WhatBengalThinksToday: રાજ્યપાલ ધનખડએ કહ્યું બંગાળમાં ઈમરજન્સી જેવી સ્થિતિ, મમતા મારા પર ફેસલા નહી થોપી શકે

ટીવી9ના What Bengal Thinks Today Conclaveમાં આજે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડએ રાજ્યની સરકાર એટલે કે મમતા બેનર્જી પર જડબાતોબ હુમલો કર્યો હતો.

Charmi Katira
| Edited By: | Updated on: Jan 30, 2021 | 1:07 PM

ટીવી9ના What Bengal Thinks Today Conclaveમાં આજે પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડએ રાજ્યની સરકાર એટલે કે મમતા બેનર્જી પર શાબ્દીક પ્રહાર કર્યા હતા. ધનખડે કહ્યું હતું કે રાજ્યમાં કટોકટી જેવી સ્થિતિ અને ડરનો માહોલ છે. રાજ્યપાલએ લોકોને અપીલ કરી હતી કે આ વખતે પ્રયત્ન કરવો જોઇએ કે ચૂંટણી દરમિયાન કોઈ હિંસા ન થાય. શું રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લગાડીને ચૂંટણી યોજવાનું યોગ્ય રહેશે? આ પ્રશ્ન પર પણ ધનખડએ જવાબ આપ્યો હતો.

જગદીપ ધનખડએ જણાવ્યું હતું કે અત્યાર સુધી દેશના દરેક ખેડૂતને 14 હજાર રૂપિયા મળ્યા છે. પરંતુ રાજ્ય સરકારે કિસાન નિધિ રાજ્યમાં અમલમાં ન મૂકતાં બંગાળના એક પણ ખેડૂતને લાભ મળ્યો ના હતો. રાજ્યપાલે એમ પણ કહ્યું હતું કે તેમનું કામ રાજ્ય સરકાર સાથે મળીને એક અને એક 11 કરવાનું છે. પરંતુ રાજ્ય સરકાર આ કરતી નથી.

ધનખડેએ ટીવી 9 ની થીમ ‘વોટ બંગાળ થિંક ટુડે’ ની પ્રશંસા કરી હતી. આ સાથે એમ પણ કહ્યું હતું કે, બંગાળએ દેશને પ્રકાશ બતાવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે બંગાળની પરિસ્થિતિ જેણે દેશને પ્રકાશ આપ્યો તે આજે ઠીક નથી. વધુમાં કહ્યું હતું કે, ‘તમે આજે સમજી વિચારીને પસંદગી કરી છે. આજે મહાત્મા ગાંધીની પુણ્યતિથિ છે. ગાંધીએ કહ્યું કે હિંસાને છોડી દેવી જોઈએ. બંગાળમાં લોહીલુહાણ થયા વિના કોઈ ચૂંટણી યોજાઈ ન હતી. હું વિનંતી કરું છું કે બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 માં એક નવું ઉદાહરણ બેસાડવામાં આવે. ‘

ટીવી 9 નાં નવા ડિરેક્ટર હેમંત શર્માના સવાલ પર રાજ્યપાલે કહ્યું કે પશ્ચિમ બંગાળની વિધાનસભા એ સમગ્ર દેશમાં એકમાત્ર વિધાનસભા છે જેનું સત્ર રાજ્યપાલના સંબોધન વિના શરૂ થયું છે. હું સરકારને સતત વિનંતી કરું છું અને તમને કહું છું કે સરકારને અસર થઈ છે.

ટીવી 9 નાં સીઈઓ બરુન દાસએ સવાલ કર્યો હતો કે, ‘શું બંગાળ સરકારે કંઈ સારું કર્યું નથી?’ ત સમયે જગદીપ ધનખડએ કહ્યું હતું કે, જયારે હું વિશ્વ બાંગ્લા કેન્દ્રમાં ગયો ત્યારે મેં જોયું હતું કે, શાનદાર ઇન્ફ્રાસ્ટક્ચર છે. તે સમયે મુખ્યમંત્રીને ફોન કર્યો હતો અને જણાવ્યું હતું કે, શાનદાર ઇન્ફ્રાસ્ટક્ચર છે. ઘણા રસ્તાઓની હાલત એવી જ છે. મેં તેની પ્રશંસા કરી છે. પરંતુ મેં એ પણ પૂછ્યું કે મેમ બંગાળમાં બિઝનેસ સમિટનું શું થયું? વડા પ્રધાનના પૈસા ખેડૂતો સુધી કેમ પહોંચ્યા નહીં?

Follow Us:
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી, આ ચાર જિલ્લામાં અપાયુ યલો એલર્ટ
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
લાખણીમાં પ્રિયંકા ગાંધીએ PM મોદીને શહેનશાહ ગણાવી કર્યો પ્રહાર઼- Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક કર્યો અનોખો પ્રચાર
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
બનાસની બેન ગેનીબેનનો પ્રચંડ પ્રચાર, tv9 સાથે કરી ખાસ વાતચીત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
પરેશ ધાનાણીએ ઓટો રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
રાહુલ નામના યાનને 20-20 વાર લોન્ચ કર્યું છત્તા લેન્ડ ના થયું-અમિત શાહ
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ઘરમાં ઘરમાં 'અનુપમા'થી જાણીતી બનેલી રૂપાલીએ પોરબંદરમાં કર્યો રોડ શો
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ભાણવડના બરડા ડુંગરમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઈ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
ડીસામાં SRP જવાનો પર હુમલાની ઘટના, ત્રણ શખ્શો સામે નોંધાયો ગુનો, જુઓ
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
18 દેશના 22 રાજકીય પક્ષોના નેતાઓ ચૂંટણી પ્રક્રિયાને જાણવા ભારત આવ્યા
g clip-path="url(#clip0_868_265)">