મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે ગુનો નોંધાયો, સમગ્ર મામલાની તપાસ માટે SITની રચના કરાઈ

Mehndi murder case :કોર્ટ રિમાન્ડ આપશે તો ગાંધીનગર પોલીસ તપાસ કરશે.જો રિમાન્ડ નહિ મળે તો વડોદરા પોલીસને મહેંદી હત્યા કેસમાં સચિનને સોંપવામાં આવશે.

VADODARA : શિવાંશની માતા મહેંદીની હત્યાના કેસ (Mehndi murder case)માં આખરે હત્યારા સચિન (Sachin Dixit) સામે ગુનો નોધવામાં આવ્યો છે. ગાંધીનગર SOG પી.આઈ. પવારે ફરિયાદી બની સચિન દીક્ષિત વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ હત્યાકેસની તપાસ બપોદ પી.આઈ. કરશે. વડોદરા પોલીસના ઝોન-4 DCP દ્વારા આખા મામલાની તપાસ માટે SIT બનાવવામાં આવી છે. ગાંધીનગરમાં સચિન દીક્ષિત વિરુદ્ધ નોંધાયેલ ગુના સંદર્ભે ગાંધીનગર પોલીસની કાનૂની કાર્યવાહી પૂર્ણ થયા બાદ બાપોદ પોલીસ ટ્રાન્સફર વોરંટ દ્વારા સચિન દીક્ષિતની ધરપકડ કરશે.

કોર્ટ રિમાન્ડ આપશે તો ગાંધીનગર પોલીસ તપાસ કરશે.જો રિમાન્ડ નહિ મળે તો વડોદરા પોલીસને મહેંદી હત્યા કેસમાં સચિનને સોંપવામાં આવશે.

મહેંદી હત્યા કેસમાં સચિન દીક્ષિત સામે વડોદરામાં હત્યાનો ગુનો નોંધાયો છે. મહેંદીમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે SSG હોસ્પિટલ લઇ જવામાં આવ્યો છે.FSLની મદદથી લગભગ 3 કલાક સુધી વડોદરાના ફ્લેટની તપાસ કરવામાં આવી.સચિન દીક્ષિતને સાથે રાખીને ગાંધીનગર પોલીસ અને વડોદરા પોલીસે સંયુક્ત તપાસ કરી.વડોદરામાં તપાસ કર્યા બાદ પોલીસ સચિન દીક્ષિતને લઇને ગાંધીનગર માટે રવાના થઇ હતી.

આ પણ વાંચો :શિવાંશને તરછોડવાથી લઈને મહેંદીની હત્યા સુધી, જાણો અનૈતિક સંબંધોમાં હત્યાનો સમગ્ર ઘટનાક્રમ

આ પણ વાંચો : કાળજું કંપાવી દે તેવી માહિતી આવી સામે : શિવાંશની માતા મહેંદીની સચિને કેમ કરી હત્યા? બાદમાં મૃતદેહનું શું કર્યું?

Click on your DTH Provider to Add TV9 Gujarati