દુનિયાના એવા 5 દેશ જ્યાં આજે પણ નથી એક પણ એરપોર્ટ, જાણો તેનું કારણ

હાલમાં વિશ્વમાં એવા માત્ર પાંચ જ દેશ છે, જ્યાં એરપોર્ટ (Airport) નથી. લોકો એરોપ્લેન દ્વારા ખૂબ જ ઓછા સમયમાં એક જગ્યાએથી બીજા સ્થળે પહોંચી જાય છે.

દુનિયાના એવા 5 દેશ જ્યાં આજે પણ નથી એક પણ એરપોર્ટ, જાણો તેનું કારણ
Airport Image Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 29, 2022 | 2:31 PM

આજના સમયમાં દુનિયા (World)ના મોટાભાગના દેશો એડવાન્સ થઈ ગયા છે. અહીંના લોકો, લોકોની જીવનશૈલી બધું જ એડવાન્સ થઈ ગયું છે. પહેલાના સમયમાં લોકો પગપાળા ચાલીને જ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા. પરંતુ જેમ જેમ સમય આગળ વધતો ગયો તેમ તેમ મુસાફરીની રીત બદલાવા લાગી. બળદગાડાથી લઈને હવાઈ જહાજો મુસાફરી માટે બનાવવામાં આવતા હતા. પરંતુ શું તમે જાણો છો કે દુનિયા આટલી પ્રગતિ કરી લીધા પછી પણ આજે કેટલાક એવા દેશ છે જ્યાં એક પણ એરપોર્ટ (Airport)નથી.

રીડર્સ ડાયજેસ્ટમાં છપાયેલા સમાચાર મુજબ, હાલમાં વિશ્વમાં એવા માત્ર પાંચ જ દેશ છે, જ્યાં એરપોર્ટ નથી. લોકો એરોપ્લેન દ્વારા ખૂબ જ ઓછા સમયમાં એક જગ્યાએથી બીજા સ્થળે પહોંચી જાય છે. વિમાનો માટે એરપોર્ટ બનાવવામાં આવ્યા છે. જ્યાં આ વિમાનો ઉતરે છે અને ઉડાન ભરે છે. પરંતુ તે ખૂબ જ વિચિત્ર છે કે વિશ્વમાં હજુ પણ પાંચ એવા દેશ છે, જ્યાં એક પણ એરપોર્ટ નથી. આવો તમને જણાવીએ કે કયા આ પાંચ દેશ છે

વેટિકન સિટી

તે વિશ્વના સૌથી નાના દેશ તરીકે ઓળખાય છે. માત્ર એકસો નવ એકર જમીનમાં આવેલું આ દેશમાં એક પણ એરપોર્ટ નથી. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ રોમમાં છે. રોમમાં બે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ છે. પરંતુ વેટિકનમાં કોઈ નથી.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

સાન મેરિનો

દુનિયાના પાંચમા સૌથી નાના દેશમાં સામેલ સાન મેરિનોમાં પણ એરપોર્ટ નથી. જો કે, તેનું સૌથી નજીકનું એરપોર્ટ માત્ર નવ માઈલ દૂર છે. એટલે કે અહીં 33 હજાર લોકોને નવ માઈલના અંતરે એરપોર્ટ મળે છે, જેના કારણે તેમને વધારે તકલીફ પડતી નથી.

મોનાકો

પશ્ચિમ યુરોપમાં આવેલો આ એક નાનો દેશ છે, જેને વિશ્વનો બીજો સૌથી નાનો દેશ માનવામાં આવે છે. તે ફ્રાન્સ અને ઇટાલી વચ્ચે સ્થિત છે. વિશ્વના કોઈપણ દેશ કરતાં પ્રતિવ્યક્તિ કરોડપતિઓ વધુ છે. આ પછી પણ અહીં એક પણ એરપોર્ટ નથી એ ચોંકાવનારી વાત છે.

લિક્ટેંસ્ટીન

આ એક નાનકડો દેશ છે જેની સરહદ બે દેશો સાથે જોડાયેલી છે. આ દેશ ઓસ્ટ્રિયા અને જર્મની સાથે તેની સરહદો વહેંચે છે. પરંતુ અહીં કોઈ એરપોર્ટ નથી. જેઓ અહીં આવે છે તેઓ કાર, હોડી કે રેલ દ્વારા દેશમાં ફરે છે. અહીંનું સૌથી નજીકનું એરપોર્ટ સ્વિટ્ઝર્લેન્ડમાં છે. આ દુનિયાનો એવો દેશ છે જે સૌથી ઓછા દેવા હેઠળ છે.

એન્ડોરા

એન્ડોરાની ગણતરી યુરોપના છઠ્ઠા સૌથી નાના દેશમાં અને વિશ્વના 16મા સૌથી નાના દેશમાં થાય છે. તે લગભગ 468 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલું છે. આ દેશની વસ્તી લગભગ 85,000 છે. આ દેશમાં કોઈ એરપોર્ટ નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">