એક કિલો ગોળની કિંમત જાણીને ચોંકી જશો, જાણો શું છે આ JAGGERYની વિશેષતા

સામાન્ય રીતે ગોળની (JAGGERY) કિંમત 50 થી 80 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ એક ખેડૂત(FARMER) અધધ કિંમતે ગોળ વેચી રહ્યો છે. આવો જાણીએ એ ગોળ વિષે.

એક કિલો ગોળની કિંમત જાણીને ચોંકી જશો, જાણો શું છે આ JAGGERYની વિશેષતા
જાણો આ ગોળની શુ છે કિંમત ?
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: Jan 18, 2021 | 1:22 PM

સામાન્ય રીતે ગોળની (JAGGERY) કિંમત 50 થી 80 રૂપિયાની આસપાસ હોય છે. પરંતુ એક ખેડૂત(FARMER) અધધ કિંમતે ગોળ વેચી રહ્યો છે. આવો જાણીએ એ ગોળ વિષે.

સહારનપુરની પાસે એક ગામ છે મુબારકપુર(MUBARKPUR). અહીનો ખેડૂત સંજય સૈની (SANJAY SAINI) માત્ર દસ એકરમાં શેરડીની(SUGAR CANE) ખેતી કરી રહ્યા છે, પરંતુ એક સુગર મિલમાં (SUGAR MILL) શેરડી વેચવાને બદલે પોતાના કોલું પર 77 પ્રકારના ગોળ પણ બનાવી રહ્યા છે. આ ગોળની કિંમત પ્રતિ કિલો 80 રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીની છે. ગોળની આટલી કિંમત સાંભળીને બધા લોકો હેરાન થઈ જાય છે. બધાની પરેશાની દૂર કરવા માટે સંજયએ જણાવ્યું હતું કે, 5 હજાર રૂપિયે કિલો વેચાતો ગોળ ચ્યવનપ્રશ કરતાં વધુ ગુણકારી છે. ચ્યવનપ્રાશ બનાવવા માટે જે ઔષધિઓનો ઉપયોગ કરવામાં આવે છે તેનાથી વધારે આ ગોળમાં વધુ ઔષધિઓ ઉમેરવામાં આવે છે. સંજયને પોતાનો ગોળ વેચવા માટે ક્યાંય જવું પડતું નથી. તેનો બધો ગોળ ઘરેથી વેચાય છે, આ ગોળના ખરીદદારો આખા દેશમાં છે.

ગોળને લઈને ચર્ચામાં આવેલા સંજય દેશભરમાં લાગતાં ખેતીના પ્રદર્શનમાં જાય છે અને અલગ-અલગ પ્રકારના 77 ગોળ લોકોની સામે રાખે છે.

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

સંજય કહે છે, તેનો ગોળ સામાન્ય નથી. તે ઓર્ગેનીક શેરડીમાંથી તૈયાર કરવામાં આવે છે. જેમાં વિવિધ પ્રકારની દુર્લભ વનસ્પતિઓ મળી છે. આ ગોળ અનેક પ્રકારના રોગોમાં અસરકારક છે. જડીબુટીની કિંમત અનુસાર ગોળની કિંમત નિર્ધારિત થાય છે. 5 હજાર રૂપિયા કિલોના ગોળમાં વિવિધિ 80 પ્રકારની જડીબુટી મેળવવામાં આવે છે. 5 હજાર રૂપિયે પ્રતીકીલો ગોળની માંગ આખા વર્ષ દરમિયાન પાંચસો કિલોની છે.

સંજયએ તેના આ ગોળને લઈને કહ્યું હતું કે, વર્ષ 2000માં તે ઓર્ગેનિક શેરડીના ખેતી તરફ વળ્યો હતો. જ્યારે પાક સારો હતો, ત્યારે તેને મિલમાં વેચવાને બદલે, તેણે પોતાના કોલું પર જૈવિક ગોળ બનાવવાનું શરૂ કર્યું. ગોળ બનાવતી વખતે, શેરડીનો રસ સાફ કરવા માટે કોઈપણ કેમિકલનો ઉપયોગ કરવાને બદલે સરસવનું તેલ, દૂધ અને એરંડા તેલનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું. ધીરે ધીરે તેના ગોળની પ્રશંસા કરવામાં આવી હતી. આજે સંજય કોલ્હુમાં પણ આશરે 10 લોકોને રોજગારી આપે છે.

સંજય જડી-બુટ્ટી સંબંધિત ઘણા પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો. તેનું આ જ્ઞાન ઓર્ગેનિક ગોળ બનાવવામાં ઉપયોગી થયું હતું. કયા ગોળમાં કયા ઘટકો અને ઔષધિઓ ઉમેરવા આ વાંચન અને તેમના અનુભવથી ખબર પડી હતી.

રાસાયણિક ઉપયોગ કર્યા વિના લાંબા સમય સુધી ગોળને ફૂગથી બચાવવાનું સરળ ન હતું. સંજયે પ્રયોગ કર્યો અને કોચ ઘાસ, એલોવેરા અને તુલસીના રસ સાથે ગોળનો કોટિંગ કરીને લાંબા સમય સુધી તેને ફૂગથી બચાવી શક્યો. સંજય કહે છે કે બિહાર અને બંગાળમાં હીંગ-સ્વાદવાળા ગોળની વધારે માંગ છે, તેથી ગોળને એ રીતે બનાવ્યો હતો.

પીત રોકવા માટે અજમો, વરિયાળી અને ધાણા મિશ્રિત ગોળને પસંદ કરવામાં આવી રહ્યો છે, કફને રોકવા માટે સૂંઠ, કાળા મરી અને તજનાં મિશ્રણમાંથી ગોળ તૈયાર કરવામાં આવે છે, જ્યારે ડાયાબિટીઝના દર્દીઓ અશ્વગંધા, મેથી, લીંબુના મિશ્રિત ગોળની ખૂબ માંગ ધરાવે છે. સંજય કહે છે, તે ડાયાબિટીઝને રોકવામાં ખૂબ અસરકારક છે. આદુ અને સફેદ મસળી મેળવેલો ગોળ વૃદ્ધો માટે ખૂબ ફાયદાકારક છે.

ગોળ પછી સંજય હવે શેરડીના રસની કુલ્ફી અને શેરડીની જલેબી બનાવવાની તૈયારી કરી રહ્યો છે. સંજય સૈની ખેડૂતોને જૈવિક ખેતી માટે પ્રેરણા આપે છે. આ સાથે જ તાલીમ પણ આપે છે. આજે,દેશભરના 650 ખેડુતોનું જૂથ તેમની પ્રેરણાથી જૈવિક ખેતી પર કામ કરી રહ્યું છે.

Latest News Updates

ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ગીતાબાએ સંકલન સમિતિને ભાજપની B ટીમ ગણાવી સવાલો ઉઠાવ્યા
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
ભાવનગરમાં ભાજપના ઉમેદવાર નિમુબેન ક્ષત્રિય સમાજે કર્યો વિરોધ- VIDEO
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
વિરોધ વચ્ચે પરશોત્તમ રુપાલાએ શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી ફોર્મ ભર્યુ
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
રાજ્યમાં આગામી 24 કલાક માવઠાની આગાહી, કમોસમી વરસાદ પડતા તાપમાનમાં ઘટશે
g clip-path="url(#clip0_868_265)">