યમુના નદીમાં રાત્રિના સમયે મુગલ હરમની રાણીઓ અને રાજકુમારીઓ શું કરવા જતી હતી? 1857ના વિપ્લવની સાક્ષી બની હતી યમુના
એક સમય હતો કે જ્યારે યમુના નદીનું પાણી એટલુ સ્વચ્છ અને નિર્મળ હતુ કે મુગલ બાદશાહો પણ આ જ પાણી પીતા હતા. અનેક ઈતિહાસકારોના સંશોધનોમાં જણાવ્યા મુજબ મુગલ કાળ દરમિયાન રાણીઓ અને રાજકુમારીઓ રાત્રિના સમયે લોકોથી બચવા માટે યમુના નદીમાં સૈર કરવા માટે જતા હતા. ત્યારે રાણીઓ દિવસે નહીં અને માત્ર રાત્રે જ શા માટે વિહાર કરવા નીકળતી તેની પાછળ પણ રોચક કારણો જોડાયેલા છે.

મુગલ બાદશાહોના કાળ અને અંગ્રેજોના શાસન સમયે યમુના ઘણી સ્વચ્છ રહેતી હતી. મુગલ બાદશાહ અકબર અને જહાંગીર સૌથી વધુ તો આગ્રામાં રહ્યા પરંતુ યમુના નદી સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો રહ્યા. અકબરે યમુનામાં નાવો બંધાવી હતી. જેથી ઉનાળાની અસહ્ય ગરમીની રાત્રિમાં તેઓ શાંતિથી આરામ ફરમાવી શકે. જહાંગીરે પણ એવુ જ કર્યુ. જ્યારે શાહજહાએ તેની રાજધાની દિલ્હી સ્થાનાંતરિત કરી તો તેને નદી પર નૌકા વિહારનો આનંદ મળ્યો પરંતુ રાત્રે તેના હરમના કેદીઓ, રાણીઓ અને રાજકુમારીઓ અને દાસીઓ લાલ કિલ્લામાં નદીના દ્વારથી નૌકા વિહાર કરવા માટે અને સ્નામ માટે કરવા માટે જતી હતી. તેમની સાથે રાજમહેલોના વ્યંઢળો પણ રહેતા હતા. તેઓ રાણીઓ અને રાજકુમારીઓના અંગરક્ષકો તરીકે કામ કરતા હતા. રાજકુમારીઓ રાત્રે નદીમાં તરવા માટે જતી ઊર્દુ લેખક ઈસ્મત ચુગતાઈના દાદા માસ્ટર કમરુદ્દીનને જ્યારે કંઈ રૂમાની કરવાનું મન થતુ તો તેઓ...
