AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ભારતને બદનામ કરવાનું ચીનનું ષડયંત્ર? ઢાકાની ગંદી ગલીઓને બતાવી રહ્યા છે ‘નવી દિલ્હી’, ચીની સ્ટ્રીમર્સનું કાળું કારનામું પકડાયું

બાંગ્લાદેશના ઢાકામાં 150થી વધુ ચીની નાગરિકો ઝૂંપડપટ્ટીઓમાં લાઇવ સ્ટ્રીમિંગ કરી તેને ભારતની રાજધાની દિલ્હી ગણાવી રહ્યા છે. લોકોના ઘરોમાં ગેરકાયદે ઘૂસીને ભારત વિશે આપત્તિજનક ટિપ્પણીઓ કરનારા આ સ્ટ્રીમર્સ વિરુદ્ધ પોલીસે તપાસ શરૂ કરી છે.

ભારતને બદનામ કરવાનું ચીનનું ષડયંત્ર? ઢાકાની ગંદી ગલીઓને બતાવી રહ્યા છે 'નવી દિલ્હી', ચીની સ્ટ્રીમર્સનું કાળું કારનામું પકડાયું
| Updated on: Nov 09, 2026 | 9:32 PM
Share

બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં ચીની નાગરિકોની શંકાસ્પદ લાઇવ સ્ટ્રીમિંગ પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે. બાંગ્લાદેશી અખબાર ‘પ્રથમ આલો’ની એક તપાસ અનુસાર, 150થી વધુ ચીની નાગરિકો ઢાકાના ગરીબ વિસ્તારોમાં મહિનાઓથી વીડિયો બનાવી રહ્યા છે. ચોંકાવનારી વાત એ છે કે કેટલાક લાઇવ સ્ટ્રીમમાં ઢાકાની ગલીઓ અને ઝૂંપડપટ્ટીઓને ભારતની રાજધાની નવી દિલ્હી તરીકે દર્શાવવામાં આવી રહી છે. આ વીડિયોમાં ભારતીય રહન-સહન, સ્વચ્છતા અને સ્થાનિક લોકો વિશે વાંધાજનક ટિપ્પણીઓ પણ કરવામાં આવી રહી છે.

‘પ્રથમ આલો’ની તપાસમાં 27 ઓક્ટોબર અને 3 નવેમ્બરના રોજ ઢાકાના ઉત્તરા વિસ્તારમાં રેકોર્ડ કરાયેલા લાઇવ સ્ટ્રીમનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. અહેવાલ મુજબ, ચીની નાગરિકો ઉત્તરાના સેક્ટર-12 અને આસપાસના ટેકપારા વિસ્તારમાં સતત વીડિયો બનાવી રહ્યા છે. સ્થાનિક લોકોનો અંદાજ છે કે આ પ્રવૃત્તિમાં 150થી વધુ ચીની નાગરિકો સંકળાયેલા છે.

ઢાકાની ગલીઓને બતાવી રહ્યા છે નવી દિલ્હી

અહેવાલમાં મિયાંમિયાં નામના એક સ્ટ્રીમરનો પણ ઉલ્લેખ છે. તેને 1 નવેમ્બરના રોજ ઉત્તરાના સેક્ટર-12માં એક ગંદા નાળા પાસે લાઇવ સ્ટ્રીમિંગ કરતો જોવામાં આવ્યો હતો. તે ઢાકાની આ જગ્યાને નવી દિલ્હી તરીકે રજૂ કરી રહ્યો હતો અને ત્યાં બનેલા ઘરોને ગંદા અને અસ્વચ્છ ગણાવી રહ્યો હતો.

આ જ રીતે, વાંગ વેઇ નામનો અન્ય એક ચીની નાગરિક ટેકપાડામાં ચાની દુકાનોની આસપાસ વીડિયો બનાવી રહ્યો હતો. તેણે પોતાના દર્શકો સમક્ષ એવો દાવો કર્યો હતો કે ત્યાં લોકો જે ચા પી રહ્યા છે, તે ગાયના પેશાબ અને નદીના ગંદા પાણીમાંથી બનાવવામાં આવી છે.

અખબારના જણાવ્યા મુજબ, ચીની ભાષામાં કરાયેલી આ ટિપ્પણીઓનું ગુગલ ટ્રાન્સલેટની મદદથી ભાષાંતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ચીની ભાષા જાણતા ચાર બાંગ્લાદેશી નાગરિકો પાસે તેની ખરાઈ પણ કરાવવામાં આવી હતી.

લાઇવ સ્ટ્રીમિંગ માટે રાખતા હતા બે મોબાઇલ ફોન

તપાસમાં સામે આવ્યું છે કે સ્ટ્રીમિંગ કરતા ઘણા ચીની નાગરિકો પોતાની સાથે બે મોબાઇલ રાખતા હતા. એક ફોનનો ઉપયોગ લાઇવ પ્રસારણ માટે થતો હતો, જ્યારે બીજા ફોનથી તેઓ જરૂરી વિગતો જોતા હતા.

