AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બંગાળમાં શરૂઆતી રૂઝાનમાં ભાજપ આગળ, આ વખતે એક- બે નહીં પરંતુ 7 M ફેક્ટર.. કોને કરાવશે ફાયદો?

બંગાળમાં 293 બેઠકો પર મતગણતરી શરૂ છે. શરૂઆતી રૂજાનોમાં BJP અને TMC વચ્ચે નેક ટુ નેક ફાઈટ જોવા મળી રહી છે. તેનાથી સ્પષ્ટ છે કે M ફેક્ટર એ મતદાતાઓને બહુ ઉંડે સુધી પ્રભાવિત કર્યા છે.

બંગાળમાં શરૂઆતી રૂઝાનમાં ભાજપ આગળ, આ વખતે એક- બે નહીં પરંતુ 7 M ફેક્ટર.. કોને કરાવશે ફાયદો?
| Updated on: May 04, 2026 | 11:31 AM
Share

બંગાળની રણભૂમિમાં આજે 293 બેઠકો પર કાઉન્ટીંગ શરૂ છે. પ્રારંભિક વલણોમાં જે તસવીર ઉપસીને સામે આવી રહી છે તે કોઈ રોમાંચક ફિલ્મના ક્લાઈમેક્સથી ઓછી નથી ક્યાંક BJP ની ભગવા લહેર લીડ કરતી જોવા મળી રહી છે તો ક્યાંક મમતા બેનરજીનો ખેલા તેમને રેસમાં વાપસી કરાવી રહ્યો છે. તાજા વલણો અનુસાર બંગાળમાં BJP સતત આગળ ચાલી રહી છે. જો પરિણામો પર નજર કરીએ તો માત્ર ભાજપ માટે આ ઐતિહાસિક જીત હશે પરંતુ એક્ઝિટ પોલ પર પણ મોહર લાગશે જેમણે પહેલેથી જ બંગાળમાં પરિવર્તનની ભવિષ્યવાણી કરી હતી.

આ ચૂંટણીની અસલી કહાની માત્ર બેઠકોની લડાઈ નથી, પરંતુ ‘M ફેક્ટર’ પણ છે. આ વખતે બંગાળની રાજનીતિ માત્ર ધ્રુવીકરણ કે વિકાસના દાવા સુધી સીમિત નથી રહી. આવો સત્તાના આ 7 ‘M ફેક્ટર’ કેવી રીતે બંગાળનું ભવિષ્ય નક્કી કરી રહ્યા છે, સમજીએ.

1 સૌથી પહેલુ M ફેક્ટર ‘મુસ્લિમ ફેક્ટર’

પશ્ચિમ બંગાળની અનેક સીટો પર મુસ્લિમ વોટ નિર્ણાયક સાબિત થાય છે. બંગાળની લગભગ 30% મુસ્લિમ વસ્તી M ફેક્ટર નો સૌથી મહત્વપૂર્ણ હિસ્સો છે. પરંપરાગત રીતે TMC નો વોટ બેંક માનવામાં આવે છે. આ વખતે TMC માંથી અલગ થઈ નવી પાર્ટી ‘આમ જનતા ઉન્નયન પાર્ટી’ બનાવનાર (AJUP) બનાવનારા હુમાયુ કબીર આ વખતે વોટ બેંકમાં સેંધ લગાવવાની કોશિશ અને ભાજપના આક્રમક ધ્રુવીકરણને આ વોટ બેકમાં નવા સમીકરણ ઉમેરી દીધા છે.

2 બીજુ મહત્વપૂર્ણ M ફેક્ટર છે ‘મહિલા વોટ’

મમતા બેનરજીની લક્ષ્મી ભંડાર જેવી યોજનાઓ મતદાતાઓને ઘણા ખરા અંશે આકર્ષિત કર્યુ. ત્યાં મોદી સરકારની કેન્દ્રીય યોજનાઓ અને મહિલા સુરક્ષાના મુદ્દાએ ભાજપને આ વર્ગનું પણ સમર્થન અપાવવાનો પ્રયાસ કર્યો. ભાજપે સંદેશ ખાલી અને RG કર જેવી ઘટનાઓને મુદ્દો બનાવી મહિલા સુરક્ષા અને તેમના સન્માનને ચૂંટણી હથિયાર બનાવ્યુ. કૂલ મળીને મહિલા વોટર્સ બંગાળમાં આ વખતે કિંગ મેકરની ભૂમિકા છે.

3

ત્રીજુ M ફેક્ટર ‘માઈગ્રેન્ટ્સ’

બંગાળમાં બહાર કામ કરનારા લાખો પ્રવાસી કામદારો અને તેમના પરિવારો આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ બનીને ઉભરી રહ્યા છે. દિલ્હી- NCR માં અન્ય શહેરોમાંથી એવી ખબરો આવી હતી કે પ્રવાસી બંગાળી શ્રમિક વર્ગ મોટી સંખ્યામાં વોટ કરવા બંગાળ પહોંચ્યા. તેની અસર વોટિંગ પેટર્ન પર સ્પષ્ટ જોવા મળી. રોજગાર ની કમીને કારણે પલાયન કરનારા આ યુવાઓ અને તેમના પરિવારો બંગાળ વોટ દેવા બંગાળ આવ્યા. ભાજપે તેને સોનાર બાંગ્લા ના સપના થી જોડ્યુ. જ્યારે TMC એ કેન્દ્ર ના અસહયોગ આંદોનને તેનુ કારણ બતાવ્યુ.

