિટ સુધી ચડવા દો. સ્વાદ વધારવા માટે તમે તેમાં મધનો પણ ઉપયોગ કરી શકો છો.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

કાળા મરીની ચાના સ્વાસ્થ્ય લાભો

કાળા મરી વજન ઘટાડવામાં મદદ કરે છે. તેમાં થર્મોજેનિક એજન્ટ હોય છે. તે મેટાબોલિક રેટને વધારવામાં મદદ કરે છે. તે પાચનશક્તિ સુધારે છે. તે ચરબી બર્ન કરવામાં પણ મદદ કરે છે. દરરોજ કાળા મરીની ચા પીવાથી વજન નિયંત્રણમાં મદદ મળે છે.

રોગપ્રતિકારક શક્તિ વધે છે

કાળા મરીમાં પાઇપરિન હોય છે. જે રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે જાણીતું છે. કાળા મરીમાં શરીરમાં હાજર મુક્ત રેડિકલ સામે લડવાનો પણ ગુણ છે. તે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે.

શરદી, ઉધરસથી બચાવે છે

બદલાતી ઋતુમાં વ્યક્તિને વારંવાર શરદી, ખાંસી જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શરદી અને ઉધરસ જેવી મોસમી સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવા માટે ગરમ મરીની ચાનું સેવન કરી શકાય છે. અસ્થમાથી પીડિત લોકો માટે પણ તે ફાયદાકારક છે.

શરીરને ડિટોક્સિફાય કરે છે

કાળા મરીની ચા શરીરમાંથી તમામ હાનિકારક ટોક્સિન્સને દૂર કરવામાં પણ મદદ કરે છે. આનાથી શરીરની કામગીરીમાં સુધારો થાય છે. તે વજન ઘટાડવામાં મદદ કરે છે.

આ પણ વાંચો-

આંખમાં જીવતી માખી પ્રવેશી તો મહિલાને સારવાર માટે આવવું પડ્યું અમેરિકાથી ભારત

આ પણ વાંચો-

જો તમે નિયમિત રૂપે પેઈનકિલર લો છો તો, જાણો પેઈનકિલરનું નુકસાન અને શરીર પર તેની આડ અસર

g clip-path="url(#clip0_868_265)">