ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વોત્તર રાજ્યો અંગે મોટું નિવેદન આપ્યું, જાણો શું કહ્યું

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું, "આપણે પૂર્વોત્તર રાજ્યોમાંથી ઘણું શીખવાની જરૂર છે."

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વોત્તર રાજ્યો અંગે મોટું નિવેદન આપ્યું, જાણો શું કહ્યું
Vice President Venkaiah Naidu made a big statement on the northeastern states

DELHI : ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ પૂર્વોત્તર રાજ્યો અંગે મોટું નિવેદન આપ્યું છે. તેમણે નિરાશા વ્યક્ત કરતા કહ્યું કે અદ્ભુત સ્થળ હોવા છતાં, બાકીના ભારતમાં પૂર્વોત્તરના રાજ્યો તરફનું વલણ આજદિન સુધી મોટે ભાગે અવગણનાત્મક, અયોગ્ય અને રૂઢીચુસ્ત રહ્યું છે. તેમણે લોકોને પૂર્વોત્તર રાજ્યોની સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ જોવા માટે આ રાજ્યોની મુલાકાત લેવા ભલામણ કરી છે.

તેમણે કહ્યું કે આ ક્ષેત્રના 8 રાજ્યોમાંથી 7 રાજ્યોએ 2019 માં દેશના માનવ વિકાસ સૂચકાંક (HDI) કરતા સારો દેખાવ કર્યો. તેમણે પૂછ્યું, “પરંતુ આપણામાંના કેટલાને આ ખબર છે?” નાયડુએ કહ્યું કે મોટાભાગના પ્રદેશના લોકો જાણતા નથી કે નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો (NCRB)ના રિપોર્ટમાં નાગાલેન્ડને ભારતમાં મહિલાઓ માટે શ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે.

ઉપરાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે આસામ તેની ચા અને રેશમ માટે વિશ્વ વિખ્યાત છે, જ્યારે દેશની માત્ર 0.24 ટકા વસ્તી ધરાવતું મિઝોરમ નોંધપાત્ર સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ઉભા કરે છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું, “તેના નામને યથાર્ત કરતા, ‘રત્નોની આ ભૂમિ’ એ અમને મેરી કોમ અને મીરાબાઈ ચાનુ જેવા દુર્લભ રત્નો આપ્યા છે, જેમણે ભારતને ગૌરવ અપાવ્યું છે.”

પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે પૂર્વોત્તર – નાયડુ
તેમણે કહ્યું કે પૂર્વોત્તરના 7 દિવસના પ્રવાસ પછી, તેઓ ખાતરી સાથે પરત ફર્યા કે પૂર્વોત્તર પુનરુત્થાનના નવા તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેમણે કહ્યું “મને આ પ્રદેશના લોકો, તેમની બાબતો, આકાંક્ષાઓ, પડકારો અને તકો વિશે સારી સમજ છે. સૌથી સારી વાત એ છે કે આ વિસ્તારમાં આતંકવાદ ઘટી રહ્યો છે. મને વિશ્વાસ છે કે વિવિધ વિકાસલક્ષી પહેલ અને શાંતિ અને પ્રગતિ માટેની લોકોની ઈચ્છાને જોતા નજીકના ભવિષ્યમાં પૂર્વોત્તર વિસ્તાર ઉગ્રવાદથી સંપૂર્ણપણે મુક્ત થઈ જશે.”

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ દેશના અન્ય ભાગોમાંથી લોકોને પૂર્વોત્તર પ્રદેશની પ્રાકૃતિક સુંદરતા અને સાંસ્કૃતિક સમૃદ્ધિ જોવા માટે પ્રદેશની મુલાકાત લેવા ભલામણ કરી. તેમણે કહ્યું “પરંતુ તે નિરાશાજનક છે કે અદ્ભુત સ્થળ હોવા છતાં, બાકીના ભારતમાં પૂર્વોત્તરના રાજ્યો તરફનું વલણ આજદિન સુધી મોટે ભાગે અવગણનાત્મક, અયોગ્ય અને રૂઢીચુસ્ત રહ્યું છે. આમાં ફેરફાર થવો જોઈએ.”

મિઝોરમના ટ્રાફિક નિયમોની પ્રશંસા કરી
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ કહ્યું, “આપણે પૂર્વોત્તર રાજ્યોમાંથી ઘણું શીખવાની જરૂર છે. થોડા સમય પહેલા મેં મિઝોરમના આઈઝોલમાં એક રસ્તાનો વીડિયો જોયો હતો અને તે જોઈને આનંદ થયો કે વાહનચાલકો ટ્રાફિકના કડક નિયમોનું પાલન કરી રહ્યા હોવા છતાં તે સ્થળે કોઈ ટ્રાફિક પોલીસ નથી. ભારતના અન્ય મોટા શહેરોમાં આ ભાગ્યે જ જોવા મળે છે.

ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે તેઓ આ ક્ષેત્રના તમામ રાજ્યોની મુલાકાત લેવા માંગતા હતા, પરંતુ તેઓ મિઝોરમ ગયા ન હતા જેથી રાજ્ય વહીવટીતંત્ર કોવિડ-19 ના વધતા જતા કેસો પર ધ્યાન કેન્દ્રિત કરી શકે. તેમણે કહ્યું કે તેઓ 20 ઓક્ટોબરથી સિક્કિમ અને દાર્જિલિંગના ત્રણ દિવસના પ્રવાસે જશે.

આ પણ વાંચો : મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે ગુનો નોંધાયો, સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરાઈ

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati