AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યું, પક્ષના કાર્યકરો સામે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો

સાંસદોના આ જૂથે બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓને થતી હેરાનગતિ વિશે માહિતી આપી અને કહ્યું કે હજુ સુધી તેમાં કોઈ ઘટાડો થયો નથી. આ સાથે તેના નિવારણ માટે પગલા ભરવા માગ કરી હતી.

પશ્ચિમ બંગાળના ભાજપના સાંસદોનું પ્રતિનિધિ મંડળ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચ્યું, પક્ષના કાર્યકરો સામે હિંસાનો મુદ્દો ઉઠાવ્યો
Narendra Modi
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 4:30 PM
Share

પશ્ચિમ બંગાળના ભાજપના (West Bengal BJP) સાંસદોએ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે બંગાળને લઈને ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. બંગાળના ભાજપના 15 સભ્યોના પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન મોદીને બંગાળ આવવા વિનંતી કરી છે. સાંસદોએ પીએમ મોદીને બંગાળમાં ભાજપના કાર્યકરો અને નેતાઓની સતત હેરાનગતિ વિશે પણ વાકેફ કર્યા છે.

આ ઉપરાંત, સાંસદોએ પશ્ચિમ બંગાળમાં CAAના વહેલા અમલીકરણની જરૂરિયાત પર વિનંતી કરી. ટીમના સભ્યોએ કેન્દ્રીય યોજનાઓના અમલીકરણમાં રાજ્ય સરકાર દ્વારા જે ભેદભાવનો સામનો કરવો પડી રહ્યો છે તેની પણ માહિતી આપી હતી.

પીએમ મોદીએ ટૂંક સમયમાં પશ્ચિમ બંગાળની મુલાકાત લેવાની ખાતરી આપી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની મુલાકાત દરમિયાન સાંસદોએ પંચાયત અને ગ્રામ્ય સ્તરે લાગુ થનારી યોજનાઓમાં  (Government Schemes) ભાજપના સમર્થકોની ઉપેક્ષા વિશે પણ જણાવ્યું હતું. વડાપ્રધાને ભાજપના સાંસદોના આ જૂથને તેમની વ્યસ્તતાને કારણે બંગાળનું શેડ્યૂલ ન બનાવી શકવાની તેમની મજબૂરી કહી, પણ ખાતરી આપી કે તેઓ ટૂંક સમયમાં રાજ્યમાં તેમના કાર્યક્રમનું આયોજન કરશે.

ચૂંટણી બાદ પણ હિંસામાં ઘટાડો ન થયો સાંસદોના આ જૂથે બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓને થતી હેરાનગતિ વિશે માહિતી આપી અને કહ્યું કે હજુ સુધી તેમાં કોઈ ઘટાડો થયો નથી. આ સાથે તેના નિવારણ માટે પગલા ભરવા માગ કરી હતી. સાંસદોએ પશ્ચિમ બંગાળને લઈને પીએમ મોદીને એક પત્ર પણ સુપરત કર્યો.

આ અંગે પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા બંગાળ બીજેપીના અધ્યક્ષ સુકાંત મજુમદારે કહ્યું કે 2 સાંસદોને બાદ કરતાં લગભગ તમામ બંગાળના સાંસદો પીએમ મોદીને મળ્યા હતા. અમે તેમને કહ્યું છે કે ચૂંટણી પછી હિંસામાં કોઈ ઘટાડો થયો નથી, હિંસા ચાલુ છે. બંગાળમાં ભરતીમાં સતત હેરાફેરી થઈ રહી છે. અમે માગ કરી હતી કે CAAનો કાયદો ઘડ્યા પછી, તેને રાજ્યમાં વહેલી તકે લાગુ કરવામાં આવે.

આ પણ વાંચો : ભાજપ માત્ર નામ બદલે છે, યુપીના લોકો ટૂંક સમયમાં સરકાર બદલશે: ઝાંસીમાં ‘વિજય રથયાત્રા’ દરમિયાન અખિલેશ યાદવનો પ્રહાર

આ પણ વાંચો : ‘અમે કહ્યું નહોતું કે દિલ્હી સરકારે સ્કૂલ બંધ કરવી જોઈએ’, સુપ્રીમ કોર્ટે આપી સ્પષ્ટતા, કહ્યું સુપ્રીમ કોર્ટને વિલન તરીકે રજૂ કરવામાં આવી

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">