કેદારનાથ-બદરીનાથમાં યૂટ્યૂબર નહીં બનાવી શકે રીલ્સ, લાગુ થશે કડક નિયમ
મુખ્યપ્રધાન સાથે ચર્ચા બાદ મંદિર સમિતિ SOP જાહેર કરશે. ત્યારબાદ કેદાર મંદિરોમાં કેમેરા લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. સાથે જ પૂજારીઓ માટે ખાસ ડ્રેસકોડ લાગૂ થઈ શકે છે.
એપ્રિલ મહિનામાં ચારધામ યાત્રા શરૂ થવાની છે. ગયા વર્ષની ચારધામ યાત્રા દરમિયાન ઘણા વિવાદ સામે આવ્યા હતા. જણાવી દઈએ કે ગયા વર્ષે બદ્રીનાથ અને કેદારનાથ ધામમાં મોબાઈલ અને કેમેરાથી રીલ બનાવવાના વીડિયોથી વિવાદ ઉભો થયો હતો. એટલું જ નહીં, યાત્રાના રૂટ પર થતી બોલાચાલીને લઈને કેટલાક યુટ્યુબરના વીડિયો પણ સામે આવ્યા હતા. તમને જણાવી દઈએ કે આ વખતે તંત્રએ યાત્રા દરમિયાન કડક નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. જાણકારી મુજબ બદ્રી કેદાર મંદિર સમિતિ ચારધામ યાત્રા માટે કડક ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.
મુખ્યપ્રધાન સાથે ચર્ચા બાદ મંદિર સમિતિ SOP જાહેર કરશે. ત્યારબાદ કેદાર મંદિરોમાં કેમેરા લઈ જવા પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. સાથે જ પૂજારીઓ માટે ખાસ ડ્રેસકોડ લાગૂ થઈ શકે છે. આ નિર્ણયથી ઘણા યૂટ્યૂબરને નિરાશા સાંપડી શકે છે. સમિતિનું કહેવું છે કે આ નિર્ણયથી મંદિરોની પવિત્રતા અને મર્યાદા જળવાઈ રહેશે. મીડિયા રિપોર્ટસ મુજબ કેદાર મંદિર સમિતિના પદાધિકારીઓએ દેશના મોટા ધાર્મિક સ્થળો વૈષ્ણોદેવી મંદિર, તિરૂપતિ બાલાજી, સોમનાથ મંદિર અને મહાકાલેશ્વર મંદિર સહિત ઘણા મંદિરોનો તાજેત્તારમાં જ પ્રવાસ કર્યો હતો.
આ પણ વાંચો: ભારત જોડો યાત્રામાં વધારેલી દાઢી ક્યારે કપાવશે રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા પવન ખેરાએ આપ્યો જવાબ
મંદિર સમિતિએ દેશના મોટા મંદિરોની મુલાકાત લીધી હતી
મંદિર સમિતિ એ જાણવા ઈચ્છી રહી હતી કે દેશના તમામ મોટા મંદિરમાં કેવા પ્રકારની વ્યવસ્થા છે અને કેવી રીતે ત્યાંની મંદિર સમિતિ પોતાના કામકાજનું સંચાલન કરે છે. આ પ્રસિદ્ધ મંદિરોની મુલાકાત કર્યા બાદ બદરીકેદાર મંદિર સમિતિની ટીમે આ નિર્ણય લીધો છે કે ચાર ધામમાં પુરી રીતે મોબાઈલ અને કેમેરા પર પ્રતિબંધ કરવામાં આવશે. વાસ્તવમાં, યુટ્યુબ અને રીલ્સના વધતા ચલણ પછી છેલ્લી ચારધામ યાત્રા દરમિયાન, ઘણા બ્લોગર્સ અને યુટ્યુબર્સ કેદારનાથ મંદિર પરિસરમાંથી વિવિધ વીડિયો અને રીલ્સ બનાવીને વાયરલ થયા હતા. જે બાદ વિરોધનો ઉભો થયો હતો. એટલા માટે મંદિર સમિતિ ચાર ધામોમાં મોબાઈલ અને કેમેરા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાના નિર્ણય પર વિચાર કરી રહી છે.
પૂજારીઓ માટે ડ્રેસ કોડ લાગુ થશે
જણાવી દઈએ કે હાલમાં પુજારી અલગ અલગ પ્રકારના કપડા પહેરી મંદિરોમાં પૂજા પાઠ કરાવે છે. મંદિર સમિતિ અનુસાર શ્રદ્ધાળુઓ પાસે ડ્રેસ કોડનું પાલન ત્યારે જ કરાવી શકાય છે, જ્યારે મંદિરના પૂજારી અને આચાર્ય એક જેવા ડ્રેસમાં મંદિરોમાં બેઠા હશે. જો કે હજુ સુધી આ ચર્ચા પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.