AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: યોગીએ અયોધ્યાથી ચૂંટણી લડવાના અખીલેશ યાદવના પડકારનો કર્યો સ્વીકાર, કહ્યુ આવો કિસ્મત અજમાવી લઈએ

યોગીને અયોધ્યાથી ચૂંટણી લડવાનો પડકાર ફેંકી પોતાની જ બિછાવેલી જાળમાં સપા ફસાતી જણાઈ રહી છે. બલરામપુરની જનસભામાંં ખુદ યોગીએ અખિલેશની ચેલેન્જને સ્વીકારતા કહ્યુ હું અયોધ્યાથી લડવા તૈયાર છુ, આવો સાથે કિસ્મત અજમાવીએ. હવે ભાજપે સપાને ઘેરતા કહ્યુ કે અખિલેશઅયોધ્યાથી ચૂંટણી લડી બતાવે, કાં તો માફી માગે.

Breaking News: યોગીએ અયોધ્યાથી ચૂંટણી લડવાના અખીલેશ યાદવના પડકારનો કર્યો સ્વીકાર, કહ્યુ આવો કિસ્મત અજમાવી લઈએ
| Updated on: Oct 10, 2026 | 7:00 PM
Share

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યાનાથે અખિલેશ યાદવના અયોધ્યાથી ચૂંટણી લડવાના પડકાર પર પલટવાર કર્યો છે. બલરામપુરની જનસભામાં તેમણે અખીલેશ યાદવને પણ અયોધ્યાથી ચૂંટણી લડવા કહ્યુ છે. હવે સપા તેની જ બિછાવેલી જાળમાં ફસાતી જણાઈ રહી છે.

આવો આ વખતે કિસ્મત અજમાવી લઈએ- યોગી

સપા સુપ્રીમો અખિલેશ યાદવ બે દિવસ પહેલા અયોધ્યા ગયા હતા. તેમણે ભાગવત કથામાં ભાગ લીધો, સંતોના આશીર્વાદ લીધા અને જનસભામાં ભાજપ પર નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે મુખ્યમંત્રીને તેની લોકપ્રિયતા પર એટલો જ વિશ્વાસ હોય તો અયોધ્યાથી ચૂંટણી લડીને બતાવે. આ સાથે તેમણે ચૂંટણી પંચ અને પ્રશાસનની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યુ રાજ્ય ન્યાય અને માનવતાથી ચાલે છે અને અયોધ્યાની જનતા ચૂંટણીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે દેશે.

 હું અયોધ્યાથી લડવા તૈયાર છુ,અખિલેશ પણ અહીંથી લડી બતાવે- યોગી

આના પર યોગીએ બલરામપુરની જનસભામાં જવાબ આપ્યો, તેમણે કહ્યુ “અખિલેશજી, અયોધ્યા અમારા માટે પાવન ધામ છે. અમે અયોધ્યા રાજનીતિ માટે નહીં પરંતુ વિકાસના કામો માટે અયોધ્યા જઈએ છીએ. વધુમાં તેમણે કહ્યુ આવો, હું તમને ઓફર કરુ છુ ક તમે પણ અયોધ્યાથી નામાંકન કરો, અને હું પણ. આવો એકવાર કિસ્મત અજમાવી જ લઈએ. આ તકે યોગીએ અયોધ્યાને તેમની આસ્થાનું ધામ ગણાવ્યુ હતુ.

યોગીએ આગલી સરકારો પર પણ નિશાન સાધ્યુ. તેમણે કહ્યુ કે પહેલા માફિયા જે જમીન પર પગ મુકતા હતા તે જમીન તેની થઈ જતી હતી. સપાના ગુંડા વેપારીઓને ધમકાવતા હતા અને સંપત્તિ હડપી લેતા હતા. તેમણે દાવો કર્યો કે વર્ષ 2017 પહેલા બલરામપુરના માર્ગો અત્યંત બિસમાર હતા, હવે વોટની તસ્કરી અને બદમાશોની અરજક્તાની જગ્યાએ વિકાસ અને બદલાવનો આધાર બની રહ્યો છે.

યોગીએ રામ મંદિર અને કાશી વિશ્વનાથ ધામનો ઉલ્લેખ કરી કહ્યુ કે તેના નિર્માણમાં અડચણો બનનારા આજે વડાપ્રધાનનો વિરોધ કરી રહ્યા છે. જો કે વિરોધની પણ એક મર્યાદા હોય છે. કોંગ્રેસ અને તેમના સહયોગી દળો પર યોગીએ શિષ્ટાચાર ભૂલી અભદ્ર ભાષા બોલવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ આવા પ્રયાસો દેશને ગેરમાર્ગે દોરનારા અને અરાજક્તા તરફ ધકેલનારા હોય છે.

આ પહેલા મૌર્યએ કહ્યુ હતુ કે અખિલેશ ભાગવત કથામાં ગયા પરંતુ રામ મંદિરના દર્શન કરવા ન ગયા. તેમના અનુસાર રામલલાના દર્શન ન કરનારાઓની રામભક્તિ પર સવાલ ઉઠવાના સ્વાભાવિક છે જ્યારે દેશ અને દુનિયામાંથી લોકો રામ મંદિરના દર્શને આવી રહ્યા છે.

અખિલેશે ભાગવત કથા દરમિયાન અયોધ્યમાં વચન આપ્યુ હતુ કે જો સપાની સરકાર બની તો મહિલાઓને વર્ષે 40 હજાર રૂપિયા મળશે. તેમણે ભેદભાવ ન થવા દુકાન અને મકાનો ન તોડી ન પાડવા અને અયોધ્યાની ઓળખને મજબુત કરવા માટે વિકાસકાર્યોમાં ગતિ લાવવાનો પણ વચન આપ્યુ હતુ.

સ્ટારલિંકની એન્ટ્રી કરાવી શું ઈલોન મસ્ક ભારતમાં સત્તા પરિવર્તનનો ખેલ ખેલવા માગે છે? શું છે મસ્કના ગેમ પ્લાન પાછળનું અસલી સત્ય?

Follow Us
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં દીકરીઓની સુરક્ષા માટે વડોદરા ગ્રામ્ય પોલીસે લોન્ચ કરી એપ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
નવરાત્રીમાં ફૂડ સેફ્ટી પર AMCની બાજ નજર, નિયમો તોડશો તો સ્ટોલ થશે સીલ
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
વડોદરાની SSG હોસ્પિટલમાંથી ગુજસીટોકનો આરોપી ફરાર
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
અગત્યનો નિર્ણય લેવો પડી શકે છે, સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
બનાસકાંઠાના ખેડૂતો મેદાનમાં, બાયપાસ પ્રોજેક્ટ રદ કરવાની માંગ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
જુનાગઢમાં વિકાસકામોમાં ભ્રષ્ટાચારના વિપક્ષના આરોપોથી રાજકારણ ગરમાયુ
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
RTE પેમેન્ટમાં વિલંબથી ભાવનગરની ખાનગી શાળાઓ મુશ્કેલીમાં
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
કરજણ: પ્રાથમિક શાળામાં બાળકો પાસે સફાઈ કરાવતો વીડિયો વાયરલ!
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
તંત્રની બદ્દ-નિયતના પાપે ઉપલેટાનો મોજ નદી પરનો બ્રિજ 5 વર્ષથી જર્જરીત
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
વડોદરા: શાકભાજીના ભાવ આસમાને, લીંબુ-લસણ મોંઘા થતાં બજેટ ખોરવાયું
g clip-path="url(#clip0_868_265)">