ભારે કરી ! ઉત્સાહમાં આ વ્યક્તિએ તેની પત્નીને ઉઠાવવાની કરી કોશિશ, પછી જે થયુ તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા

પતિ-પત્નીનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે, જો બંનેમાંથી કોઈનો ખરાબ સમય આવે તો બીજા તેની ઢાલ બનીને તેની સંભાળ રાખે છે. પણ કહેવાય છે કે પ્રેમ એટલો જ કરવો જોઈએ જેટલો સંભાળી શકાય..!

ભારે કરી !  ઉત્સાહમાં આ વ્યક્તિએ તેની પત્નીને ઉઠાવવાની કરી કોશિશ, પછી જે થયુ તે જોઈને મહેમાનો પણ હસીને લોટ પોટ થયા
Funny video goes viral
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 08, 2021 | 2:31 PM

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર લગ્ન સંબધિત વીડિયો વાયરલ (Viral) થતા જોવા મળે છે. જે યુઝર્સને ખૂબ જ પસંદ આવી રહ્યા છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં ઘણી વખત દુલ્હનની મસ્તી તો ક્યારેક વરરાજા એવી હરકતો કરે છે કે તે લોકોમામ ચર્ચાનો વિષય બની જાય છે, પરંતુ આ દિવસોમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે કોઈ દુલ્હા-દુલ્હનનો(Bride-Groom)  નથી પરંતુ ડાન્સ ફ્લોરનો છે. જ્યાં ડાન્સ દરમિયાન પતિ-પત્નીએ કંઈક એવું કર્યું, જેને જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

વીડિયોએ ઈન્ટરનેટ પર મચાવી ધમાલ

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આપણે બધા જાણીએ છીએ કે પતિ-પત્નીનો (Husband-Wife) સંબંધ ખૂબ જ ખાસ હોય છે, જો બંનેમાંથી કોઈ એકનો સમય પણ ખરાબ હોય તો બીજો તેની ઢાલ બનીને તેનું ધ્યાન રાખે છે. પણ કહેવાય છે કે પ્રેમને એટલો જ કરો જેટલો તમે સંભાળી શકો..! તાજેતરમાં આવો જ અક રમુજી વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.

જુઓ વીડિયો

ડાન્સના ચક્કરમાં કંઈક આવુ થયુ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, લગ્નમાં પતિ-પત્ની બંને ડાન્સ ફ્લોર (Dance Floor) પર ડાન્સ કરી રહ્યાં છે અને પાછળ બોલિવુડ સોંગ વાગી રહ્યું છે, ‘તેરે બિન નહીં લગદા દિલ મેરા’ , પછી અચાનક પતિ -પત્નીને ડાન્સ ફ્લોર પર ઉપાડવાનો પ્રયાસ કરે છે. જો કે સંતુલન ખોરવાતા તેઓ બંને નીચે પડી જાય છે.આ જોઈને મહેમાનો પણ હસવા લાગે છે. આ વીડિયો યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ રમુજી વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર @nitbattaનામના પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝરે લખ્યુ કે,મહેમાનોની સામે કપલની બરોબરની બેજ્જતી થઈ.આ સિવાય અન્ય કેટલાક યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે.આ વીડિયોને અત્યાર સુધીમાં 25 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે.

આ પણ વાંચો : Viral : કેટરિના-વિકીના લગ્નને લઈને સલમાન ખાન પર ફની મીમ્સનો વરસાદ, જોઈને તમને પણ હસવુ આવશે

આ પણ વાંચો : Video : આ વ્યક્તિએ પોતાના કરોડોના ધરને લગાવી આગ ! કારણ જાણીને તમારા હોંશ ઉડી જશે

g clip-path="url(#clip0_868_265)">