ના હોય ! એક 28 વર્ષના પુરુષે બાળકને આપ્યો જન્મ ! ડેટિંગ સાઇટ પર મળેલા એક શખ્સ સાથેની ‘મુલાકાતે’ બનાવ્યો પ્રેગ્નન્ટ

ના હોય ! એક 28 વર્ષના પુરુષે બાળકને આપ્યો જન્મ ! ડેટિંગ સાઇટ પર મળેલા એક શખ્સ સાથેની 'મુલાકાતે' બનાવ્યો પ્રેગ્નન્ટ
A Man Gives Birth to Daughter

PHD સ્ટુડન્ટ અને મેન્ટલ હેલ્થ વર્કર તરીકે કામ કરતાં એશે જણાવ્યું કે તે ડેટિંગ એપ પર એક અજાણ્યા વ્યક્તિને મળ્યો હતો જેની સાથે તેણે એક રાત વિતાવી હતી.

TV9 GUJARATI

| Edited By: Rahul Vegda

Jan 09, 2022 | 11:22 PM

વિજ્ઞાન અને ટેક્નોલોજી (Science and Technology) માં આવી રહેલા નવીન બદલાવને કારણે ઘણા અજીબો-ગરીબ કિસ્સા સામે આવી રહ્યા છે, જેને જાણીને લોકો અચંબિત થઈ જાય છે. ઘણી વખત લોકો આવી અજીબ ઘટનાઓને પચાવી શકતા નથી કારણ કે આ ફેરફારો સમાજની સામાન્ય વિચારસરણીથી ખૂબ જ અલગ છે. તાજેતરમાં પણ કંઈક એવું જ બન્યું, અમેરિકાના એક 28 વર્ષના પુરુષ વ્યક્તિ વિશે એક ઘટના સામે આવી છે કે જેણે વર્ષ 2020માં પોતાની દીકરીને જન્મ આપ્યો (A Man Gives Birth to Daughter).

અમેરિકાના વેસ્ટ વર્જિનિયાની 28 વર્ષની એશ પેટ્રિક શેડ (Ash Patrick Schade ) નો જન્મ એક મહિલા તરીકે થયો હતો પરંતુ તે પોતાને એક પુરુષ બનાવવા માંગતી હતી. વર્ષ 2020 ના થોડા વર્ષો પહેલા, તે ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન બ્લોકર લઈ રહી હતી જેથી તે ટ્રાંજીશન કરી શકે, પરંતુ ફેબ્રુઆરી 2020 માં તેને અચાનક ખબર પડી કે તે ગર્ભવતી છે.

એશે હોર્મોન ટ્રીટમેન્ટ દરમિયાન બાળકને જન્મ આપ્યો હતો PHD સ્ટુડન્ટ અને મેન્ટલ હેલ્થ વર્કર તરીકે કામ કરતી એશે જણાવ્યું કે તે ડેટિંગ એપ પર એક અજાણ્યા વ્યક્તિને મળ્યો હતો જેની સાથે તેણે એક રાત વિતાવી હતી. જ્યારે એશને પ્રેગ્નન્સી વિશે ખબર પડી ત્યારે તે સ્તબ્ધ થઈ ગઈ અને તેણે તે જ સમયે તેની હોર્મોન ટ્રીટમેન્ટ બંધ કરી દીધી. તે પોતાના બાળકને જન્મ આપવા માંગતો હતો. તે જ વર્ષે તેને તેમની પુત્રી રોનનને જન્મ આપ્યો.

એશની પ્રેગ્નન્સી જોઈને ડોક્ટર્સ થયા હેરાન એક મીડિયા રિપોર્ટ મુજબ એશ લાંબા સમયથી પોતાના લિંગને લઈને મુશ્કેલીમાં હતી. તે નક્કી કરી શકી નહીં કે તે શું બનવા માંગે છે. પરંતુ જ્યારે તેને પ્રેગ્નન્સીની ખબર પડી ત્યારે તેણે નક્કી કર્યું કે તે બાળકને જન્મ આપશે. તે કહે છે કે લોકડાઉનનો સમય તેના માટે સારો ગયો કારણ કે તે તેની પુત્રીનો ઉછેર કરી રહ્યો હતો.

એશે જણાવ્યું કે તે તેના 28 વર્ષના પતિ જોર્ડન સાથે રહે છે, જે બાળકની ખૂબ કાળજી રાખે છે. એશે કહ્યું કે જ્યારે તે ગર્ભવતી થઈ ત્યારે તે ટેસ્ટોસ્ટેરોન જેલ પર હતી અને એસ્ટ્રોજન બ્લોકર દવા પણ લેતી હતી. તેણે કહ્યું કે તે કેવી રીતે ગર્ભવતી થઈ તે જાણીને ડોક્ટરો પણ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે કહ્યું કે તે તેની પ્રેગ્નન્સીથી ખૂબ જ ખુશ છે.

આ પણ વાંચો: કંપનીઓ કર્મચારીઓ માટે ફરી લાગુ કરી રહી છે વર્ક ફ્રોમ હોમ, કોરોનાની નવી લહેર બની કારણ

આ પણ વાંચો: Mumbai Corona: સેલ્ફ-કિટથી વધ્યું જોખમ, ઘરે બેઠા લોકો કરી રહ્યા છે કોરોના ટેસ્ટ, મુંબઈના મેયરે આપ્યા પ્રતિબંધ મુકવાના સંકેત

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati