કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ પોતાના ચાહકો અને ફોલોઅર્સને ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ મુકીને પોંગલ, મકરસંક્રાંતિ, અને બિહૂ તહેવાર નિમિતે ખાસ અંદાઝમાં શુભકામનાઓ આપી છે.
કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની (Smriti Irani)એ પોતાના ચાહકો અને ફોલોઅર્સને ઈન્સ્ટાગ્રામ પર એક નવી પોસ્ટ મુકીને પોંગલ, મકરસંક્રાંતિ, અને બિહૂ તહેવાર નિમિતે ખાસ અંદાઝમાં શુભકામનાઓ આપી છે. ઈન્સ્ટાગ્રામ પર 14 જાન્યુઆરીએ એક નવી પોસ્ટમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ તેમના ચાહકો અને ફોલોઅર્સને bihu, pongal, Utarrayan અને Makarsankranti જેવા ખાસ તહેવારોની આ રીતે શુભેચ્છા પાઠવી છે.
View this post on Instagram
સ્મૃતિ ઈરાનીએ પોતાની પોસ્ટમાં પોતાનો એક ફોટો શેર કર્યો છે. જેની સાથે તેણે કેપ્શનમાં લોકોને અભિનંદન સંદેશ પણ મોકલ્યો છે. તેમણે પોસ્ટ કરેલી તસ્વીરમાં સ્મૃતિ ઈરાનીએ સાડી પહેરેલી છે અને એક સુંદર લાલ શાલ તેના માથા પર જાપીઓ પહેરેલી છે, આસામની પરંપરાગત શંકુ કેપ પહરી છે, જે વાંસ અથવા શેરડીમાંથી બનાવવામાં આવે છે. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા આ ફોટામાં સ્મૃતિ ઈરાની કેમેરા સામે હસતી જોવા મળી રહી છે.
ફોટો શેર કરતી વખતે સ્મૃતિ ઈરાનીએ લોકોને તેના મકરસંક્રાંતિ, પોંગલ અને બિહુની શુભેચ્છા પાઠવી હતી. ફોટો સાથે તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, “આ તહેવારો આપણા પ્રિયજનોને શુભેછાઓ આપવાનો તહેવાર છે. આ દિવસ છે જ્યારે આપણે સૌ પુષ્કળ પાક માટે આભાર માનીએ છીએ અને તમામના સ્વાસ્થ્ય તેમજ સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરીએ છીએ. ઉત્સવ પતંગનો, તલ ગોળનો, ખીચડીનો.. દિલથી મનાઓ,ખૂબ તરક્કી કરો.”
તમને જણાવી દઈએ કે બિહુ આસામમાં ઉજવવામાં આવે છે અને તે લણણીનો તહેવાર છે, જે માઘ મહિનામાં લણણીની મોસમનો અંત દર્શાવે છે. જે જાન્યુઆરીથી ફેબ્રુઆરીની વચ્ચે થાય છે. આસામમાં બિહુ આ વર્ષે 15 જાન્યુઆરીએ ઉજવાશે. તમિલ સૌર કેલેન્ડર મુજબ, પોંગલ તાઈ મહિનાની શરૂઆતમાં ઉજવવામાં આવે છે અને તે સૂર્ય દેવને સમર્પિત છે. આજે ઉજવણી કરવામાં આવી રહી છે. તેનું સમાપન 17 જાન્યુઆરીએ થશે. ભગવાન સૂર્યને સમર્પિત હિન્દુ કેલેન્ડરમાં મકરસંક્રાંતિ અથવા ઉત્તરાયણનો તહેવારનો દિવસ છે.
આ પણ વાંચો: રાજ્યમાં આ તારીખથી કોર્ટમાં ફિઝિકલ કાર્યવાહી થશે શરુ, હાઈકોર્ટે કરી જાહેરાત