Afghanistan : રાજધાની કાબુલની હોસ્પિટલમાં બોમ્બ બ્લાસ્ટ, આત્મઘાતી હુમલામાં 15 લોકોના મોત
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પહેલા જોરદાર વિસ્ફોટ થયો, ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો. વિસ્ફોટના કારણે કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય વિસ્ફોટનું કારણ પણ જાણી શકાયું નથી.
અફઘાનિસ્તાન(Afghanistan)ની રાજધાની કાબુલ(Kabul)માં જબરદસ્ત વિસ્ફોટ થયો છે. એવું કહેવાય છે કે આ વિસ્ફોટ આત્મઘાતી હુમલો હતો, જે સરદાર મોહમ્મદ દાઉદ ખાન હોસ્પિટલ (Sardar Mohammad Daud Khan Hospital)ની સામે થયો હતો. ઘટનાસ્થળ પર હાજર સૂત્રોનું કહેવું છે કે ઘટના સ્થળેથી ગોળીબારનો અવાજ પણ સંભળાયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે પહેલા જોરદાર વિસ્ફોટ થયો, ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો. વિસ્ફોટના કારણે કોઈને ઈજા થઈ છે કે કેમ તે હજુ સ્પષ્ટ નથી. આ સિવાય વિસ્ફોટનું કારણ પણ જાણી શકાયું નથી.
રાજધાનીમાં થયેલા વિસ્ફોટ અંગે તાલિબાન દ્વારા હજુ સુધી કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. તાલિબાને ઓગસ્ટમાં અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદ કાબુલમાં સતત વિસ્ફોટો થઈ રહ્યા છે. તેમાંના મોટાભાગના વિસ્ફોટો ઈસ્લામિક સ્ટેટ સાથે જોડાયેલા સંગઠનો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જો કે, તાલિબાને કહ્યું છે કે તે ટૂંક સમયમાં જ ઈસ્લામિક સ્ટેટ પર કાબુ મેળવશે અને દેશમાં શાંતિ સ્થાપિત કરશે. જોકે, યુદ્ધગ્રસ્ત દેશના ઉત્તર ભાગમાં ઈસ્લામિક સ્ટેટ મજબૂત બન્યું છે. અત્યાર સુધી આ આતંકવાદી સંગઠને અફઘાનિસ્તાનના જુદા જુદા ભાગોમાં વિસ્ફોટો કર્યા છે.
ઓગસ્ટમાં કાબુલ એરપોર્ટ પર પ્રચંડ વિસ્ફોટ
કાબુલમાં સૌથી ખતરનાક વિસ્ફોટ ઓગસ્ટમાં એરપોર્ટ પર જોવા મળ્યો હતો. અફઘાનિસ્તાન પર તાલિબાનોનો કબજો હોવાથી, દેશ છોડવા માંગતા લોકો મોટી સંખ્યામાં કાબુલ એરપોર્ટ પર એકઠા થયા હતા. 26 ઓગસ્ટના રોજ થયેલા આ બ્લાસ્ટમાં 100થી વધુ લોકોના મોત થયા હતા, જ્યારે 150થી વધુ લોકો ઘાયલ થયા હતા.
હુમલા અંગે રશિયન અધિકારીઓએ જણાવ્યું હતું કે કાબુલ એરપોર્ટની બહાર બે આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા હતા. પશ્ચિમી દેશોએ પહેલાથી જ એરપોર્ટ પર સંભવિત હુમલાની આશંકા વ્યક્ત કરી હતી કારણ કે 31 ઓગસ્ટે લોકોને એરલિફ્ટ કરવાની અંતિમ તારીખ નજીક આવી રહી હતી.
બ્લાસ્ટની જાણકારી પહેલાથી જ આપવામાં આવી હતી
આ વિસ્ફોટ ઈસ્લામિક સ્ટેટ દ્વારા કરવામાં આવ્યો હતો. વિસ્ફોટ પહેલા કેટલાક દેશોએ તેમના લોકોને એરપોર્ટથી દૂર રહેવા કહ્યું હતું અને તેમાંથી એકે કહ્યું હતું કે આત્મઘાતી બોમ્બ વિસ્ફોટની શક્યતા છે. બ્રિટિશ સરકારે ચેતવણી આપી છે કે અફઘાનિસ્તાનના કાબુલ એરપોર્ટ પર એકઠા થયેલા લોકોને ઈસ્લામિક સ્ટેટ (IS અથવા ISIS) ના આતંકવાદીઓ દ્વારા શંકાસ્પદ હુમલાના ખૂબ જ વિશ્વસનીય ગુપ્તચર અહેવાલો છે. જો કે આ પછી પણ હુમલા રોકી શકાયા નથી. જો કે, હુમલા પછી યુએસએ તાલિબાનને કહ્યું કે તે ઇસ્લામિક સ્ટેટ સામે લડવા માટે એકસાથે આવી શકે છે, પરંતુ તાલિબાને મદદ લેવાનો ઇનકાર કર્યો હતો.
આ પણ વાંચો: Maharashtra: ડેપ્યુટી સીએમ અજિત પવાર પર કાર્યવાહી, 1000 કરોડની સંપત્તિ જપ્ત કરવા માટે IT ની કામગીરી
આ પણ વાંચો: રેમ્પ પર અચાનક નીકળી ગયા ક્રાઉન અને શૂઝ, નાની બાળકીએ આ રીતે સ્વેગમાં પૂરૂ કર્યુ વોક