AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ: સુરંગની અંદરની હકીકત- વાંચો ફસાયેલા એ 41 કામદારોએ કેવી રીતે પસાર કર્યા એ 17 દિવસ અને 16 રાતો

ઉત્તરાખંડની સિલક્યારા ટનલમાં કામદારોએ અત્યંત મુશ્કેલ સ્થિતિમાં 17 દિવસ વિતાવ્યા. છતા આ અદમ્ય સાહસથી ભરેલા શ્રમિકો ન તો હતાશ થયા ન તો નિરાશ. તેમને પુરો વિશ્વાસ હતો કે રેસક્યુ ટીમ જરૂર એક દિવસ તેમના સુધી પહોંચશે અને આખરે મંગળવારે એ શુભ ઘડી આવી. જ્યારે રેટ માઈનર્સે પહેલીવાર ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા તો 174 દિવસમાં પુરી કહાની બયાં કરી દીધી. તેમણે રેટ માઈનર્સને ગળે લગાવી લીધી અને જયકારા પણ લગાવ્યા.

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યુ: સુરંગની અંદરની હકીકત- વાંચો ફસાયેલા એ 41 કામદારોએ કેવી રીતે પસાર કર્યા એ 17 દિવસ અને 16 રાતો
| Updated on: Nov 29, 2023 | 12:04 AM
Share

સિલક્યારા સુરંગમાં ફસાયેલા કામદારોએ ટાઈમપાસ માટે દેસી જુગાડથી રમતો બનાવી હતી. તેઓ યોગા પણ કરતા હતા અને ટહેલતા પણ હતા. રાહત ટીમ દ્વારા તેમને બેટ બોલ અને મોબાઈલ પણ આપ્યા બાદ તેઓ ક્રિકેટ પણ રમ્યા અને ફિલ્મો પણ જોઈ. જ્યારે રેટ માઈનર્સ સુરંગમાં ફસાયેલા શ્રમિકો સુધી પહોંચ્યા તો તેમને ગળે લગાવી લીધા અને તેમને પાણી પણ પીવડાવ્યુ અને કાજુ પણ ખાવા માટે ઓફર કર્યા હતા.

28 કલાક સતત કામ કરી 18 મીટરની પહાજડની ડ્રિલીંગ કરી રેટ માઈનર્સ સૌથી પહેલા કામદારો સુધી પહોંચ્યા TV9 સાથેની ખાસ વાતચીતમાં રેટ માઈનર્સ નાસિરે જણાવ્યુ કે જ્યારે તેઓ સુરંગની અંદર દાખલ થયા તો ફસાયેલા કામદારોની ખુશીની કોઈ સીમા ન હતી. સૌથી પહેલા તેમણે તેમનો જયકારો લગાવ્યો ત્યારૂબાદ રેટ માઈનર્સને ભેટી પડ્યા હતા. રેટ માઈનર્સે જણાવ્યુ કે તમામ કામદારોને પુરો વિશ્વાસ હતો કે રાહત ટૂકડીઓ તેમને સુરક્ષિત બહાર કાઢી જ લેશે.

કેવી રીતે વિત્યા મુશ્કેલીના એ 17 દિવસ ?

રેટ માઈનર્સ નાસિરના જણાવ્યા મુજબ સિલક્યારા સુરંગમાં 200 મીટર અંદર જ્યા કાટમાળ પડ્યો હતો. તેની આગળ સુરંગ સંપૂર્ણ રીતે પહોળી અને બે થી અઢી કિલોમીટર લાંબી હતી. જ્યારે નાસિર અંદર પહોંચ્યા તો ફસાયેલા શ્રમિકોએ તેમને પાણી પીવડાવ્યુ. રેટ માઈનર્સને જોઈને શ્રમિકો એટલા ખુશ હતા કે તેઓ એક પળની અંદર જ તેમની 17 દિવસની સંપૂર્ણ કહાની કહેવા માગતા હતા. આ શ્રમિકોએ નાસિર અને અન્ય રેટ માઈનર્સને એ જગ્યા પણ બતાવી જ્યાં તેઓ સૂતા હતા, કેવી રીતે આંટાફેરા કરતા હતા અને ક્યાં બેસી રેસક્યુ ટીમ આવવાની રાહ જોતા હતા.

શ્રમિકો રેટ માઈનર્સને જોઈને થઈ ગયા ભાવુક

નાસિર અને તેમના સાથી રેટ માઈનર્સના જણાવ્યા મુજબ તમામ શ્રમિકો સ્વસ્થ અને સલામત હતા. જ્યારે તેમણે રેટ માઈનર્સને જોયા તો તેઓ ભાવુક થઈ ગયા. શ્રમિકોએ જણાવ્યુ કે તેમને પુરો વિશ્વાસ હતો કે રાહત ટીમ તેમને સલામત બહાર લાવશે. તેમણે રેટ માઈનર્સને જણાવ્યુ કે બે દિવસ પહેલાથી જ અમને એવુ લાગવા લાગ્યુ હતુ કે બસ હવે અમારી આઝાદીને આડે થોડી પળોનો જ ઈંતઝાર બાકી છે.

રેટ માઈનર્સે સ્ક્રોલિંગ કરી સુતા સુતા પહાડ ખોદ્યો

રેટ માઈનર્સે જણાવ્યુ કે તેઓ સતત 28 કલાકથી કામ કરી રહ્યા હતા. તેમણે 18 મીટરની મેન્યુઅલ ડ્રિલીંગ કરી. તેના માટે તેમણે એક નાનુ ડ્રીલ મશીન અને ગેસ કટરનો પ્રયોગ કર્યો. તેમણે જણાવ્યુ કે પાઈપની અંદર તેમના અને કાટમાળ વચ્ચે બસ થોડા ઈંચનું અંતર હતુ. રેટ માઈનર્સે જણાવ્યુ કે વચ્ચે તેમને લોખંડા ટુકડા, 32 એમએમનો સળિયો, અને અન્ય પણ ઘણી બાધાઓ આવી. જેને તેઓ ગેસ કટરથી કાપીને આગળ વધતા રહ્યા. એક સમયે બે લોકો અંદર જતા હતા અને હાથોથી માટી ખોદી તેને એક તપેલીમાં ભરી દોરડાની મદદથી બહાર લઈ જવામાં આવતી હતી.

આ પણ વાંચો : સિલક્યારા ટનલમાં ફસાયેલા 41 શ્રમિકો સલામત બહાર આવતા પીએમ મોદીએ રેસક્યુ ટીમનો માન્યો આભાર, શ્રમિકોના ધૈર્ય અને સાહસની કરી સરાહના

ડર પણ હતો અને શ્રમિકોને બચાવવાનો દૃઢ સંકલ્પ પણ

બુલંદશહેર, દિલ્હી અને કાસગંજથી બોલાવાયેલા રેટ માઈનર્સે જણાવ્યુ કે સ્ક્રોલિંગ કરીને પહાડની ડ્રિલિંગ ઘણી મુશ્કેલ હોય છે. પરંતુ તેમને તેની પ્રેકટિસ છે. અહીં પડકાર એ હતો કે તેમણે આ પહેલા ક્યારેય આ પરિસ્થિતિમાં કામ નથી કર્યુ. તેમને પણ ડર લાગી રહ્યો હતો પરંતુ શ્રમિકોને બચાવવાનો દૃઢ નિશ્ચય તેનાથી પણ વધુ હતો. tv9 સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યુ કે અમારી જાનથી વિશેષ અમને ફસાયેલા કામદારોના જીવની વધુ ચિંતા હતી.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">