સમાચારમાં ચમકવાનો નુસખો, બાકી રોજેરોજ થઈ રહી છે સંવિધાનની હત્યા, કોંગ્રેસ – મમતાની પ્રતિક્રિયા

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વધુમાં કહ્યું કે, 4 જૂન, 2024 ભારતના લોકો માટે ઈતિહાસમાં મોદી લિબરેશન ડે તરીકે ઓળખાશે. 2024 માં નિર્ણાયક વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હાર સહન કરતા પહેલા તેમણે દસ વર્ષ માટે અઘોષિત કટોકટી લાદી હતી.

સમાચારમાં ચમકવાનો નુસખો, બાકી રોજેરોજ થઈ રહી છે સંવિધાનની હત્યા, કોંગ્રેસ - મમતાની પ્રતિક્રિયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2024 | 7:21 PM

કેન્દ્ર સરકારે દેશમાં દર વર્ષે 25 જૂનને સંવિધાન હત્યા દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે, આ દિવસે 1975માં તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી દ્વારા દેશમાં ઈમરજન્સી લાગુ કરવામાં આવી હતી. હવે સરકારના નિર્ણય પર કોંગ્રેસ નેતા જયરામ રમેશ, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી સહિત ઘણા લોકોની પ્રતિક્રિયા પણ સામે આવી છે.

દર વર્ષે 25 જૂને ‘કોન્સ્ટિટ્યુશન કિલિંગ ડે’ મનાવવાના કેન્દ્ર સરકારના નિર્ણય પર કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસના મહામંત્રી જયરામ રમેશે આ નિર્ણયને લઈને કેન્દ્ર સરકાર પર પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન ફરી એકવાર દંભથી ભરેલી હેડલાઇન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે આ એ જ વડાપ્રધાન છે જેમના માટે લોકશાહીનો અર્થ માત્ર ડેમો-ચેર છે.

કોંગ્રેસ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા વધુમાં કહ્યું કે, 4 જૂન, 2024 ભારતના લોકો માટે ઈતિહાસમાં મોદી લિબરેશન ડે તરીકે ઓળખાશે. 2024 માં નિર્ણાયક વ્યક્તિગત, રાજકીય અને નૈતિક હાર સહન કરતા પહેલા તેમણે દસ વર્ષ માટે અઘોષિત કટોકટી લાદી હતી. આ એ જ પીએમ છે જેણે ભારતના બંધારણ અને તેના સિદ્ધાંતો, મૂલ્યો અને સંસ્થાઓ પર વ્યવસ્થિત રીતે હુમલો કર્યો હતો. આ એ જ લોકો છે જેમના વૈચારિક પરિવારે નવેમ્બર 1949માં ભારતના બંધારણને મનુસ્મૃતિથી પ્રેરિત ન હોવાના આધારે ફગાવી દીધું હતું.

મમતા બેનર્જીએ કહ્યું-મોદી રાજમાં રોજેરોજ ઈમરજન્સી

કેન્દ્રની મોદી સરકારે 25 જૂને ‘સંવિધાન હત્યા દિવસ’ મનાવવાની જાહેરાત કરી છે. આ સાથે જોડાયેલા એક સવાલ પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું કે દેશમાં સૌથી વધુ ઈમરજન્સી મોદી સરકારના શાસનમાં અનુભવાઈ રહી છે. આ સરકાર જે ફોજદારી કાયદો લાવી છે તે બિલકુલ સમજી શકાય તેમ નથી. આપણે પણ તેને સમજી શકતા નથી. કોઈ એફઆઈઆર કેવી રીતે નોંધાવશે?

g clip-path="url(#clip0_868_265)">