કંપનીઓ કર્મચારીઓ માટે ફરી લાગુ કરી રહી છે વર્ક ફ્રોમ હોમ, કોરોનાની નવી લહેર બની કારણ
કંપનીઓ તેમના કર્મચારીઓને ઓફિસમાં પાછા બોલાવવાની યોજના મોકૂફ રાખી રહી છે અને તેઓ વર્ક ફ્રોમને ફરી લાગુ કરી રહી છે. આવું દેશમાં કોરોના મહામારીની નવી લહેરને ધ્યાને રાખીને કરવામાં આવી રહ્યું છે.
કંપનીઓ તેમના કર્મચારીઓને ઓફિસમાં પાછા બોલાવવાની યોજના મોકૂફ રાખી રહી છે અને તેઓ વર્ક ફ્રોમ હોમને (Work From Home) ફરી લાગુ કરી રહી છે. આવું દેશમાં કોરોના મહામારીની (Corona Epidemic) નવી લહેરને ધ્યાને રાખીને કરવામાં આવી રહ્યું છે. એક મીડીયાના અહેવાલ મુજબ, ઘણી કંપનીઓએ તેમની ઓફિસમાંથી કામ ફરી શરૂ કર્યું હતું અને અન્ય ઘણી કંપનીઓ નવા વર્ષની શરૂઆતમાં તેમના કર્મચારીઓને પાછા બોલાવવાનું વિચારી રહી હતી, કારણ કે મોટાભાગના રાજ્યોમાં કોરોનાના (Corona Cases) બહુ ઓછા કેસ સામે આવી રહ્યા હતા.
ડિસેમ્બરના અંત સુધીમાં આ ચિત્ર બદલાઈ ગયું, જ્યારે થોડા દિવસોમાં કેસ બમણા થવા લાગ્યા. કંપનીઓ હવે સાવધાની પૂર્વક આગળ વધી રહી છે. કારણ કે તેમના ઘણા કર્મચારીઓને કોરોના થઈ ગયો છે. આ સાથે, તે આવશ્યક કર્મચારીઓ માટે કામના કલાકો પણ ઘટાડી રહી છે અથવા તેમના માટે નિયમિત રીતે ટેસ્ટીંગ કરી રહી છે.
કંપનીઓએ કર્મચારીઓને ઓફીસ બોલાવવાને યોજનાઓને ટાળી
એક જાણીતી કંપની જાન્યુઆરીના બીજા સપ્તાહમાં હાઈબ્રિડ મોડમાં ઓફિસો ફરી શરૂ કરવાની યોજના પર કામ કરી રહી હતી. પરંતુ હવે તેણે તેને આગળ માટે મુલતવી રાખ્યું છે અને તે હવે રાહ જોઈ રહી છે. એક ન્યુઝ રીપોર્ટ અનુસાર, કંપનીના ચીફ ટેલેન્ટ ઓફિસર એસ.વી. નાથને જણાવ્યું હતું કે તેઓ લોકોને ઓફિસમાં બોલાવવા અને તેમના બીમાર પડવાનું જોખમ લેવા માંગતા નથી.
Zomato, Axis Bank, ITC અને Flipkart સહિતની અન્ય કંપનીઓએ હવે તેમની ઓફિસમાં આવતા કર્મચારીઓને રિમોટ તરીકે કામ કરવા કહ્યું છે. જો કે, આવશ્યક સ્ટાફને હજુ પણ છૂટ આપવામાં આવી રહી છે. ફ્લિપકાર્ટમાં કોર્પોરેટ કર્મચારીઓને 1 ડિસેમ્બરથી સ્વેચ્છાએ ઓફિસમાં આવવાની મંજૂરી આપવામાં આવી હતી. હવે તેમને આગામી બે અઠવાડિયા સુધી ઓફિસમાં ન આવવા માટે કહેવામાં આવ્યું છે. આગળની સૂચના જાહેર ન થાય ત્યાં સુધી તેમને રોકવામાં આવ્યા છે.
Zomatoએ ડિસેમ્બરમાં જ તેની ઓફિસના કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાની સુવિધા લાગુ કરી હતી. તેમણે આ નિર્ણય મહામારીની નવી લહેરના પ્રારંભિક સંકેતોને ધ્યાનમાં રાખીને લીધો હતો. આ અઠવાડિયાની શરૂઆતમાં ITC એ કોલકાતા, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર અને મુંબઈમાં કર્મચારીઓને જ્યાં સુધી એકદમ જરૂરી ન હોય ત્યાં સુધી ઘરેથી કામ કરવા જણાવ્યું હતું. બીજી તરફ, ITCમાં હાજરી 30 ટકા સુધી મર્યાદિત કરી દેવાઈ હતી.
આ પણ વાંચો : નાની પાનની દુકાનથી શરૂઆત કરી અને આજે છે 300 કરોડનું ટર્નઓવર ધરાવતી કંપની, જાણો ત્રણ ભાઈઓના સંઘર્ષની કહાની