West Bengal: મમતા બેનર્જીનો દાવો, ચાર-પાંચ વર્ષ પહેલા મને પણ 25 કરોડમાં પેગાસસ ખરીદવાની ઓફર મળી હતી
મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કેન્દ્ર સરકારે ઘણા પત્રકારો અને નેતાઓના કોલ રેકોર્ડ કર્યા છે. પોલીસકર્મીઓના કોલ રેકોર્ડ કરવામાં આવ્યા છે. આ સંગઠિત અપરાધ છે.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ (Mamata Banerjee) ગુરુવારે દાવો કર્યો હતો કે તેમને પણ જાસૂસી સોફ્ટવેર પેગાસસ (Pegasus Software) ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. 4-5 વર્ષ પહેલા બંગાળ સરકારને 25 કરોડ રૂપિયામાં પેગાસસ ખરીદવાની ઓફર કરવામાં આવી હતી. મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ ફરી એકવાર કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે કેન્દ્ર સરકારે ઘણા પત્રકારો અને નેતાઓના કોલ રેકોર્ડ કર્યા છે. પોલીસકર્મીઓના કોલ રેકોર્ડ કરવામાં આવ્યા છે. આ સંગઠિત અપરાધ છે. અમારી પાસે પેગાસસ સૉફ્ટવેર ખરીદવાની ઑફર પણ હતી, પરંતુ હું લોકોની ગોપનીયતાનો આદર કરું છું. લોકો તેમના પરિવારના સભ્યો સાથે આરામથી વાત કરી શકે છે અને તેમાં કોઈપણ પ્રકારની અડચણ ન હોવી જોઈએ, મેં તેનું ધ્યાન રાખ્યું છે અને તેથી જ મેં આ સોફ્ટવેર ખરીદ્યું નથી.
તમને જણાવી દઈએ કે પેગાસસ જાસૂસી મામલાએ ઘણું ધ્યાન ખેંચ્યું હતું. આ મામલો વધારે ગરમાયો તે પછી, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ તપાસ પંચની સ્થાપના કરવાનો આદેશ આપ્યો હતો, જેને પશ્ચિમ બંગાળમાં ફોન હેકિંગ, ટ્રેકિંગ અને ફોન રેકોર્ડિંગના આરોપોની તપાસ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે બાદમાં સુપ્રીમ કોર્ટે તપાસ પંચની સ્થાપના કરવાની દરખાસ્તને ફગાવી દીધી હતી. મમતા બેનર્જીએ કહ્યું હતું કે તેમના ફોન ટેપ થઈ રહ્યા છે.
They (NSO Group, Israeli cyber intelligence company) had come to our police dept 4-5yrs ago to sell their machine (Pegasus spyware) & demanded Rs 25cr; I turned it down as it could have been used politically, against judges/officials, which is not acceptable:WB CM Mamata Banerjee pic.twitter.com/WTnAq8MWyh
— ANI (@ANI) March 17, 2022
પેગાસસને 25 કરોડમાં ખરીદવાની ઓફર આવી હતી
ANI સમાચાર અનુસાર, મમતા બેનર્જીએ કહ્યું, તેઓ (NSO ગ્રુપ, ઇઝરાયેલની સાઇબર ઇન્ટેલિજન્સ કંપની) 4-5 વર્ષ પહેલા તેમના મશીન (પેગાસસ સ્પાયવેર) વેચવા માટે અમારા પોલીસ વિભાગમાં આવ્યા હતા અને 25 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. મેં તેને નકારી કાઢ્યું કારણ કે તેનો ઉપયોગ ન્યાયાધીશો/અધિકારીઓ વિરુદ્ધ રાજકીય રીતે થઈ શકે છે, જે સ્વીકાર્ય નથી.
પેગાસસ દ્વારા જાસૂસી
મમતા બેનર્જીએ કહ્યું, જ્યારે ચંદ્રબાબુ નાયડુ આંધ્ર પ્રદેશમાં મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે તેની સેવાઓ લીધી હતી. વર્તમાન કેન્દ્ર સરકાર પણ રાજકારણીઓ, ન્યાયાધીશો, અધિકારીઓ, પત્રકારો, અમલદારો, સામાજિક કાર્યકરો વગેરેના અંગત જીવનમાં ડોકિયું કરવા માટે તેમની સેવાઓ લઈ રહી છે. અમારી સરકાર આ કરવા માંગતી નથી. હું કોઈની અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ મૂકવા માંગતી નથી. મારી પણ પેગાસસ દ્વારા જાસૂસી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : હરિયાણાના પૂર્વ સીએમ ભૂપિન્દર સિંહ હુડ્ડા રાહુલ ગાંધીને મળ્યા, ત્યારબાદ ગુલામ નબી આઝાદને મળવા તેમના ઘરે ગયા
આ પણ વાંચો : શુ સ્ટીલ્થ ઓમિક્રોન વેરિયન્ટથી આવશે કોરોનાની ચોથી લહેર ? ચીનમાં ઝડપથી વધી રહ્યા છે કેસ, જાણો કેટલો જોખમી છે વેરિયન્ટ