AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મમતા બેનર્જીની જાહેરાત, યુક્રેનથી પરત આવેલા એન્જિનિયરિંગ-મેડિકલના વિદ્યાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા કરશે સરકાર

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) રશિયા-યુક્રેનના કારણે એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી પરત આવનાર વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ બંગાળમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજની ઑફર કરી છે.

મમતા બેનર્જીની જાહેરાત, યુક્રેનથી પરત આવેલા એન્જિનિયરિંગ-મેડિકલના વિદ્યાર્થીઓના શિક્ષણની વ્યવસ્થા કરશે સરકાર
ફાઈલ ફોટો
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 17, 2022 | 1:18 PM
Share

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ (Mamata Banerjee) રશિયા-યુક્રેનના કારણે એન્જિનિયરિંગ અને મેડિકલનો અભ્યાસ અધવચ્ચે જ છોડી પરત આવનાર વિદ્યાર્થીઓ માટે પશ્ચિમ બંગાળમાં મેડિકલ અને એન્જિનિયરિંગ કૉલેજની ઑફર કરી છે. વિદ્યાર્થીઓને ફીમાં પણ રાહત આપવામાં આવશે. બુધવારે, નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં સીએમ મમતા બેનર્જીએ યુક્રેનથી પરત ફરેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી. મમતા બેનર્જીએ કહ્યું કે, હું આ અંગે મેડિકલ કાઉન્સિલને પત્ર લખીશ, જેથી તેમના વાંચનની વ્યવસ્થા કરવામાં આવે. આ સાથે અમે મેડિકલ સીટોની સંખ્યા વધારવા માટે પણ વિનંતી કરીશું. આ અંગે બંગાળના અધિકારીઓ મેડિકલ કમિશનને મળશે. મમતા બેનર્જીએ કહ્યું કે, આ યુદ્ધ સમયની વ્યવસ્થા છે. તે વર્તમાન સિસ્ટમને અસર કરશે નહીં.

સીએમ મમતા બેનર્જીએ સ્પષ્ટ કહ્યું કે, જો બંગાળ સરકાર આ સુવિધા આપી રહી છે તો અન્ય રાજ્યો ચોક્કસપણે આ સુવિધા આપશે. જો રાષ્ટ્રીય સ્તરે આને મંજૂરી નહીં મળે તો તે વિદ્યાર્થીઓને દિલ્હી લઈ જશે અને ફરિયાદ કરશે. જરૂર પડશે તો તે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર પણ લખશે.

બંગાળ સરકારે માનવતાના આધારે નિર્ણય લીધો છે – મમતા બેનર્જી

સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, બંગાળ સરકારે માનવતાના આધારે આ નિર્ણય લીધો છે અને જો જરૂર પડશે તો તે આ અંગે પીએમ નરેન્દ્ર મોદીને પત્ર પણ લખશે. મમતા બેનર્જીએ કહ્યું કે, આશા છે કે કેન્દ્ર સરકાર માનવતાના ધોરણે આ વિદ્યાર્થીઓને ફરી શરૂ કરવાની વ્યવસ્થા કરવામાં મદદ કરશે. મમતા બેનર્જીએ કહ્યું, “હું અહીં એન્જિનિયરિંગના અભ્યાસની વ્યવસ્થા કરીશ. ઓછા પૈસા લાગે તે માટે હું વ્યવસ્થા કરીશ. પૈસાના કિસ્સામાં, એક મર્યાદા નક્કી કરવામાં આવશે.

મેડિકલના અંતિમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સરકારી મેડિકલ કોલેજોમાં આપવામાં આવશે. ઇન્ટર્નશિપની મંજૂરી આપવામાં આવશે. તેમના માટે કાઉન્સેલિંગ કરવામાં આવશે. મેડિકલ કાઉન્સિલને પત્ર લખશે, જેથી ચોથા અને પાંચમા વર્ષના મેડિકલ વિદ્યાર્થીઓને અહીં ઈન્ટર્નશિપ કરવાની છૂટ મળે. છઠ્ઠા વર્ષના વિદ્યાર્થીઓ માટે પણ આવું જ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, જેઓ ઑફલાઇન અભ્યાસ કરવા માગે છે તેમના માટે અમે વ્યવસ્થા કરી શકીએ છીએ. અમે ઓનલાઈન વ્યવસ્થા પણ કરી શકીએ છીએ.”

વિદ્યાર્થીઓને ફીમાં પણ રાહત આપવામાં આવશે

મમતા બેનર્જીએ કહ્યું કે મેડિકલના પ્રથમ, બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને સૌથી વધુ તકલીફ પડી રહી છે. પરંતુ સરકાર તેમના માટે પણ વ્યવસ્થા કરશે જે વિદ્યાર્થીઓ ફરીથી અભ્યાસ શરૂ કરવા માગે છે તેમના માટે વિશેષ વ્યવસ્થા કરી શકાય છે. અમે તેમ કરીશું. ખાનગી મેડિકલ કોલેજોમાં બીજા અને ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓ માટે વ્યવસ્થા કરવામાં આવશે. આ માટે હું મેડિકલ કાઉન્સિલને પત્ર લખીશ જેથી બીજા અને ત્રીજા વર્ષ પહેલા અભ્યાસમાં કોઈ મુશ્કેલી ન આવે.

ખાનગી મેડિકલ કોલેજોમાં સરકારને એક તૃતિયાંશ બેઠકો મળે છે. તેથી ખાનગી ખાનગી કોલેજોમાં વ્યવસ્થા ગોઠવવામાં આવશે. ફીમાં પણ રાહત આપવામાં આવશે. આ વિદ્યાર્થીઓની તમામ ટ્યુશન ફીનો નાણાકીય ખર્ચ રાજ્ય સરકાર શિષ્યવૃત્તિના સ્વરૂપમાં ઉઠાવશે. આ વિદ્યાર્થીઓએ મોટી રકમ ખર્ચી છે. તેથી જ રાજ્ય સરકાર હવે તેમના પર બોજ નાખવા માંગતી નથી. મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ મામલે નારાયણ સ્વરૂપ નિગમ અને પીવી સેલીમને જવાબદારી સોંપી છે. તેઓ રાજ્ય સરકાર વતી આયોગને પત્ર સોંપશે. તેઓ પત્રને દિલ્હી લઈ જશે.

આ પણ વાંચો: Bihar Board 12th Result 2022: બિહાર બોર્ડે બનાવ્યો રેકોર્ડ, પ્રથમ વખત 19 દિવસમાં જાહેર કર્યુ પરિણામ

આ પણ વાંચો: Corona Virus: દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2,539 કેસ, 60 દર્દીઓના મોત, એક્ટિવ કેસની સંખ્યા 30 હજારથી વધુ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">