West Bengal Election: ચોથા તબક્કાનું મતદાન હિંસા સાથે થયું પૂર્ણ, 373 ઉમેદવારોનું ભાવિ EVMમાં સિલ

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન હિંસાની સાથે 6.30 વાગ્યે સમાપ્ત થયું. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું. સવારથી જ કૂચબિહાર જિલ્લાના શીલતકુચી ચર્ચામાં રહ્યું.

West Bengal Election: ચોથા તબક્કાનું મતદાન હિંસા સાથે થયું પૂર્ણ, 373 ઉમેદવારોનું ભાવિ EVMમાં સિલ
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 9:47 PM

પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનું ચોથા તબક્કાનું મતદાન હિંસાની સાથે 6.30 વાગ્યે સમાપ્ત થયું. સવારે 7 વાગ્યે મતદાન શરૂ થયું હતું. સવારથી જ કૂચબિહાર જિલ્લાના શીલતકુચી ચર્ચામાં રહ્યું. પ્રથમ મતદાન માટે લાઈનમાં ઉભા રહેલા 18 વર્ષના એક યૂવક આનંદ બર્મનનું ગોળી વાગવાના કારણે મોત થયાના સમાચાર સામે આવ્યા હતા. ત્યારબાદ CISF અધિકારીઓની ગોળીથી 4 ગ્રામજનોના મોત થયા. તેને લઈ દિવસભર બંગાળનું રાજકારણ ગરમાયેલું રહ્યુ. ચૂંટણી પંચ શીતલકૂચીના માથાભંગા બ્લોક 1ના બૂથ નંબર 126 પર મતદાન સ્થગિત કરી દીધું અને ડીએમ અને એસપી પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે.

તેની વચ્ચે સાંજે 5 વાગ્યા સુધી કુલ 76.16 ટકા મતદાન થયું છે. કૂચબિહારમાં 79.73 ટકા, અલીપુરદ્વારમાં 73.65 ટકા, હાવડામાં 75.03 ટકા, દક્ષિણ 24 પરગના જિલ્લામાં 75.49 ટકા અને હુગલીમાં 76.02 ટકા મતદાન થયું છે. આ મતદાનમાં વિભિન્ન રાજકીય પાર્ટીઓના 373 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં બંધ થયું છે. ચોથા તબક્કામાં મતદાનની સુરક્ષા માટે ચૂંટણી પંચે 793 કંપની કેન્દ્રીય દળોની તૈનાતી કરી હતી. કુલ 15,940 મતદાન કેન્દ્રો પર સવારે 7 વાગ્યાથી સાંજે 6.30 વાગ્યા સુધી મતદાન થયું છે. ત્યારે 2 મેના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

સવારથી ચર્ચામાં રહ્યું શીતલકુચી

વડાપ્રધાન મોદીએ મુખ્યપ્રધાન મમતા બેનર્જીના ભડકાઉ નિવેદન માટે દોષી ગણાવ્યા. ત્યારે મમતા બેનર્જીએ તેની જવાબદારી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પર લગાવી દીધી પણ આજના મતદાનથી બંગાળની ચૂંટણીમાં હિંસા ચાલુ રહી. સવારે મતદાનની શરૂઆત હિંસાની સાથે થઈ. ઉત્તર બંગાળના બે જિલ્લા અલીપુરદ્વાર અને કૂચબિહાર તથા દક્ષિણ બંગાળના હાવડા, હુગલી અને દક્ષિણ 24 પરગનાની 44 સીટો પર મતદાનને લઈ દિવસભર હિંસાના સમાચાર સામે આવ્યા. ભાજપના ઉમેદવાર પાયલ સરકારની ગાડીમાં તોડફોડ કરવામાં આવી.

છૂટાછવાયા હિંસક બનાવો બન્યા

ચૂંચડામાં ભાજપના ઉમેદવાર લોકેટ ચટર્જી પર હુમલો કરવામાં આવ્યો તો દિનહાટામાં ટીએમસીના ઉમેદવાર ઉદયન ગુહા પર હુમલો થયો. કોલકત્તામાં કસબા અને બેહલા પૂર્વમાં પણ હિંસક ઘટનાઓ બની. દક્ષિણ 24 પરગનાના ભાંગડમાં પણ સતા પર રહેલી પાર્ટી તૃણમૃલ કોંગ્રેસની ઓફિસમાં હુમલાનો આરોપ ISFના કાર્યકર્તાઓ પર લાગ્યો છે. પાટુલીમાં માકપા પોલિંગ એજન્ટ સાથે મારપીટ કરવામાં આવી.

આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાનો મહાવિસ્ફોટ, પહેલીવાર 5 હજારથી વધુ નવા કેસ, 49 લોકોના મૃત્યુ

Latest News Updates

શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
g clip-path="url(#clip0_868_265)">