Mumbai Corona: સેલ્ફ-કિટથી વધ્યું જોખમ, ઘરે બેઠા લોકો કરી રહ્યા છે કોરોના ટેસ્ટ, મુંબઈના મેયરે આપ્યા પ્રતિબંધ મુકવાના સંકેત

લોકો ઘરે બેઠા જ કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. આ કારણે બીએમસીને તેમના સંક્રમિત થવાની માહિતી મળી રહી નથી. આવી સ્થિતિમાં શહેરમાં કોરોના સંક્રમિતોના વાસ્તવિક આંકડા બહાર આવી રહ્યા નથી.

Mumbai Corona: સેલ્ફ-કિટથી વધ્યું જોખમ, ઘરે બેઠા લોકો કરી રહ્યા છે કોરોના ટેસ્ટ, મુંબઈના મેયરે આપ્યા પ્રતિબંધ મુકવાના સંકેત
કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટથી મુંબઈમાં કોરોના સંક્રમણનું જોખમ વધ્યું ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 09, 2022 | 10:08 PM

મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. સતત 40 હજારથી વધુ કોરોના કેસ સામે આવી રહ્યા છે. આ 40 હજારમાંથી 20 હજારથી વધુ કેસ એકલા મુંબઈમાં (Mumbai Corona) સામે આવી રહ્યા છે. મહારાષ્ટ્રમાં કુલ કોરોના સંક્રમિત દર્દીઓમાંથી અડધા મુંબઈમાં છે. તેનું એક નવું કારણ હવે સામે આવ્યું છે. મુંબઈમાં લોકો કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટનો (Covid Self Test Kit) ઉપયોગ કરી રહ્યા છે અને હવે પોતપોતાના ઘરોમાં કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. કોરોના ટેસ્ટ કરાવવા માટે તેઓ લેબ સુધી નથી પહોચી રહ્યા.

જેના કારણે હવે મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) તેના પર પ્રતિબંધ લગાવવાનું વિચારી રહી છે.  મુંબઈના મેયર કિશોરી પેડનેકરે (Kishori Pednekar) આ અંગે સંકેત આપ્યો છે.

કોરોના સેલ્ફ ટેસ્ટ કિટ્સની સમસ્યા એ છે કે તેના રિપોર્ટ્સ પર સંપૂર્ણ રીતે વિશ્વાસ કરી શકાતો નથી. આ કીટ હંમેશા સાચો રિપોર્ટ આપશે તેની કોઈ ગેરંટી નથી. લોકો ઘરે બેઠા જ કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. આ કારણે બીએમસીને તેમના સંક્રમિત થવાની માહિતી મળી રહી નથી. આવી સ્થિતિમાં શહેરમાં કોરોના સંક્રમિતોના વાસ્તવિક આંકડા બહાર આવી રહ્યા નથી. આ સમસ્યાઓ પર વાત કરતા મેયર કિશોરી પેડનેકરે રવિવારે કહ્યું હતું કે મુંબઈમાં ટૂંક સમયમાં આ સેલ્ફ ટેસ્ટ કીટ પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે.

Rules For Toilet : રોજ ટોયલેટ જાઓ છો, પરંતુ નહીં જાણતા હોવ શૌચાલયના આ 10 શિષ્ટાચાર
Arjuna Bark Benefits : અર્જુનની છાલના હાર્ટ પેશન્ટ માટે 5 ચમત્કારિક ફાયદા જાણી ચોંકી જશો
બિગ બોસ 18માં ધમાલ મચાવી રહ્યો છે રજત દલાલ , જુઓ ફોટો
આ ત્રણ Seeds 25 વર્ષથી મોટા તમામ પુરુષો માટે છે વરદાન, ત્રીજું સૌથી મહત્વનું
ડિલિવરી બાદ મહિલાઓ કેટલા દિવસ સુધી પૂજા ન કરી શકે? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
Vastu Tips : ઘરમાં ભૂલથી પણ આ સ્થાનો પર ન રાખો જૂતા-ચપ્પલ, જાણો

મુંબઈમાં કોવિડ સેલ્ફ ટેસ્ટ કીટ પર પ્રતિબંધ મૂકવામાં આવશે – મેયર કિશોરી પેડનેકર

મુંબઈના મેયર કિશોરી પેડનેકરે મુંબઈવાસીઓને સેલ્ફ કીટનો ઉપયોગ ન કરવાની અપીલ કરી છે. લેબમાં જાઓ અને કોરોના ટેસ્ટ કરાવો. કોઈપણ કંપનીની ટેસ્ટ કીટનો ઉપયોગ યોગ્ય નથી. તેમણે કહ્યું કે, ‘મેં ગઈકાલે જ સેલ્ફ કીટ પર કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. BMCએ શનિવારથી જ દુકાનોમાં ઉપલબ્ધ સેલ્ફ-કિટ્સને જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. ટૂંક સમયમાં મુંબઈમાં સેલ્ફ-કિટ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો પ્રસ્તાવ છે.’

તમને જણાવી દઈએ કે મુંબઈમાં છેલ્લા 9 દિવસથી કોરોના સંક્રમણ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં કોરોનાના 20 હજારથી વધુ નવા કેસ સામે આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, જો લોકો સેલ્ફ ટેસ્ટ કીટની મદદથી ઘરે કોરોના ટેસ્ટ કરી રહ્યા છે, જો તેઓ પણ લેબમાં કોરોના ટેસ્ટ કરાવશે તો કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધુ વધારો થશે. તેનો માત્ર અંદાજ જ લગાવી શકાય છે.

આ પણ વાંચો : Maharashtra Corona Guidelines: મહારાષ્ટ્રમાં લાદવામાં આવ્યું મીની લોકડાઉન, પરંતુ વેપારીઓ, દુકાનદારો અને ધાર્મિક સ્થળોને છોડી દેવામાં આવ્યા, જાણો શું છે કારણ? 

સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
સાબરકાંઠા : એકના ડબલની લાલચ આપી 6000 કરોડનું ફુલેકુ !
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
ભાજપમાં મંડળ પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કર્યા ધારાધોરણ
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
લોથલમાં માટી નીચે દબાઇ જતા એક 2 PHD રિસર્ચરનું મોત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
સુરતમાં પોલીસ કોમ્બિંગમાં 13 હથિયારો જપ્ત, 35 લોકોની અટકાયત
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
પાકિસ્તાનના કરાચીમાં 147 વર્ષ જૂના સ્વામિનારાયણ મંદિરનો થશે જીર્ણોદ્ધા
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
ભુજમાં બહુમાળી કચેરીના જીસ્વાન કચેરીના સર્વર રૂમમાં આગ લાગી
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
કાયદો -વ્યવસ્થા જાળવવા પોલીસ એક્શનમાં, 200 લોકો હથિયાર સાથે ઝડપાયા !
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
નેશનલ હાઈવે 48 પર કારચાલકે રાહદારીને લીધો અડફેટે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
આજે CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીતલહેરની આગાહી, આ જિલ્લાઓમાં હાડ થીજવતી ઠંડીની સંભાવના
g clip-path="url(#clip0_868_265)">