ગુજરાતમાં સુરતની આ પહેલી કંપની જેણે મહિલા કર્મચારીઓને આપી મહિનાની પિરિયડ લીવ

મહિનાના એ ચાર દિવસોમાં કામ કરવું કોઈપણ વર્કિંગ વુમન કે હાઉસ વાઈફ માટે મુશ્કેલ થઈ શકે છે. ભારતની એક ફૂડ ડિલિવરી કંપનીએ તેની મહિલા કર્મચારીઓ માટે પિરિયડ પોલિસી લાગુ કરી હતી. અને તે બાદ હવે ગુજરાતમાં સુરતમાં એક કંપની દ્વારા તેની ફિમેલ એમ્પ્લોઇઝ માટે પહેલીવાર આ પિરિયડ પોલિસી લાગુ કરીને ચેન્જ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો […]

ગુજરાતમાં સુરતની આ પહેલી કંપની જેણે મહિલા કર્મચારીઓને આપી મહિનાની પિરિયડ લીવ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 18, 2020 | 1:02 PM

મહિનાના એ ચાર દિવસોમાં કામ કરવું કોઈપણ વર્કિંગ વુમન કે હાઉસ વાઈફ માટે મુશ્કેલ થઈ શકે છે. ભારતની એક ફૂડ ડિલિવરી કંપનીએ તેની મહિલા કર્મચારીઓ માટે પિરિયડ પોલિસી લાગુ કરી હતી. અને તે બાદ હવે ગુજરાતમાં સુરતમાં એક કંપની દ્વારા તેની ફિમેલ એમ્પ્લોઇઝ માટે પહેલીવાર આ પિરિયડ પોલિસી લાગુ કરીને ચેન્જ લાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.

સુરતની એક ડિજિટલ માર્કેટિંગ કંપનીએ એક સ્વસ્થ અને ખુશ વાતાવરણ બનાવી રાખવા તેમની ઓફિસમાં કામ કરતી મહિલાઓ માટે આ પોલિસી લાગુ કરી છે. ઓગષ્ટ 2020માં એક ફૂડ ડિલિવરી કંપનીએ આ પોલિસી લાગુ કર્યા બાદ ગુજરાતની અને સુરતની આ પહેલી ડિજિટલ માર્કેટિંગ કંપની છે જેણે પોતાની મહિલા કર્મચારીઓ માટે આ વિચાર કર્યો છે.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

તેમની કંપનીમાં કામ કરતી મહિલાઓ મહિનાના કોઈપણ એક દિવસ એટલે કે વર્ષમાં 12 વખત પેઇડ લીવ લઈ શકે છે. આ બાબત મહિલા કર્મચારી પર છોડવામાં આવી છે કે તે રજા લેવા માંગે છે કે નહીં. કંપનીએ એ વિચાર એટલા માટે પણ કર્યો કે મહિનાના આ દિવસો એવા હોય છે જ્યારે સ્ત્રી શારીરિક રીતે નબળાઈ અને માનસિક રીતે તણાવનો અનુભવ કરતી હોય છે. કંપનીના આ નિર્ણય બાદ મહિલા કર્મચારીઓ ખુશ જણાઈ હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કંપનીના ઓનર ભૌતિક શેઠનું કહેવું છે કે 2020 ના વર્ષમાં આજે પણ પીરિયડ્સ ને વિચિત્ર રીતે જોવામાં આવે છે. કેટલીક મહિલાઓ આજેપણ ઓફિસમાં સેનેટરી પેડ લઈ આવવામાં શરમ અનુભવે છે. તેવા સમયે તેમને એક સ્વસ્થ વાતાવરણ મળી રહે તે માટે કંપનીએ વિચાર કર્યો છે. તેઓ સમાજને એક સંદેશો આપવાનો પ્રયત્ન કર્યો છે કે પુરુષની જેમ મહિલાઓને પણ સમાન કામ કરવાનો અધિકાર છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">