Zika Virus: ઝીંકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ નોંધાતા, કેરળમાં જાહેર કરાયું એલર્ટ

કેરળ રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવેલા 19 સેમ્પલમાંથી 13 ઝીંકા વાયરસના કેસ પોઝિટીવ આવતા કેન્દ્રસરકાર દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Zika Virus: ઝીંકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ નોંધાતા, કેરળમાં જાહેર કરાયું એલર્ટ
Zika Virus: Alert in Kerala
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 4:57 PM

Zika Virus: કોરોના (Corona) અને મ્યુકોરમાઈકોસિસ (Mukormycosis) બાદ વધુ એક બિમારીએ માથું ઉંચક્યું છે. કેરળમાં કોરોનાની બીજી લહેર ચાલુ છે, તેની વચ્ચે કેરળમાં ઝીંકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ આવતા કેન્દ્ર સરકારે દ્રારા કેરળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

કેરળમાં ઝીંકા વાયરસના વધતા કેસને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે સ્થિતિનો તાગ મેળવવા માટે નિષ્ણાંતોની એક ટીમને કેરળ મોકલવામાં આવી છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં(National Institute Of virology)  મોકલાવેલા સેમ્પલમાંથી ઝીંકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ(Positive) આવતા તંત્ર દોડતું થયું છે. મહત્વનું છે કે, કેરળમાં 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીંકા વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો.

ઝીંકા વાયરસના લક્ષણો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

ઝીંકા વાયરસના(Zika Virus)  લક્ષણો સામાન્ય રીતે, ડેન્ગ્યુ જેવા જ છે. આ વાયરસની(Virus)  અસરથી તાવ આવવો, માથુ દુ:ખવું, ફોલ્લીઓ અને સાંધાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. મચ્છર દ્વારા આ વાઈરસ એકના શરીરમાંથી બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. ત્યારે વાયરસના લક્ષણોને ધ્યાનમાં રાખીને આરોગ્યમંત્રીએ જિલ્લા તબીબી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે,તાવ હોય તેવા સગર્ભા સ્ત્રીઓએ પોતાનું પરીક્ષણ કરાવવું જરૂરી છે.

સગર્ભા સ્ત્રીઓ ખાસ કરીને નબળા હોય છે અને આ ચેપને કારણે તેમના નવજાત શિશુ પણ સંક્રમિત કરી શકે છે, જેના પરિણામે ગિલેઇન-બેરે સિન્ડ્રોમને (Guillain-Barr syndrome) કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. ઉપરાંત, નવજાત શિશુમાં માઇક્રોસેફેલી જેવી જન્મજાત ખામી પણ પેદા કરી શકે છે, જે મગજના વિકાસને અસર કરશે.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવેલા 19 સેમ્પલમાંથી(Sample) 13 ઝીંકા વાયરસના કેસ પોઝિટીવ આવતા કેન્દ્રસરકાર (Central Government) દ્વારા એલર્ટ જાહેર કરાયું છે.”

કેરળના આરોગ્ય પ્રધાન (Health Minister) વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, “ઝીંકા વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે,જેનાથી ઝીંકા વાયરસને અંકુશમાં કરી શકાશે. વધુમાં જણાવ્યું હતું કે, આવા સમયે તાવ આવે તો સગર્ભા સ્ત્રીઓએ જાતે પરીક્ષણ કરાવવું હિતાવહ છે.”

આ પણ વાંચો : Surat : દક્ષિણ ગુજરાતમાં વરસાદની રી-એન્ટ્રી, નવસારી-સુરત સહિતના વિસ્તારોમાં વરસાદ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">