ભરૂચમાં આ વર્ષે આવેલ પૂર પાંચ ઐતિહાસિક પૂરમાનું એક, નર્મદાની સપાટી 35 ફુટે સ્થિર

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયેલ પાણી, ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ઐતિહાસિક સપાટીએ સ્પર્શ્યુ હતું. ભરૂચમાં અત્યાર સુધીમાં આવેલ ઐતિહાસિક પૂરમાંનું એક પુર આ વર્ષનું પૂર ગણાય છે. આ વર્ષે નર્મદા નદીમાં  10 લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી છોડવામાં આવ્યું. જેના કારણે ભરૂચના 20 ગામમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. જેના કારણે 6695 લોકોને […]

ભરૂચમાં આ વર્ષે આવેલ પૂર પાંચ ઐતિહાસિક પૂરમાનું એક, નર્મદાની સપાટી 35 ફુટે સ્થિર
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Sep 19, 2020 | 2:46 PM

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા નદીમાં છોડાયેલ પાણી, ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે ઐતિહાસિક સપાટીએ સ્પર્શ્યુ હતું. ભરૂચમાં અત્યાર સુધીમાં આવેલ ઐતિહાસિક પૂરમાંનું એક પુર આ વર્ષનું પૂર ગણાય છે. આ વર્ષે નર્મદા નદીમાં  10 લાખ ક્યુસેક પાણીથી વધુ પાણી છોડવામાં આવ્યું. જેના કારણે ભરૂચના 20 ગામમાં નર્મદાના પાણી ફરી વળ્યા છે. જેના કારણે 6695 લોકોને સલામત સ્થળે ખસેડવા પડ્યા છે. નર્મદા નદીના 35 ફુટની સપાટીએ વહેતા પૂર ભરૂચમાં આવેલા ઐતિહાસિક પૂરમાંથી એક પૂર ગણાશે. The surface of Narmada reached 35 feetલોકમાતા નર્મદા તેના ડાઉન સ્ટ્રિમમાં રૌદ્ર સ્વરૂપમાં નજરે પડી રહ્યા છે. ત્રણ દિવસ સુધી સતત નદીના જળસ્તરમાં વધારો નોંધાતા પૂરની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. ૨૪ ફૂટની ભયજનક સપાટી છતાં નર્મદાના પૂરની અસર ૩૦ ફૂટ બાદ નજરે પડે છે. ૩૦ ઓગસ્ટે મધરાતે ૧૨ વાગે નર્મદાની સપાટી ૩૦ ફૂટને સ્પર્શતા અંકલેશ્વરના સરફુદ્દીન,ખાલપીયા, બોરભાઠા બેટ અને ભરૂચ શહેરના ફુરજા – દાંડિયાબજાર વિસ્તારમાં પ્રવેશી ગયા અને સપાટી ૩૫ ફુટ સુધી પહોંચી ત્યાં સુધી ૨૦ થી વધુ ગામ પ્રભાવિત થયા હતા.

હાલનું પૂર ભરૂચમાં આવેલા ૫ મોટા પૂર પૈકીનું એક છે .

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

વર્ષ 1970 માં 41.50 ફૂટ વર્ષ 1990 માં 37.01 ફૂટ વર્ષ 1994 માં 39.54 ફૂટ વર્ષ 2013 માં 35.75 ફૂટ વર્ષ 2020 માં 35.04 ફૂટ

The surface of Narmada reached 35 feet 1

નર્મદાનું જળસ્તર ૩૬ ફૂર નજીક પહોંચે એટલે ગોલ્ડન બ્રિજ પણ બંધ કરી દેવાની ફરજ પડે છે. બ્રિજની મજબૂતી અને બ્રિજને જોડતા રસ્તા રસ્તા ઉપર પાણી ફરી વળી વાળવાના ભયના કારણે અત્યારસુધી પૂરમાં ૪ વખત બ્રિજ બંધ કરાયો છે પરંતુ હાલ સપાટી ૩૫ ફૂટે સ્થિર થતા બ્રિજ બંધ કરવાની જરૂર ઉભી થઇ નથી. ભરૂચના અધિક કલેક્ટ જે ડી પટેલે જણાવ્યું હતું કે ૩૬ ફૂટની સપાટીએ અંકલેશ્વર તરફ રસ્તા ઉર પાણી ફરી વાળવાનો ભય રહે છે રસ્તો ન દેખાવાથી અકસ્માત ન સર્જાય તે માટે ૩૬ ફૂટની સપાટીએ બ્રિજ બંધ કરાય છે પરંતુ હાલ કોઈ જરૂર દેખાતી નથી

The surface of Narmada reached 35 feet

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">