હાલમાં સોશિયલ મીડિયા (Social Media) પર એક મેસેજ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે જેમાં જણાવવામાં આવ્યુ છે કે સરકારના આદેશ પર રોજ રાત્રે 6 કલાક અને 30 મિનીટ માટે વોટ્સએપ (WhatsApp) લોકો માટે બંધ કરી દેવામાં આવશે. (WhatsApp will be closed for people every night for 6 hours 30 minutes) એટલે કે લોકો આ કલાકો દરમિયાન વોટ્સએપનો ઉપયોગ નહીં કરી શકે
મેસેજમાં લખવામાં આવ્યુ છે કે કેન્દ્ર સરકારના આદેશ પ્રમાણે વોટ્સએપ રોજ રાત્રે 11.30 થી સવારે 6 વાગ્યે સુધી બંધ કરી દેવામાં આવશે. આ ફેક મેસેજમાં એક વાક્ય એ પણ લખવામાં આવ્યુ છે કે આ મેસેજ વાંચનાર વ્યક્તિ જો આ મેસેજને ફોરવર્ડ નહીં કરે તો તેનું વોટ્સએપ એકાઉન્ટ બંધ થઇ જશે અને તેને પાછુ શરૂ કરવા માટે માસિક ચાર્જ ચુકવવો પડશે.
આ વાયરલ મેસેજને સંપૂર્ણ પણે ખોટો ગણાવતા પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરોએ (PIB) જણાવ્યુ છે કે હાલમાં જે વાયરલ મેસેજ ફરી રહ્યો છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે વોટ્સએપ રાત્રે 11.30 થી સવારે 6 વાગ્યા સુધી બંધ રહેશે તે ખોટો છે. પીઆઇબીએ જણાવ્યુ કે સરકાર તરફથી આ પ્રકારનો કોઇ આદેશ આપવામાં નથી આવ્યો. અમે બધાને વિનંતી કરીએ છીએ કે આવી કોઇ પણ પ્રકારની અફવા પર ભરોસો કરવો નહીં
दावा: केंद्र सरकार के आदेशानुसार #WhatsApp को रात 11:30 बजे से सुबह 6 बजे तक बंद किया जाएगा, वायरल मैसेज फॉरवर्ड न करने पर अकाउंट बंद कर दिया जाएगा और इसे एक्टिवेट कराने के लिए मासिक चार्ज देना होगा।#PIBFactCheck: यह दावा फर्जी है। केंद्र सरकार ने ऐसा कोई आदेश नहीं दिया है। pic.twitter.com/SmGIH5vRix
— PIB Fact Check (@PIBFactCheck) October 6, 2021
આ ફેક મેસેજ ત્યારથી સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જ્યારથી ફેસબુક, વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ (Facebook, Instagram and WhatsApp Down) સમગ્ર વિશ્વમાં ડાઉન (Global Outage) થઇ ગયુ હતુ. જોકે કેટલાક કલાકો બાદ આ સર્વિસ ફરીથી શરૂ કરી દેવામાં આવી હતી અને કંપનીએ આને લઇને સોશિયલ મીડિયા પર બાદમાં માહિતી પણ આપી હતી.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –