Weather Update: હવામાનમાં આવશે પલટો, 23 ફેબ્રુઆરીએ દેશના ઘણા રાજ્યોમાં વરસાદની સંભાવના
23 ફેબ્રુઆરીએ દેશના 15 રાજ્યોમાં વરસાદની સંભાવના છે. IMD એ 23 ફેબ્રુઆરી સુધી સિક્કિમમાં હળવા અથવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે પશ્ચિમ હિમાલય વિસ્તારમાં આગામી 24 કલાક દરમિયાન હળવા વરસાદ સાથે હિમવર્ષા થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

સમગ્ર દેશમાં શિયાળો (Winter) હવે ધીમે ધીમે સમાપ્ત થવાના આરે છે. દરમિયાન, ઉત્તર ભારતમાં (North India) ફરી એકવાર હવામાનમાં (Weather) પલટો આવવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણપૂર્વ બંગાળની ખાડી અને નજીકના આંદામાન સમુદ્ર પર સાયક્લોનિક સરક્યુલેશન છે. આ સિવાય આજે 22 ફેબ્રુઆરીની રાત સુધીમાં વધુ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પશ્ચિમ હિમાલયની નજીક પહોંચવાની ધારણા છે. જેના કારણે દેશના 15 રાજ્યોમાં 23 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરવામાં આવી છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં વ્યાપક વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અરુણાચલ પ્રદેશમાં આગામી 24 કલાક દરમિયાન હળવાથી મધ્યમ વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ હિમાલયમાં 22 થી 24 ફેબ્રુઆરી વચ્ચે વરસાદ અને હિમવર્ષા વધી શકે છે. 23 ફેબ્રુઆરીએ પર્વતીય વિસ્તારો ઉપર હળવાથી લઈને ભારે હિમવર્ષા થઈ શકે છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, દિલ્હી, પશ્ચિમ બંગાળના ઉતરભાગમાં પર્વતીય વિસ્તારો અને સિક્કિમના કેટલાક ભાગોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે. IMD એ 23 ફેબ્રુઆરી સુધી સિક્કિમમાં હળવા અથવા મધ્યમ વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 24 કલાક દરમિયાન પશ્ચિમ હિમાલય વિસ્તારમાં અલગ-અલગ સ્થાનો ઉપર, હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની સંભાવના છે.
દિલ્હીમાં પવન ફૂંકાવાની સંભાવના
હવામાન વિભાગ તરફથી મળેલી માહિતી અનુસાર, બે દિવસ દિલ્હીમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. દિલ્હીમાં આજે 22મી ફેબ્રુઆરીનુ લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ રહેવાની શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 26 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનનું લઘુત્તમ તાપમાન 8 ડિગ્રી સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 23 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે.
જમ્મુ-કાશ્મીરમાં એક સપ્તાહ સુધી વરસાદની આગાહી
બીજી તરફ કાશ્મીરમાં 23 ફેબ્રુઆરી સુધી વરસાદ અને હિમવર્ષા ચાલુ રહેશે. જમ્મુમાં પણ વરસાદ પડી શકે છે. જમ્મુ-કાશ્મીરમાં મહત્તમ તાપમાન 23 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેવાની શક્યતા છે. સમગ્ર સપ્તાહ દરમિયાન જમ્મુ અને કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદની અપેક્ષા છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.
ઉત્તરાખંડના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે
ઉત્તરાખંડમાં મંગળવારે ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. જે બાદ અનેક વિસ્તારોમાં વરસાદ પણ નોંધાયો હતો. હવામાન વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ સુધી રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. જેના કારણે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યના અનેક જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 14 ડિગ્રી સુધી રહી શકે છે, જ્યારે લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સુધી રહેવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ટીવી પર ચર્ચા કરવા માંગે છે પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાન, મતભેદો દૂર કરવાનો મૂક્યો પ્રસ્તાવ
આ પણ વાંચોઃ