દેશના આ રાજ્યમાં ફેલાઇ હિંસા: 1000થી વધુ આરોપીઓ, માસ્ટર માઇન્ડ હયાત ઝફરને શોધવા પોલીસના ઠેર ઠેર દરોડા

શુક્રવારે જુમ્માની નમાઝ બાદ કાનપુરમાં (kanpur)હિંસા શરૂ થઈ હતી. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 35 લોકોની ધરપકડ કરી છે અને ઉપદ્રવીઓને શોધવા પોલીસ વિવિધ સ્થળે દરોડા પાડી રહી છે.

દેશના આ રાજ્યમાં ફેલાઇ હિંસા: 1000થી વધુ આરોપીઓ, માસ્ટર માઇન્ડ હયાત ઝફરને શોધવા પોલીસના ઠેર ઠેર દરોડા
Kanpur Violence
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 04, 2022 | 11:39 AM

Kanpur Violence: ઉત્તર પ્રદેશના (Uttarpradesh)કાનપુરમાં શુક્રવારે થયેલી હિંસા મુદ્દે રાજ્યની યોગી સરકારે લાલ આંખ કરી છે અને સરકારે સ્પષ્ટ કર્યું છેકે દોષિતો સામે કડક કામગીરી કરવામાં આવશે. કાનપુરમાં(Kanpur) અજંપાભરી પરિસ્થિતિ છે, ત્યારે ગત રોજ થયેલી હિંસા બાદ પોલીસની ધરપકડ અને દરોડા પાડવાની પ્રક્રિયા ચાલુ છે.  આ ઘટનામાં પોલીસે  35 લોકોની  ધરપકડ કરી છે તો અજાણ્યા 1000 લોકોને આરોપી બનાવ્યા છે.  આ મુદ્દે એમએમએ જૌહર ફેન્સ એસોસિયેશનના અધ્યક્ષ હયાત ઝફર હાશ્મીની (Hayat Zafar Hashmi) તપાસ કરી છે અને તેને જ હિંસાનો માસ્ટર માઇન્ડ ગણાવવામાં આવી રહ્યો છે.

આ ઘટનામાં કાનપુરના  પોલિસ અધિકારી વિજય કુમાર મીણાએ જણાવ્યું હતું કે  આરોપીઓ સામે ગેગસ્ટર એક્ટ હેઠળ કામગીરી  કરવામાં આવશે અને તેમના ઘર પર બુલડોઝર પણ ચલાવવામાં આવશે.

શું હતી ઘટના?

ભાજપના નેતા નૂપુર શર્માના મોહમ્મહ પૈગંબર અંગે આવેલા નિવેદનના વિરોધમાં હાશમીએ સરઘસ કાઢયું હતું અને બીજા સમુદાયને પણ દુકાનો બંધ રાખવા કહ્યું હતું આ મુદ્દે અથડામણ થતા હિંસા ફેલાઈ હતી અને ઘણા લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ઉપદ્રવીઓએ કાર અને દ્વિચક્રી વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. કાનપુર હિંસામાં અત્યાર સુધી 3 એફઆઇઆર નોંધાઈ છે અને જેમાંથી 2 એફઆરઆઈ પોલીસે નોંધાવી છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

શુક્રવારે જુમ્માની નમાઝ બાદ કાનપુરમાં હિંસા શરૂ થઈ હતી. આ ઘટનામાં પોલીસે અત્યાર સુધીમાં 18 લોકોની ધરપકડ કરી છે અને ઉપદ્રવીઓને શોધવા પોલીસ વિવિધ સ્થળે દરોડા પાડી રહી છે. યૂપી એડીજીએ જણાવ્યું હતું કે પોલીસ આરોપીઓને શોધી રહી છે અને કોઈને પણ છોડવામાં આવશે નહીં. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM yogiaditynath) શુક્રવારે જ પોલીસ અધિકારીઓને દોષિતો સામે કડક પગલાં લેવાનો આદેશ આપી દીધો હતો.

 કોણ છે  હયાત ઝફર હાશ્મી?

મીડિયા રીપોર્ટ પ્રમામે કાનપુર હિંસાનો માસ્ટર માઇન્ડ હયાત જફર હાશ્મી છેલ્લા કેટલાક વર્ષોથી વિવિધ ગતિવિધીઓમાં સામેલ રહ્યો છે અને તેની પાસેથી ઘણી ગેરકાયદે સંપત્તિ પણ મળી આવી હતી. તે સરકારી ક્વોટા હેઠળ ઘરમાં રેશનની દુકાન ચલાવે છે. તેના માટે એવું કહેવાય છે કે તેણે જ સોશ્યિલ મીડિયા દ્વારા ભીડને એકઠી કરી હતી. તે સોશ્યિલ મીડિયા પર ઘણો સક્રિય રહે છે અને અગાઉ પણ ઘણી વાર લોકોને ઉપદ્રવ મચાવવા માટે ઉશ્કેરી ચૂક્યો છે. પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે તે CAA અને NRCના વિરોધ પ્રદર્શન દરમિયાન ઘણો સક્રિય રહ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">