RAJKOT : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 11 ડિસેમ્બરે ગુજરાત આવશે, સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજરી આપશે

વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસ સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોના આયોજનો કરવામાં આવ્યા છે. મૂર્તિ પ્રતિષ્ઠા 13 ડિસેમ્બરને સોમવારના રોજ થશે.

RAJKOT : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આગામી 11 ડિસેમ્બરે રાજકોટની મુલાકાતે આવશે.રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલા સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવમાં અમિત શાહ સામેલ થશે.સરધાર સ્વામિનારાયણ મંદિર દ્વારા 10 ડિસેમ્બર થી 18 ડિસેમ્બર સુધી ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્વનું આયોજન કર્યું છે જેનું ઉદઘાટન 10મી તારીખે થશે.

ઉદ્દઘાટન કાર્યક્રમમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ,ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ ઉપસ્થિત રહેશે.આ ઉપરાંત 11મી ડિસેમ્બરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે.અમિત શાહની ઉપસ્થિતિમાં સરધાર સ્વામિનારાયણ મંદિર દ્રારા કોલેજના બે હજાર વિદ્યાર્થીઓને રહેવા જમવાની નિશુલ્ક વ્યવસ્થા કરતા છાત્રાલયનું ભુમિપૂજન કરવામાં આવશે.અમિત શાહના કાર્યક્રમને લઇને મંદિર ટ્રસ્ટ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

મહત્વનું છે કે સરધાર સ્વામિનારાયણ મંદિર દ્રારા આઠ દિવસ ચાલનાર મૂર્તી પ્રતિષ્ઠા મહોત્વમાં અનેક વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે.જેમાં 13 ડિસેમ્બરે પ્રતિષ્ઠા કરવામાં આવશે. આ ઉપરાંત સત્સંગ,1009 કુંડી યજ્ઞ તથા સામાજિક સંદેશા આપતા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવશે. સરધાર સ્વામિનારાયણ મંદિરના સ્વામી નિત્યસ્વરૂપદાસ સ્વામીની પ્રેરણા અને માર્ગદર્શન હેઠળ વિવિધ ધાર્મિક અનુષ્ઠાનોના આયોજનો કરવામાં આવ્યા છે. મૂર્તિ પ્રતિષ્ઠા 13 ડિસેમ્બરને સોમવારના રોજ થશે.

100 સહસ્ત્ર કુંડી શ્રીહરિ યજ્ઞદર્શનનું આયોજન
આ મહોત્સવ પ્રસંગે સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન ગ્રંથરાજ શ્રીમદ્ સત્સંગિજીવન કથા પારાયણનું આયેજન કરવામાં આવ્યું છે. જેના વક્તાપદે સરધાર મંદિરના પ્રણેતા નિત્યસ્વરૂપદાસ સ્વામી બિરાજી ગીત-સંગીતના સથવારે કથાગંગાનું રસપાન કરાવશે. આ મહોત્સવ અંતર્ગત 100 સહસ્ત્ર કુંડી શ્રીહરિ યજ્ઞદર્શન, સંત દર્શન તથા ભવ્ય પ્રદર્શનનો લાભ હરિ ભક્તોને પ્રાપ્ત થશે.

  • Follow us on Facebook

Published On - 2:53 pm, Wed, 8 December 21

Click on your DTH Provider to Add TV9 Gujarati