તો અમદાવાદમાં શાકભાજીની સર્જાશે અછત, મોંઘાભાવે વેચાશે શાકભાજી

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ વિવિધ જોગવાઈ, નિતી અને નિયમોની આટીઘુંટીમાં અમદાવાદના જમાલપુરનું શાકમાર્કેટ પણ અટવાયુ છે. શહેર પોલીસ કમિશનરે જમાલપુર શાકમાર્કેટના નોંધાયેલા 158 વેપારીઓમાંથી માત્ર 53 જ વેપારીઓને, નિયત કરેલ દિવસે શાકભાજીની હોલસેલ ખરીદી અને વેચાણ કરવા  દેવાનું નક્કી કર્યું છે. પોલીસ કમિશનરના આ આદેશથી અમદાવાદ શહેરના નાગરીકો માટે, રોજ […]

તો અમદાવાદમાં શાકભાજીની સર્જાશે અછત, મોંઘાભાવે વેચાશે શાકભાજી
Follow Us:
| Updated on: Jun 28, 2020 | 7:31 AM

કોરોના વાયરસનું સંક્રમણ ફેલાતુ અટકાવવા માટે સરકારે જાહેર કરેલ વિવિધ જોગવાઈ, નિતી અને નિયમોની આટીઘુંટીમાં અમદાવાદના જમાલપુરનું શાકમાર્કેટ પણ અટવાયુ છે. શહેર પોલીસ કમિશનરે જમાલપુર શાકમાર્કેટના નોંધાયેલા 158 વેપારીઓમાંથી માત્ર 53 જ વેપારીઓને, નિયત કરેલ દિવસે શાકભાજીની હોલસેલ ખરીદી અને વેચાણ કરવા  દેવાનું નક્કી કર્યું છે. પોલીસ કમિશનરના આ આદેશથી અમદાવાદ શહેરના નાગરીકો માટે, રોજ જમાલપુરની શાકમાર્કેટ ખાતે વિવિધ શાકભાજીની આવતી કુલ 300થી વધુ ટ્રકને બદલે માત્ર 100 જ ટ્રક શાકભાજીની આવક થશે. જેના કારણે અમદાવાદની જરૂરીયાત સામે ઓછુ શાક આવતા ભાવ વધશે અને શાકભાજીની તંગી સર્જાવાની ભીતિ જમાલપુર શાકમાર્કેટના વેપારીઓ સેવી રહ્યાં છે.

કોરોનાનું સંક્રમણ ના ફેલાય તે માટે સરકારે અમદાવાદના જમાલપુર શાકમાર્કેટને શહેરની નજીક આવેલ જેતલસર એપીએમસીમાં સ્થળાતર કર્યું હતું. જ્યા એપીએમસી જમાલપુરમાં દુકાન ધરાવતા હોય તેવા નોંધાયેલા 158 અને એપીએમસીમાં દુકાન ના ધરાવતા હોય પરંતુ નોંધાયેલા 95 વેપારીઓ જેતલસર એપીએમસી ખાતે ખેડૂતો પાસેથી શાકભાજીની લે વેચ કરતા હતા. પરંતુ અનલોક 1ને ધ્યાને લઈને,  જમાલપુર ખાતેના એપીએમસીને રાત્રીના 9થી સવારના 6 વાગ્યા સુધી ( મોટાભાગે એ સમયે શહેરમાં કરફ્યુ હોય છે) શાકભાજીની લે વેચ કરવાની પરવાનગી આપવામાં આવી છે. પરંતુ  માત્ર 53 વેપારીઓને જ તેમના નક્કી કરેલા દિવસે શાકભાજીની વે વેચ કરવાની પરવાનગી અપાતા, વેપારી આલમમાં નારાજગી છે. પોલીસ કમિશનરના આ નિર્ણય સામે શુ કરવુ તે વેપારીઓ એકઠા થઈને નક્કી કરશે. વેપારીઓનું કહેવુ છે કે, પોલીસ કમિશનરના આ આદેશને પગલે, અમદાવાદમાં શાક વેચવા આવતા ખેડૂતો, શાકભાજીનો વેપાર કરનારા વેપારીઓ અને અમદાવાદના નાગરિકોને પારાવાર તકલીફ પડશે. જુઓ વિડીયો

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">