ચોથુ M ફેક્ટર ‘મતુઆ ફેક્ટર’

ઉત્તર 24 પરગણા અને આસપાસના વિસ્તારમાં મતુઆ સમુદાય નો વોટ અત્યંત મહત્વપૂર્ણ રહ્યો. નાગરિક્તા સંશોધન કાનુન (CAA) ને લઈને આ સમુદાયમાં લાંબા સમયથી આશા રહી છે. પારંપરિક રીતે આ સમુદાય ભાજપની વોટ બેંક માનવામાં આવી રહી છે. આ વખતે પણ ભાજપે મતુવા સમુદાયને તેમના પક્ષને રિજવવાનો પ્રયાસ કર્યો. જ્યારે TMC એ સ્થાનિક મુદા દ્વારા સંતુલન સાધવાની રણનીતિ અપનાવી

પાંચમુ M ફેક્ટર ‘મશીનરી ફેક્ટર’

અહીં, ‘મશીનરી’ ફક્ત ચૂંટણી સંસાધનો જ નહીં, પરંતુ સંગઠનાત્મક શક્તિ, બૂથ મેનેજમેન્ટ અને જમીની સ્તરના કાર્યકર્તાઓનો ઉલ્લેખ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભાજપે બંગાળમાં તેના સંગઠનાત્મક માળખાને નોંધપાત્ર રીતે મજબૂત બનાવ્યું છે, જ્યારે TMC ઐતિહાસિક રીતે મજબૂત ગ્રાસરુટ નેટવર્ક ધરાવે છે. આ વખતે, આ તીવ્ર સ્પર્ધાએ ચૂંટણીને વધુ રોમાંચક બનાવી દીધી. વધુમાં, ચૂંટણી પંચે જે રીતે સુરક્ષા દળો તૈનાત કર્યા અને બોગસ વોટીંગને રોકવા માટે કડક પગલાં અમલમાં મૂક્યા તે ખરેખર ઐતિહાસિક હતું. ખાસ કરીને, ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) દ્વારા હાથ ધરવામાં આવેલા મતદાર યાદીના શુદ્ધિકરણના પરિણામે અસંખ્ય બોગસ એન્ટ્રીઓ દૂર કરવામાં આવી, જેના કારણે ચૂંટણીના અંકગણિતમાં મૂળભૂત ફેરફાર થયો.

છઠ્ઠુ M ફેક્ટર ‘મમતા ફેક્ટર’

મમતા બેનર્જીનું વ્યક્તિગત વ્યક્તિત્વ અને તેમના લડાયક રાજકારણ સતત TMC ની સૌથી મોટી તાકાત રહી છે. તેમના સમર્થકો માટે, આ ચૂંટણી ‘દીદી વિરુદ્ધ બાકીના’ ની વાર્તામાં વિકસિત થઈ, જેનાથી તેમની સાથેના તેમના ભાવનાત્મક બંધનને મજબૂત બનાવવામાં આવ્યું. આ વખતે, ભાજપે એક અલગ રણનીતિ અપનાવી: પાછલી ચૂંટણીઓથી વિપરીત, તેમણે મમતા બેનર્જી પર સીધા વ્યક્તિગત હુમલા કરવાનું ટાળ્યું. આ અભિગમની અસરકારકતા સ્પષ્ટ હતી, કારણ કે પક્ષના એક પણ નેતાએ તેમના પર વ્યક્તિગત હુમલા ન કર્યા.

7- અંતિમ અને નિર્ણાયક ‘મોદી ફેક્ટર’

‘મોદી ફેક્ટર’ પીએમ મોદીની રેલીઓ, કેન્દ્ર સરકારની યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર ભાર મૂકવાથી બંગાળમાં ભાજપમાં નવી ઉર્જાનો સંચાર થયો. મોદીની અપાર લોકપ્રિયતાએ નવા મતદારોને પાર્ટીમાં આકર્ષવામાં મુખ્ય ભૂમિકા ભજવી. મોદીએ પોતે રોડ શો કરીને જનતા સાથે વ્યક્તિગત જોડાણ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો; આનું એક યાદગાર ઉદાહરણ ઝારગ્રામમાં એક રોડ શો દરમિયાન જોવા મળ્યુ જ્યાં તેઓએક સ્થાનિક દુકાન પર રોકાઈને બંગાળના પરંપરાગત સ્ટ્રીટ ફુડ ઝાલમુડીનો આનંદ માણ્યો

કૂલ મળીને આ સાત ફેક્ટર બંગાળની ચૂંટણીમાં નિર્ણાયક રહ્યા અને પરિણામ પર પણ તેની છાપ સ્પષ્ટ જોવા મળી રહી છે.

અંગ… બંગ… કલિંગ” PM મોદીએ બંગાળમાં અંતિમ રેલીમાં આ નારાનો એક ખાસ કારણથી કર્યો ઉપયોગ- વાંચો

Follow Us
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
માંગરોળના MLA  સામે ખેડૂતો અને AAP કાર્યકરોને અપશબ્દો બોલવાનો આરોપ
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
g clip-path="url(#clip0_868_265)">