ઈસ્લામ છોડી વસીમ રિઝવી બન્યા જિતેન્દ્ર નારાયણ ત્યાગી, યતિ નરસિંહાનંદે ગ્રહણ કરાવ્યો સનાતન ધર્મ
હંમેશા મુસ્લિમ સંગઠનોના નિશાન પર રહેતા વસીમ રિઝવી હવે ઈસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો છે. તેઓએ દાશના મંદિરના મહંત યતિ નરસિમ્હાનંદ સરસ્વતી દ્વારા હિન્દુ ધર્મ ગ્રહણ કર્યો છે.
શિયા સેંટ્રલ વક્ફ બોર્ડ (Shia Central Waqf Board)ના પૂર્વ ચેરમેન વસીમ રિઝવીએ આખરે (Wasim Rizvi) ઈસ્લામ(Islam)છોડીને હિન્દુ ધર્મ અંગિકાર કરી જ લીધો. (Hinduism). ઉત્તર પ્રદેશના મુસ્લિમ પ્રમુખ ચહેરામાંના એક રહેલા વસીમ રિઝવી ઈસ્લામ છોડી આજે હિન્દુ બન્યા છે. તેમને આજે ગાજીયાબાદમાં યતિ નરસિંહાનંદ સરસ્વતીએ હિન્દુ ધર્મ (Sanatan Dharma) અંગીકાર કરાવ્યો છે. ત્યારે વસીમ રિઝવીએ જણાવ્યું કે, ‘મારા માથે દર શુક્રવાર ઈનામ વધારવામાં આવે છે, આજે હું સનાતન ધર્મ અપનાવું છે.’
મળતી માહિતી મુજબ, રિઝવી આજે(સોમવાર- 6-12-2021) સવારે 10.30 વાગ્યે ગાઝિયાબાદના દશના દેવી મંદિરમાં હિન્દુ ધર્મ અંગીકાર કર્યો હતો. યતિ નરસિમ્હાનંદ ગિરી મહારાજે તેમને સંપૂર્ણ ધાર્મિક વિધિઓ સાથે હિંદુ ધર્મ અંગીકાર કરાવ્યો હતો.
વસીમ રિઝવીએ થોડા દિવસ પહેલા જ જાહેર કરી હતી વિલ
વસીમ રિઝવીએ થોડા દિવસ પહેલા જ પોતાની વિલ જાહેર કરી હતી. જેમાં તેમણે જાહેરાત કરી હતી કે મૃત્યુ બાદ તેમને દફનાવવામાં ન આવે, પરંતુ હિંદુ રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવામાં આવે. રિઝવીએ એક વીડિયો જાહેર કરી કહ્યું હતું કે, મારી હત્યા કરી અને ગરદન કાપવાનું ષડયંત્ર ઘડવામાં આવી રહ્યું છે.
મારો ગુનો માત્ર એટલો જ છે કે મેં કુરાનની 26 આયતોને સુપ્રીમ કોર્ટમાં પડકારી છે. મુસલમાનો મને મારવા માંગે છે અને તેમણે જાહેરાત કરી છે કે તેઓ મને કોઈ કબ્રસ્તાનમાં જગ્યા નહીં આપે. તેથી, મારા મૃત્યુ પછી, મારા અગ્નિસંસ્કાર થવો જોઈએ.
વસીમ રિઝવીએ આ અવસર પર કહ્યું, “અહીં ધર્મ પરિવર્તનની કોઈ વાત નથી, જ્યારે મને ઈસ્લામમાંથી હાંકી કાઢવામાં આવ્યો, ત્યારે હું કયો ધર્મ સ્વીકારું તે મારી પસંદગી છે. સનાતન ધર્મ એ વિશ્વનો પ્રથમ ધર્મ છે, તેમાં જેટલી સારી બાબતો છે તે બીજા કોઈ ધર્મમાં નથી.
ત્યાગી બિરાદરીમાં થશે સામેલ
વસીમ રિઝવીએ પહેલા જ જાહેરાત કરી હતી કે, તેઓ સોમવારે ઈસ્લામ છોડીને સનાતન ધર્મમાં જોડાઈશ. આ પ્રસંગે યતિ નરસિમ્હાનંદ સરસ્વતીએ કહ્યું કે અમે વસીમ રિઝવીની સાથે છીએ, વસીમ રિઝવી ત્યાગી બિરાદરીમાં જોડાશે.
રિઝવી કટ્ટરવાદીઓના નિશાના પર
વસીમ રિઝવી ઘણીવાર કટ્ટરપંથી મુસ્લિમોના નિશાના પર રહે છે. તેઓએ કુરાનમાંથી 26 આયતોને હટાવવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. ત્યારથી રિઝવી મુસ્લિમ સંગઠનોના નિશાના પર છે. મુસ્લિમ સંગઠનોનું પણ કહેવું છે કે રિઝવીને ઈસ્લામ અને શિયા સમુદાય સાથે કોઈ લેવાદેવા નથી. મુસ્લિમ સંગઠનો રિઝવીને મુસ્લિમ વિરોધી સંગઠનોના એજન્ટ ગણાવે છે.
આ પણ વાંચો: Technology: જો ATM માં તમારા પૈસા ફસાઈ જાય તો ગભરાટમાં આ ભૂલ ન કરતા, પૈસા પાછા મેળવવા માત્ર આટલુ કરો
આ પણ વાંચો: Fact Check: ‘મત નહીં આપ્યો તો કપાશે 350 રૂપિયા’, EC ના નામે ફરતા આ ફેક મેસેજથી રહેજો સાવધાન