AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : UPI ચુકવણી નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, કોને થશે નુકસાન, જાણો

ભારતમાં UPI સિસ્ટમમાં મોટા ફેરફારોની શક્યતા છે. સરકાર Payment and Settlement Systems Act માં સુધારો કરી ₹2,000 થી વધુના UPI P2M ટ્રાન્ઝેક્શન પર Merchant Discount Rate (MDR) લાગુ કરી શકે છે.

Breaking News : UPI ચુકવણી નિયમોમાં મોટા ફેરફારની તૈયારી, કોને થશે નુકસાન, જાણો
| Updated on: Aug 04, 2026 | 5:49 PM
Share

ભારતમાં ડિજિટલ પેમેન્ટનું સૌથી મોટું માધ્યમ બની ચૂકેલી UPI સિસ્ટમમાં હવે મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતા છે. મીડિયા અહેવાલો મુજબ સરકાર Payment and Settlement Systems Actમાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. જો આ સુધારો અમલમાં આવશે તો ₹2,000થી વધુના UPI વેપારી (P2M) ટ્રાન્ઝેક્શન પર Merchant Discount Rate (MDR) લાગુ થઈ શકે છે. અત્યાર સુધી જાન્યુઆરી 2020થી ગ્રાહકો અને વેપારીઓ માટે UPI દ્વારા ચુકવણી સંપૂર્ણપણે મફત છે.

RBIને મળશે MDR નક્કી કરવાની સત્તા

બ્રોકરેજ ફર્મ Jefferiesના અહેવાલ અનુસાર સરકાર કાયદામાં ફેરફાર કરીને UPI ટ્રાન્ઝેક્શન પર MDR નક્કી કરવાની સત્તા સીધી રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ને સોંપી શકે છે. MDR એટલે ડિજિટલ પેમેન્ટ સ્વીકારવા બદલ વેપારી પાસેથી વસૂલવામાં આવતી ફી. પ્રસ્તાવ મુજબ ₹2,000થી વધુના વ્યક્તિ-થી-વેપારી (P2M) ટ્રાન્ઝેક્શન પર 15થી 30 બેસિસ પોઈન્ટ સુધીનો ચાર્જ વસૂલવામાં આવી શકે છે. જોકે આ નિર્ણય અમલમાં આવે તે પહેલાં સંસદીય મંજૂરી અને ઉદ્યોગ સાથે ચર્ચા જરૂરી રહેશે.

સામાન્ય ગ્રાહકો પર કેટલી અસર પડશે?

આ સંભવિત ફેરફારનો સીધો પ્રભાવ રોજિંદા નાના ટ્રાન્ઝેક્શન પર જોવા નહીં મળે. ઉપલબ્ધ આંકડા પ્રમાણે ₹2,000થી વધુના UPI ટ્રાન્ઝેક્શન કુલ વ્યવહારોના માત્ર 4 ટકા છે, પરંતુ કુલ ટ્રાન્ઝેક્શન મૂલ્યમાં તેમનો હિસ્સો આશરે 67 ટકા છે. એટલે કે માત્ર મોટા મૂલ્યના વ્યવહારો પર MDR લાગુ કરવાથી પણ સમગ્ર પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે નોંધપાત્ર આવક ઊભી થઈ શકે છે.

હજારો કરોડનું નવું માર્કેટ ઉભું થઈ શકે

Jefferiesના અંદાજ મુજબ, જો આ પ્રસ્તાવ અમલમાં આવશે તો નાણાકીય વર્ષ 2028 સુધીમાં પેમેન્ટ ઇકોસિસ્ટમ માટે ₹5,000થી ₹10,000 કરોડનું નવું આવક બજાર ઉભું થઈ શકે છે. આ આવક બેંકો, મર્ચન્ટ એક્વાયરર્સ અને ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મ વચ્ચે વહેંચાશે.

Paytm સહિતની કંપનીઓને થશે મોટો ફાયદો

MDR લાગુ થયા બાદ સૌથી વધુ લાભ વેપારીઓને જોડતી પેમેન્ટ કંપનીઓને મળી શકે છે. Jefferiesના અંદાજ મુજબ Paytmને દર વર્ષે ₹300થી ₹700 કરોડ સુધીની વધારાની આવક થઈ શકે છે, જેના કારણે કંપનીના નફામાં અંદાજે 15થી 35 ટકા સુધીનો વધારો થઈ શકે છે. બીજી તરફ Pine Labsને પણ ₹50થી ₹150 કરોડ જેટલી વધારાની આવક મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

UPI કંપનીઓ માટે બની શકે જીવનરેખા

છેલ્લા કેટલાક વર્ષોમાં UPI ટ્રાન્ઝેક્શનનો વ્યાપ ઝડપથી વધ્યો છે, પરંતુ મોટાભાગની પેમેન્ટ કંપનીઓને તેમના મુખ્ય વ્યવસાયમાંથી પૂરતો નફો મળ્યો નથી. વેપારીઓને જોડવા, ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરવા અને સાયબર સુરક્ષા માટે મોટા પ્રમાણમાં રોકાણ કરવું પડતું હોવાથી કંપનીઓ પર આર્થિક દબાણ રહ્યું છે.

બ્રોકરેજ ફર્મ Bernsteinના અહેવાલ અનુસાર, જો ₹2,000થી વધુના ટ્રાન્ઝેક્શન પર 30થી 40 બેસિસ પોઈન્ટનો MDR લાગુ કરવામાં આવે તો સમગ્ર ઉદ્યોગને આશરે ₹3,000 કરોડની વધારાની આવક મળી શકે છે. નિષ્ણાતોના મતે, આ પગલું ડિજિટલ પેમેન્ટ કંપનીઓને વધુ મજબૂત બનાવશે અને બજારમાં ચાલી રહેલી ભાવ સ્પર્ધા ઘટાડવામાં પણ મદદરૂપ બની શકે છે.

અમેરિકામાં ભારતીય કામદારો માટે માઠા સમાચાર, આ ગ્રીન કાર્ડ કેટેગરી ટૂંક સમયમાં થઈ શકે છે બંધ!

Follow Us
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
હવે રાજકોટ એઈમ્સ હોસ્પિટલમાં સ્પાઈન સર્જરીનો થયો પ્રારંભ- Video
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
રાજકોટ RMC VRS કૌભાંડ: સફાઈ કર્મચારીઓના બોગસ ફિટનેસ સર્ટિફિકેટનો આરોપ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા 25-30 વાનરોનું દિલધડક રેસ્ક્યૂ
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
15 કિલોમીટરનો માર્ગ લોકો માટે જીવલેણ બન્યો
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
અમરેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રસ્તાઓ પર સિંહોના આંટાફેરા
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
g clip-path="url(#clip0_868_265)">