ભારત જોડો યાત્રામાં વધારેલી દાઢી ક્યારે કપાવશે રાહુલ ગાંધી, કોંગ્રેસ નેતા પવન ખેરાએ આપ્યો જવાબ
યાત્રા પૂરી થયાને ઘણા દિવસો વીતી ગયા, પણ તેમણે દાઢી કરાવી નથી. આ દરમિયાન તેઓ સંસદમાં બજેટ સત્રમાં પણ દાઢી સાથે દેખાયા હતા. લોકો પૂછી રહ્યા છે કે રાહુલ ગાંધી ક્યારે દાઢી કરાવશે. જેના પર કોંગ્રેસના પ્રવક્તા અને ભૂતકાળમાં ચર્ચામાં રહેલા પવન ખેરાએ જવાબ આપ્યો હતો.
કન્યાકુમારીથી કાશ્મીર સુધીની 3500 કિલોમીટર લાંબી યાત્રા દરમિયાન વધેલી રાહુલ ગાંધીની દાઢી હજુ પણ અકબંધ છે. યાત્રા પૂરી થયાને ઘણા દિવસો વીતી ગયા, પણ તેમણે દાઢી કરાવી નથી. આ દરમિયાન તેઓ સંસદમાં બજેટ સત્રમાં પણ દાઢી સાથે દેખાયા હતા. લોકો પૂછી રહ્યા છે કે રાહુલ ક્યારે દાઢી કરશે. જેના પર કોંગ્રેસના પ્રવક્તા અને ભૂતકાળમાં ચર્ચામાં રહેલા પવન ખેરાએ જવાબ આપ્યો હતો.
આ પણ વાંચો: Happy Birthday Ahmedabad : અમદાવાદના જન્મ દિવસે નિહાળો બેજોડ શિલ્પ, સ્થાપત્ય અને ઐતિહાસિક મહત્વ ધરાવતા સ્થળો
તેમણે શનિવારે રાહુલ ગાંધીની દાઢી પર પ્રતિક્રિયા આપી હતી અને કહ્યું હતું કે પત્રકારોએ તેમને પૂછ્યું હતું કે રાહુલ ગાંધી ક્યારે દાઢી કરાવશે. તેમણે કહ્યું, “રાહુલ જી, તમારી દાઢીમાં હજારો લોકોની કહાની છે જે ‘ભારત જોડો યાત્રા’ દરમિયાન મળ્યા હતા. તમારી દાઢી એ પ્રવાસનું પ્રતીક છે જે અમે જોયું છે.”
સમગ્ર ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીનો બદલાયેલો લુક ચર્ચામાં રહ્યો હતો. આ સિવાય તેની હાફ ટીશર્ટ પર પણ ઘણા સવાલ જવાબ થયા હતા. હકીકતમાં, કડકડતી ઠંડીમાં પણ રાહુલ ગાંધી હાફ ટી-શર્ટમાં જ દેખાયા હતા. ત્યારે રાહુલ ગાંધીએ વધેલી દાઢી વિશે કહ્યું હતું કે તેમણે યાત્રા દરમિયાન દાઢી નહીં કાપવાનો નિર્ણય કર્યો છે. જો કે, હવે જ્યારે યાત્રા પૂરી થઈ ગઈ છે, ત્યારે જોવાનું એ રહે છે કે શું રાહુલ ગાંધી પોતાનો નવો લુક જાળવી રાખે છે કે પછી દાઢી કપાવીને પોતાના જૂના લુકમાં પાછા ફરે છે.
‘ગૌતમદાસ’ વાળા વિવાદ માટે દિલ્હી એરપોર્ટ પર થોડા સમય માટે ધરપકડ કરવામાં આવ્યા પછી સત્રમાં બોલતા પવન ખેરાએ કહ્યું કે તેમને વિમાનમાંથી હજુ કેટલી વાર ઉતારવામાં આવે તો પણ તેની પરવા નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું, “હું ડરતો નથી કારણ કે મેં ક્યારેય મારા નેતા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને ડરતા જોયા નથી.” તેમણે કહ્યું કે જ્યારે રાહુલ ગાંધી બોલે છે ત્યારે દિલ્હીથી નાગપુર સુધી નેહરુ-ગાંધી, નેહરુ-ગાંધીનો ઉલ્લેખ પીએમ દ્વારા કરવામાં આવે છે કારણ કે તેમને ખબર નથી કે શું જવાબ આપવો. સોનિયા ગાંધીએ આપણને શીખવ્યું છે કે ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિ હોય પણ મૂલ્યો સાથે કોઈ સમાધાન કરવુ જોઈએ નહીં.