AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CDSનો અર્થ શું છે ? જાણો આ પદ પરના વ્યક્તિની તાકાત અને જવાબદારીઓ વિશે

બિપિન રાવત (CDS બિપિન રાવત) એ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ છે જે ત્રણેય સેવાઓ અંગે સંરક્ષણ પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરે છે.

CDSનો અર્થ શું છે ? જાણો આ પદ પરના વ્યક્તિની તાકાત અને જવાબદારીઓ વિશે
Bipin Rawat
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 4:00 PM
Share

દેશના પ્રથમ CDS (Chief of Defense Staff) બિપિન રાવત (Bipin Rawat)નું હેલિકોપ્ટર તમિલનાડુ (Tamil Nadu) ના કુન્નુરમાં ક્રેશ થયું છે. અકસ્માતના સમાચાર બાદ બિપિન રાવત અને વિમાનમાં સવાર અન્ય લોકો માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે. ભારતીય વાયુસેના તરફથી મળેલી માહિતી મુજબ હેલિકોપ્ટરમાં સીડીએસ બિપિન રાવતની પત્ની પણ હાજર હતી.

બિપિન રાવત ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ છે જે ત્રણેય સેવાઓ અંગે સંરક્ષણ મંત્રીના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરી રહ્યા છે. જનરલ બિપિન રાવત 1 જાન્યુઆરી 2020 ના રોજ ભારતના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ (CDS) બન્યા. સેનાની ત્રણેય પાંખોના મામલામાં CDS સંરક્ષણ પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરે છે. આ સાથે ત્રણેય સેનાના પ્રમુખો પણ રક્ષા મંત્રીને તેમની સેનાઓ અંગે સૂચનો આપે છે.

CDS શું છે?

સેનાની ત્રણેય પાંખોના મામલામાં CDS સંરક્ષણ પ્રધાનના મુખ્ય સૈન્ય સલાહકાર તરીકે કામ કરે છે. આ સાથે ત્રણેય સેનાના પ્રમુખો પણ રક્ષા મંત્રીને તેમની સેનાઓ અંગે સૂચનો આપે છે. CDS એ સંરક્ષણ પ્રધાનની આગેવાની હેઠળની સંરક્ષણ સંપાદન પરિષદ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની આગેવાની હેઠળની સંરક્ષણ યોજના સમિતિના સભ્ય છે. આ સિવાય ન્યુક્લિયર કમાન્ડ ઓથોરિટીના

સૈન્ય સલાહકાર તરીકે પણ કામ કરે છે.

ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફનું કાર્ય સૈન્યની ત્રણેય પાંખો વચ્ચે લાંબા ગાળાના આયોજન, તાલીમ, પ્રાપ્તિ અને પરિવહનના કાર્યો માટે સંયોજક તરીકે કામ કરવાનું રહેશે.ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફને સાયબર અને સ્પેસ કમાન્ડની જવાબદારી પણ આપવામાં આવી છે.સીટીએસનું સૌથી મહત્વપૂર્ણ કાર્ય એ છે કે તેઓ સંરક્ષણ મંત્રાલય હેઠળ નવા રચાયેલા ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ (ડીએમએ)ના સચિવ તરીકે સેવા આપશે.

સીડીએસનું પદ કેમ મહત્વનું છે? આ પોસ્ટ સેનાના ત્રણેય ભાગોને સંકલન કરવા અને ત્રણેયને એક આદેશ પર સક્રિય કરવા માટે બનાવવામાં આવી છે. 1999 ના કારગિલ યુદ્ધ પછી પણ, ભારતમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની પોસ્ટ બનાવવાની પહેલ કરવામાં આવી હતી. તે સમયે એવું કહેવામાં આવ્યું હતું કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફનું પદ સેનાના ત્રણેય વડાઓથી ઉપર હશે અને તેઓ 65 વર્ષની ઉંમર સુધી તેમના પદ પર સેવા આપી શકશે.

આ પણ વાંચોઃ

RAJKOT : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બરે ગુજરાત આવશે, સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે

આ પણ વાંચોઃ

ભારે કરી ! ઉત્સાહમાં આ વ્યક્તિએ તેની પત્નીને ઉઠાવવાની કરી કોશિશ, પછી જે થયુ તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">