અહેવાલ અનુસાર, કેટલીક બાંગ્લાદેશી મહિલાઓ પણ આ ચીની નાગરિકોને મદદ કરી રહી હતી. તેઓ તેમને સ્થાનિક વિસ્તારોમાં રસ્તો બતાવવાનું અને લોકો સાથે વાતચીત કરાવવાનું કામ કરતી હતી. આવી જ એક ગાઇડ રિતુ અખ્તરે અખબારને જણાવ્યું કે તે આ કામ માટે દરરોજ 700 થી 800 ટકા (બાંગ્લાદેશી ચલણ) કમાતી હતી.

પ્રોડક્ટ પ્રમોશનનો દાવો, પરંતુ હેતુ પર સવાલ

ચીની નાગરિકોની આ પ્રવૃત્તિ પાછળનો વાસ્તવિક હેતુ હજુ સ્પષ્ટ થયો નથી. ફેંગયુ નામના એક ચીની નાગરિકે ‘પ્રથમ આલો’ને જણાવ્યું કે તેમનું ગ્રૂપ વીચેટ (WeChat) પર પ્રોડક્ટ પ્રમોશન માટે લાઇવ સ્ટ્રીમિંગ કરી રહ્યું હતું. જોકે, તેણે એ સ્પષ્ટ ન કર્યું કે આ કામ માટે ઉત્તરા અને ટેકપાડા જેવા વિસ્તારો જ કેમ પસંદ કરવામાં આવ્યા અને ત્યાં આટલા લાંબા સમય સુધી રેકોર્ડિંગ શા માટે કરવામાં આવ્યું?

રિતુ અખ્તરના જણાવ્યા મુજબ, ચીની નાગરિકો વીચેટ ઉપરાંત ચીનના ટિકટોક જેવા પ્લેટફોર્મ ડૉયિન (Douyin) પર પણ વીડિયો અપલોડ કરતા હતા. આ પ્રવૃત્તિઓથી તેમને આવક થતી હતી.

ઘરોમાં ઘૂસીને રેકોર્ડિંગ કરવાના આક્ષેપો

ચીની નાગરિકોના સતત રેકોર્ડિંગથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ઘણા રહેવાસીઓએ તેમની પ્રવૃત્તિઓથી અંગતતાના ભંગ (પ્રાઇવસી વાયોલેશન)ની ફરિયાદ કરી છે.

સ્થાનિક રહેવાસી રોઝિના ખાતૂને અખબારને જણાવ્યું કે કેટલાક સ્ટ્રીમર્સ પરવાનગી વગર ઘરોમાં ઘૂસી ગયા હતા અને રહેવાસીઓની સ્થિતિની પરવા કર્યા વગર શૂટિંગ કરવા લાગ્યા હતા. અન્ય એક મહિલા પાપિયા બેગમે આક્ષેપ કર્યો હતો કે કેટલાક લોકો વીડિયો બનાવતાં બનાવતાં બાથરૂમ સુધી પહોંચી ગયા હતા.

પોલીસે તપાસ શરૂ કરી

આ સમગ્ર મામલાની માહિતી સ્થાનિક પોલીસ સુધી પણ પહોંચી ચૂકી છે. ઉત્તરા વેસ્ટ પોલીસ સ્ટેશનના પ્રભારી મોહમ્મદ ખાલિદ મન્સૂરે જણાવ્યું કે પોલીસે વિસ્તારમાં ચીની નાગરિકોને વીડિયો બનાવતા જોયા હતા. જોકે, શરૂઆતમાં તેમની પ્રવૃત્તિઓના સાચા હેતુની જાણ નહોતી. તેમણે ઉમેર્યું કે આ મામલે ઉચ્ચ અધિકારીઓને માહિતગાર કરી દેવામાં આવ્યા છે અને તપાસ ચાલી રહી છે.

જુઓ Video

વીઝા-ફ્રી એન્ટ્રી હોવા છતાં ઇમિગ્રેશન અધિકારી રોકી શકે છે ભારતીય પ્રવાસીઓને? જાણી લો વિદેશ યાત્રાના મહત્વના નિયમો

Follow Us
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
સુરતના સચિન વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી લોકોમાં ભારે આક્રોષ
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
ડાકોરમાં રણછોડરાયજીનો અન્નકૂટ લૂંટાયો; 700 વર્ષ જૂની પરંપરા
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદમાં બોમ્બ ધમકીથી ખળભળાટ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નિશાન પર
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
અમદાવાદના ગોતામાં આવેલા સિનેમામાં ફિલ્મ રામાયણ જોવા પહોંચ્યાં અમિત શાહ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
સુરતની બેન્ક ઓફ બરોડાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસ શરૂ
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
શિકારની શોધમાં ખાંભાના મહાદેવપરા વિસ્તારમાં સિંહના આંટાફેરા
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમદાવાદના જોધપુરમાં તૈયાર કરાયેલા નોલેજ હબનું અમિત શાહે કર્યુ લોકાર્પણ
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહે અમદાવાદના ગોતામાં અર્બન હેલ્થ સેન્ટરનું લોકાર્પણ કર્યું
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
અમિત શાહના હસ્તે અમદાવાદના ₹464 કરોડના ઈસ્કોન-સાણંદ બ્રિજનું લોકાર્પણ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
સુરતમાં ચાલુ કારે ફટાકડા ફોડવાનો જોખમી સ્ટંટ વાયરલ
g clip-path="url(#clip0_868_265)">