West Bengal: સીમા હૈદર બાદ હવે કોલકાતામાં એક પાકિસ્તાની મહિલા સામે આવી, પોલીસે કરી પૂછપરછ

આ મહિલા શુક્રવારે રાત્રે યુએસ કોન્સ્યુલેટની આસપાસ ઘૂમી રહી હતી. CCTV માં તે શંકાસ્પદ રીતે ફરતી જોવા મળતા તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. તે મહિલા પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળતાં પોલીસ વધુ સતર્ક થઈ હતી.

West Bengal: સીમા હૈદર બાદ હવે કોલકાતામાં એક પાકિસ્તાની મહિલા સામે આવી, પોલીસે કરી પૂછપરછ
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2023 | 3:32 PM

કોલકાતામાં (Kolkata) અમેરિકન કોન્સ્યુલેટની સામે ગઈકાલે મોડી રાત્રે એક મહિલાની શંકાસ્પદ હિલચાલ જોવા મળી હતી. તે પાકિસ્તાની (Pakistan) મહિલાને શંકાના આધારે અટકાયતમાં લેવામાં આવી હતી અને લાંબા સમય સુધી તેની પૂછપરછ કરવામાં આવી હતી. જો કે, પુરાવાના અભાવે, કોલકાતા પોલીસે 24 કલાક બાદ તેને છોડી હતી. તાજેતરમાં સીમા હૈદરની (Seema Haider) ઘટનાને જોતા કોલકાતા પોલીસ આ ઘટનાને લઈને સતર્ક છે.

પાકિસ્તાની પાસપોર્ટ મળતાં પોલીસ વધુ સતર્ક થઈ

આ મહિલા શુક્રવારે રાત્રે યુએસ કોન્સ્યુલેટની આસપાસ ઘૂમી રહી હતી. CCTV માં તે શંકાસ્પદ રીતે ફરતી જોવા મળતા તેને કસ્ટડીમાં લેવામાં આવી હતી. તે મહિલા પાસેથી પાકિસ્તાની પાસપોર્ટ મળતાં પોલીસ વધુ સતર્ક થઈ હતી. પાકિસ્તાનમાં વોટ્સએપ અને ટેલિગ્રામ પર ઘણા ફોન કોલ્સ અને સોશિયલ મીડિયા ચેટ જોયા પછી શંકા વધી હતી.

અમેરિકન સેન્ટર પર આતંકી હુમલો થયો હતો

થોડા દિવસો પહેલા જ શંકાસ્પદ પાકિસ્તાની નાગરિક સીમા હૈદર ઉત્તર પ્રદેશની ATSના હાથે ઝડપાઈ હતી. ત્યારથી દેશના દરેક રાજ્ય અને શહેરમાં ગુપ્ત પોલીસ એલર્ટ પર છે. 21 વર્ષ પહેલા કોલકાતામાં અમેરિકન સેન્ટર પર આતંકી હુમલો થયો હતો. પરિણામે અમેરિકી કોન્સ્યુલેટની સામે પાકિસ્તાની મહિલાના શંકાસ્પદ વર્તનને લઈને પોલીસ સતર્ક બની હતી.

અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના

દિલ્હી થઈને પાકિસ્તાનથી કોલકાતા આવી

પોલીસે તેને કસ્ટડીમાં લીધી અને લગભગ 24 કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. એવું કહેવાય છે કે પૂછપરછ દરમિયાન કોઈપણ આતંકવાદી સંગઠન સાથે તેના જોડાણના કોઈ પુરાવા મળ્યા ન હતા, તેથી મહિલાને પોલીસ કસ્ટડીમાંથી મુક્ત કરવામાં આવી હતી. પાકિસ્તાની મહિલાના લગ્ન કોલકાતાના યુવક સાથે સંબંધી મારફત થયા હતા. લોકડાઉન બાદ તે 27 ડિસેમ્બર, 2021ના રોજ દિલ્હી થઈને પાકિસ્તાનથી કોલકાતા આવી હતી.

પાકિસ્તાની મહિલા તેના પતિ સાથે કોલકાતામાં રહે છે

મહિલા તેના પતિ સાથે કોલકાતાના તાલતલા વિસ્તારમાં રહે છે. તેનો પતિ બેરોજગાર છે. મહિલા કામ કરી પરિવાર ચલાવે છે. લગભગ 6 મહિના પહેલા દંપતીએ મધ્ય કોલકાતાના તાલતલા વિસ્તારમાં એક બહુમાળી ફ્લેટ ભાડે લીધો હતો. મહિલા પાસે 24 જાન્યુઆરી સુધી આ દેશના વિઝા છે. પાકિસ્તાની મહિલાએ દાવો કર્યો હતો કે તેના કોલકાતાના વિઝાની મુદત આગામી થોડા મહિનામાં સમાપ્ત થઈ જશે, તેથી તેણે મધ્ય પૂર્વ થઈને યુએસ જવાની યોજના બનાવી હતી.

આ પણ વાંચો : અંજુ કોઈને પણ છેતરી શકે છે, પતિ અરવિંદે TV9 પરથી કર્યો મોટો ખુલાસો

તેણે અમેરિકામાં રોજગાર મેળવવાનો પ્લાન પણ બનાવ્યો હતો. તેથી તે અમેરિકન કોન્સ્યુલેટનો સંપર્ક કરવા ગઈ હતી. તે મહિલા મહિલા બ્યુટી પાર્લરમાં કામ કરવા જાય છે. સવારે 11 વાગ્યે તે જતી અને રાત્રે લગભગ 9:30 વાગે પરત ફરતી હતી. પોલીસે શંકાસ્પદ મહિલાના પતિને બોલાવીને પણ પૂછપરછ કરી હતી. જો કે, તેને છોડવામાં આવ્યો હોવા છતાં, પોલીસ તેની હિલચાલ પર નજર રાખી રહી છે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">