મતદાનના દિવસે મત આપવા પર પેટ્રોલ પંપ પર મળશે ડિસ્કાઉન્ટ
ચૂંટણી નજીક છે અને બધા જ લોકો પોતાની રીતે મત આપવા માટે મતદાતાઓને જાગૃત કરી રહ્યા છે. ત્યારે હવે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશન પણ આગળ આવ્યુ છે. પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશન તેના માટે મતદાનના દિવસે મતદાન કરવા પર ઈંધણ બિલમાં છુટ આપવાની જાહેરાત કરી છે. હવે મતદાનના દિવસે જો તમે તમારો મત આપશો તો પેટ્રોલ પંપ પર […]
ચૂંટણી નજીક છે અને બધા જ લોકો પોતાની રીતે મત આપવા માટે મતદાતાઓને જાગૃત કરી રહ્યા છે. ત્યારે હવે પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશન પણ આગળ આવ્યુ છે.
પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશન તેના માટે મતદાનના દિવસે મતદાન કરવા પર ઈંધણ બિલમાં છુટ આપવાની જાહેરાત કરી છે. હવે મતદાનના દિવસે જો તમે તમારો મત આપશો તો પેટ્રોલ પંપ પર તમને ઈંધણ બિલ પર 50 પૈસા પ્રતિલીટરની છુટ આપવામાં આવશે.
3 વખત લગ્ન અને 5 બાળકોના પિતા ડોનાલ્ડ ટ્રમ્પનો આવો છે પરિવાર
ઓલ ઈન્ડિયા પેટ્રોલિયમ ડિલર્સ એસોસિયેશને (AIPDA) જણાવ્યું કે અમે મતદાતાઓની વચ્ચે મતદાન કરવા માટે જાગૃતતા લાવવા માટે ‘પ્રમોટ વોટિંગ’ કેમ્પેઈન શરૂ કરી રહ્યા છે. જેમાં મત આપવા પર 50 પૈસા પ્રતિલીટરની છુટ મળશે. આ ઓફરમાં ભાગ લેવાવાળા પેટ્રોલ પંપ પર સવારે 8 વાગ્યા થી રાત્રે 8 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. આ ફાયદો લેવા માટે ગ્રાહકોને તેમની આંગળી પર મત આપ્યાનું નિશાન બતાવવુ પડશે.
AIPDAના અધ્યક્ષ અજય બંસલે જણાવ્યુ કે 1 ગ્રાહક મતદાનના દિવસે વધારેમાં વધારે 20 લીટર ઈંધણ પર છુટ મેળવી શકશે. તેમને વિશ્વાસ છે કે એસોસિયેશનના 58 હજાર ડિલર સભ્યોમાંથી 90 % લોકો આ કેમ્પેઈનમાં ભાગ લેશે.
પેટ્રોલ પંપ પર હાજર રહેલો સ્ટાફ પણ પ્રચાર સામગ્રીની સાથે ગ્રાહકોને મત આપવા માટે જાગૃત કરશે. દેશમાં લોકસભા ચૂંટણી 11 એપ્રિલથી શરૂ થઈને 19 મે સુધી 7 તબક્કામાં થશે. આ ચૂંટણીમાં લગભગ 90 કરોડ લોકો મત આપશે.