ચાલતી ટ્રેન પકડવી પડી ભારે, દીકરી સાથે પિતા પાટા પર પડ્યા, બંનેનું દર્દનાક મોત, રૂવાડા ઉભા કરનારો Video વાયરલ
રાજસ્થાનમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ઘટનામાં ચાલતી ટ્રેન પકડવાનો પ્રયાસ પિતા-પુત્રી માટે ભારે પડ્યો છે. ટ્રેન ચાલતી થઈ જાય પછી ટ્રેનમાં ચડતા લોકો માટે આ વીડિયો જોવો જરૂરી છે.
આજકાલ લોકો દરેક જગ્યાએ પહોંચવાની ઉતાવળમાં હોય છે. કોઈ રાહ જોવા માંગતું નથી અને ધીરજ રાખવા માંગતું નથી. તમે આવી ઘણી ઘટનાઓ વિશે સાંભળ્યું હશે જેમાં ઉતાવળના કારણે કોઈએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ ઘટનાઓ જોવા અને સાંભળવા છતાં લોકો ઉતાવળ કરવાની તેમની આદતથી બચતા નથી. કેટલાકને રસ્તા પર રાહ જોવી મુશ્કેલ લાગે છે, જ્યારે કેટલાકને વધુ ઝડપે દોડતી ટ્રેન પકડવાની ઉતાવળ હોય છે. આ કારણોને લીધે ઘણી વખત લોકોએ પોતાનું સુંદર જીવન ગુમાવવું પડે છે.
રાજસ્થાનમાંથી સામે આવેલી આ ભયાનક ઘટનાને જ જુઓ. ચાલતી ટ્રેન પકડવાનો પ્રયાસ પિતા-પુત્રી માટે ભારે પડી ગયો છે. હકીકતમાં, ભીમારામ નામનો વ્યક્તિ તેના પરિવાર સાથે રાજ્યના આબુ રોડ રેલવે સ્ટેશન પર ટ્રેન પકડવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની સાથે તેની પત્ની અને બે પુત્રીઓ હતી. ભીમારામે જવાઈ ડેમ જવા માટે ટિકિટ ખરીદી હતી. પરંતુ જેવો તે ટ્રેન પકડવા પ્લેટફોર્મ પર પહોંચ્યો કે તરત જ ટ્રેન ચાલુ થઈ ગઈ હતી. ટ્રેનને આગળ વધતી જોઈને આખો પરિવાર દોડવા લાગ્યો અને ટ્રેન પકડવાનો પ્રયાસ કર્યો હતો.
પુત્રી અને પિતા પણ ટ્રેનની અડફેટે આવી ગયા
પહેલા ભીમારામ તેની પહેલી દીકરી રંજિકાને ટ્રેનમાં લઈ ગયા. ત્યારબાદ તેણે તેની સાથે બીજી પુત્રી મોનિકાને પણ ચઢાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. પરંતુ ત્યાં સુધીમાં ટ્રેને સ્પીડ પકડી લીધી હતી. ઝડપથી દોડતી ટ્રેન પકડવી મુશ્કેલ હતી. આ વિચારીને પિતા પોતાની પુત્રી રંજિકાને ટ્રેનમાંથી પાછી મેળવવા માંગતા હતા, કારણ કે તેઓ સમજી ગયા હતા કે હવે ટ્રેન પકડાશે નહીં. જોકે, ટ્રેને સ્પીડ પકડતાં જ ભીમારામનું સંતુલન બગડ્યું અને તે પોતાની પુત્રીને લઈને પ્લેટફોર્મ અને ટ્રેન વચ્ચેના ગેપમાં પડી ગયા હતા.
आबूरोड रेलवे स्टेशन पर ट्रेन में चढ़ते समय पिता पुत्री की के साथ हुए हादसे का वीडियो आया सामने, लोगो से निवेदन की चलती ट्रेन में चढ़ने का प्रयास ना करे @DrmAjmer @DRMJodhpurNWR @NWRailways @RailMinIndia @8PMnoCM pic.twitter.com/qGGQvPIJ8H
— नितेश सेन (@Niteshsenjdpr) July 4, 2023
Credit- Twitter @Niteshsenjdpr
તબીબે બન્નેને મૃત જાહેર કર્યા
આ અકસ્માત જોઈ પત્ની સ્થળ પર જ બેહોશ થઈ ગઈ હતી. ટ્રેન પણ ઉભી રહી ગઈ હતી અને પિતા-પુત્રીને બહાર કાઢી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે બંનેને મૃત જાહેર કર્યા હતા. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ હવે સોશિયલ મીડિયા પર ફરતા થઈ રહ્યા છે, આ વીડિયો રૂવાડા ઉભા કરનારા છે.
વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો