Viral Video : લો બોલો, ટામેટાને મળી z+ સુરક્ષા, પણ શાકભાજી વિક્રેતાને ઉઠાવી ગઈ પોલીસ, જાણો કારણ
Tomato Price Hike : ભારતના અનેક શહેરોમાં ટામેટાના ભાવ આસમાને પહોંચ્યા છે. જેને કારણે મધ્યમવર્ગના લોકોને મોંઘવારીનો વધુ એક માર પડયો છે. આ સ્થિતિમાં ખેડૂતો અને શાકભાજી વિક્રેતાઓને પણ ભારે મુશ્કેલીઓમો સામનો કરવો પડી રહ્યો છે.
Varanasi : જીવનમાં ઘણીવાર અકલ્પનીય ઘટનાઓ બની જતી હોય છે, જેના પર વિશ્વાસ મુકવો પણ અશક્ય હોય છે. VIP લોકોની સુરક્ષા માટે z+ સિક્યોરિટીની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે. પણ શું તમે ક્યારેક વિચાર્યું છે કે ટામેટા જેવી શાકભાજીને પણ z+ સિક્યોરિટી મળશે ? આ ઘટના ઉત્તરપ્રદેશના વારાણસીની છે. જ્યા ગ્રાહકોને પણ ટામેટાથી દૂર રાખવા માટે બાઉન્સર ગોઠવવામાં આવ્યા છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ (Viral) થઈ રહ્યો છે.
દેશના ઘણા શહેરોમાં 130થી 140 રુપિયા કિલો થયો છે. જેના કારણે ઘણી જગ્યાએ ટામેટાની ચોરી શરુ થઈ છે. કર્ણાટકમાં એક ખેતરમાં કથિત રીતે ત્રણ લાખ રુપિયાના ટામેટાની ચોરી થઈ. ટામેટાની લગભગ 90 પેટી ચોરાઈ ગઈ. ભારતભરમાં મેકડોનલ્ડ્સના સ્ટોરો પરથી ટામેટાને મેનૂમાંથી હટાવી દેવામાં આવ્યા. આ કારણોસર હવે ટામેટાની સુરક્ષા માટે બાઉન્સર રાખવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ
ટામેટાને મળી z+ સુરક્ષા
भाजपा टमाटर को ‘Z PLUS’ सुरक्षा दे. pic.twitter.com/k1oGc3T5LN
— Akhilesh Yadav (@yadavakhilesh) July 9, 2023
આ પણ વાંચો : Viral Video : ભગવાનનો પરમ ભક્ત છે આ ઉંદર, આરતીના સમયે વગાડે છે તાળીઓ, જુઓ Video
બાઉન્સરને રાખનાર કરનાર શાકભાજી વિક્રેતાએ જણાવ્યું કે, ટામેટાના ભાવમાં ભારે વૃદ્ધિ થઈ છે. જેના કારણે લોકો હિંસા કે લૂટના કરે તેના માટે બાઉન્સર રાખ્યા છે. હવે કોઈ 50 ગ્રામ અને કોઈ 100 ગ્રામ ટામેટા ખરીદી રહ્યા છે. શાકભાજી વિક્રેતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ શેયર પણ કરી રહ્યા છે.
આ પણ વાંચો : Viral Video : સાપ અને નોળિયો વચ્ચે થઈ ભયંકર લડાઈ, Video જોઈ ઉડી જશે તમારા હોશ
આ ઘટના પાછળની હકીકત
મળતી માહિતી અનુસાર, આ બાઉન્સર શાકભાજી વિક્રેતાએ નહીં પણ ઉત્તરપ્રદેશના સમાજવાદી પાર્ટીના નેતાઓએ ઊભા કર્યા હતા. ટામેટાના ભાવ વધારાને લઈને સરકાર પર ઘેરવા માટે આ નાટક ઊભું કરાયું હતું. શાકભાજીની દુકાન પર એસપી નેતાએ બે બાઉન્સર તૈનાત કર્યાનો મામલો કાનૂની માર્ગે ગયો છે. જ્યારે આ વીડિયોથી હોબાળો થયો ત્યારે પોલીસ શાકભાજીની દુકાનમાં પહોંચી, જ્યાં ટામેટાંના રક્ષણ માટે બંને બાઉન્સરની ડ્યુટી લગાવવામાં આવી હતી. શાકભાજી વિક્રેતાને પકડીને પોલીસ સ્ટેશન લઈ જવાયો છે અને સપા નેતાની શોધખોળ ચાલી રહી છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો