યોગી સરકારનું ગુનેગારોને લઈ કડક વલણ! 4 વર્ષમાં 139 એન્કાઉન્ટર, 15 અરબ 74 કરોડની સંપત્તિ થઈ જપ્ત

|

Jul 19, 2021 | 9:12 PM

ગેંગસ્ટર એક્ટ હેઠળ વારાણસી ઝોનમાં મહત્તમ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં કુલ 420 કેસોમાં 2 અરબ 2 કરોડ 29 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે.

યોગી સરકારનું ગુનેગારોને લઈ કડક વલણ! 4 વર્ષમાં 139 એન્કાઉન્ટર, 15 અરબ 74 કરોડની સંપત્તિ થઈ જપ્ત
ફાઈલ ફોટો

Follow us on

ઉત્તરપ્રદેશમાં યોગી સરકારે (UP Government) ગુંડાઓ, માફિયાઓ અને તેમની ગેંગ સામે અભિયાન ચલાવીને (Action Against Criminals) કડક કાર્યવાહી કરી છે. યોગી સરકારમાં, ગેંગસ્ટર એક્ટ (Gangster Act) હેઠળ, યુપી પોલીસે છેલ્લાં 4 વર્ષમાં 15 અરબ 74 કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરી છે. છેલ્લા દોઢ વર્ષમાં ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવાની રેકોર્ડ કાર્યવાહી કરવામાં આવી છે (Illegal Property Seized).

યુપી સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, છેલ્લા 4 વર્ષમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ 13700 થી વધુ કેસ નોંધાયા છે. ગેંગસ્ટર એક્ટ હેઠળ 43000થી વધુ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. અધિક મુખ્ય સચિવ ગૃહ અવનિશકુમાર અવસ્થીએ જણાવ્યું હતું કે,

અત્યાર સુધી ગેંગસ્ટર એક્ટની કલમ-14 (1) હેઠળ 1431 કેસોમાં, 15 અરબ 74 કરોડ 5 લાખ રૂપિયાથી વધુની જંગી સ્થાવર અને ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. જેના કારણે જમીન મુક્ત કરવા, ગેરકાયદેસર કબજો હટાવવા અને ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં
IPL 2024 વચ્ચે પંડ્યાની ઘરે આવી મોટી ખુશી, કૃણાલને ત્યાં દીકરાનો જન્મ, જુઓ તસવીર

વારાણસી ઝોનમાં સૌથી વધુ કાર્યવાહી

જાન્યુઆરી 2020થી મહત્તમ કાર્યવાહી કરવામાં આવી છે. આ ગાળામાં ગેંગસ્ટર એક્ટ હેઠળ કુલ 13 અરબ 22 કરોડથી વધુની ગેરકાયદેસર સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. ગેંગસ્ટર એક્ટ હેઠળ વારાણસી ઝોનમાં મહત્તમ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં કુલ 420 કેસોમાં 2 અરબ 2 કરોડ 29 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ, ગોરખપુર ઝોનમાં, 208 કેસોમાં 2 અરબ 64 કરોડ 85 લાખથી વધુની અને બરેલી ઝોનમાં 1 અબજ 84 કરોડ 82 લાખથી વધુની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

4 વર્ષમાં 139 ગુનેગારોના એન્કાઉન્ટર

યુપીમાં સંગઠિત ગુનાઓ સામે સખત અભિયાન શરૂ કરાયું છે. 20 માર્ચ 2017થી 20 જૂન 2021ના ​​ગાળામાં એન્કાઉન્ટરમાં કુલ 139 ગુનેગારો માર્યા ગયા છે અને 3196 ઘાયલ થયા છે. તે જ સમયે આ કાર્યવાહીમાં 13 પોલીસ જવાન શહીદ થયા હતા અને 1,122 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા. યુપી પોલીસે પણ નામચીન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરી છે. રાજ્યમાં 25 માફિયાઓ અને ગુનેગારોની ઓળખ કર્યા બાદ તેમની અને તેમની ગેંગના સાથીદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: BSF Recruitment: બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં થઈ રહી છે ભરતી, જાણો લાયકાત અને પસંદગીની પ્રક્રિયા વિશે તમામ વિગતો

 

આ પણ વાંચો: Indian Navy Recruitment 2021: ભારતીય નૌસેનામાં થઈ રહેલ ભરતીમાં 10 પાસ પણ કરી શકે છે અરજી, જાણો સમગ્ર વિગત

Published On - 9:10 pm, Mon, 19 July 21

Next Article