AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

International Women’s Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ શા માટે ઉજવવામાં આવે છે ?

યુનાઈટેડ નેશન્સે (United Nations) 1975માં મહિલા દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. આ સાથે યુનાઈટેડ નેશન્સે 1975માં થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી.

International Women's Day: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે જ શા માટે ઉજવવામાં આવે છે ?
International Women's Day
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 05, 2024 | 4:36 PM
Share

International Women’s Day: સમગ્ર વિશ્વમાં લોકો 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી (International Women’s Day Celebration) પાછળનો ધ્યેય સમાજમાં મહિલાઓને (Women) સમાન અધિકાર આપવા અને સમાજમાં તેમની ભાગીદારીને પ્રોત્સાહન આપવાનો છે. આ દિવસ દરેક દેશમાં અલગ અલગ રીતે ઉજવવામાં આવે છે.

આ દિવસે મહિલાઓની આર્થિક, રાજકીય અને સામાજિક સિદ્ધિઓને યાદ કરવામાં આવે છે. મોટાભાગના લોકો આ દિવસે મહિલાઓને ફૂલ અને ભેટ આપે છે. ઘણા દેશોમાં આ દિવસે શાળા, કોલેજ, ઓફિસમાં મહિલાઓને આ દિવસે રજા આપવામાં આવે છે. પરંતુ એવા ઘણા ઓછા લોકો છે જેઓ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે સંબંધિત ઈતિહાસ વિશે જાણે છે તો ચાલો જાણીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સાથે જોડાયેલા ઈતિહાસ વિશે.

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ફક્ત 8 માર્ચે જ શા માટે ઉજવવામાં આવે છે?

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનો કોન્સેપ્ટ લાવનાર ક્લેરા ઝેટકીને મહિલા દિવસની ઉજવણી માટે કોઈ તારીખ નક્કી કરી ન હતી. 1917માં યુદ્ધ દરમિયાન રશિયાની મહિલાઓએ ‘બ્રેડ એન્ડ પીસ’ એટલે કે રોટી અને કપડા માટે હડતાળ પર જવાનો નિર્ણય કર્યો હતો. આ હડતાલ પણ ઐતિહાસિક હતી કારણ કે મહિલાઓની હડતાલે સમ્રાટ નિકોલસને તેમનું પદ છોડવાની ફરજ પાડી હતી.

જે બાદ વચગાળાની સરકારે મહિલાઓને મતદાનનો અધિકાર (Vote Rights) આપ્યો હતો. તે સમયે રશિયામાં જુલિયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો અને બાકીના વિશ્વમાં ગ્રેગોરીયન કેલેન્ડરનો ઉપયોગ થતો હતો. મહિલાઓએ આ હડતાલ શરૂ કરી તે તારીખ 23 ફેબ્રુઆરી હતી. જ્યારે ગ્રેગોરિયન કેલેન્ડર મુજબ આ દિવસ 8 માર્ચ હતો. તેથી, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવાનું શરૂ થયું.

1975માં યુનાઈટેડ નેશન્સ દ્વારા સત્તાવાર માન્યતા

યુનાઈટેડ નેશન્સે (United Nations) 1975માં મહિલા દિવસને સત્તાવાર રીતે માન્યતા આપી હતી. યુનાઈટેડ નેશન્સે 1975માં થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પ્રથમ થીમ હતી ‘સેલિબ્રેટિંગ ધ પાસ્ટ, પ્લાનિંગ ફોર ધ ફ્યુચર.’ એટલે કે, ભૂતકાળની ઉજવણી કરો અને ભવિષ્ય માટે યોજના બનાવો.

આ પણ વાંચો : International Women’s Day : આ મહિલા રાજનેતાઓએ UPના રાજકારણ દ્વારા દેશ માટે રચ્યો ઈતિહાસ

g clip-path="url(#clip0_868_265)">